________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણું ચોથું
પિરાણિક સમય પૌરાણિક કથાએ ગપાટા નથી
જરાતના પાટનગર અણહિલવાડ પાટણ અને અમદાવાદ અને જૂનાગઢ, વલભી કે વડેદરા , જેવાં શહેરને પરાણિક પરંપરા નથી. પરંતુ ગુજરાતનાં બંદર ભરૂચ, ખંભાત અને
પ્રભાસને પરાણિક પરંપરા છે, એ આપણા પ્રાંતના ઈતિહાસની એક રસમય વિચિત્રતા છે. ભૈતિક સમૃદ્ધિ ઉપરાંત કાંઈક તીર્થના કારણથી, કાંઈક પ્રાચીનતાથી અને કાંઈક બ્રાહ્મણ વર્ગના માનીતા સ્થાનના કારણથી મોટે ભાગે પરંપરા બંધાઇને ચાલી આવે છે. આ પરંપરાઓ કેવળ ગપગોળા નથી. એ પરંપરાગત કથાઓમાંથી બ્રાહ્મણોએ અંગત લાભને માટે દાખલ કરેલાં માહાભ્યા અને ચમત્કારિક વર્ણનો જાળવીને તારવી કાઢીએ તો એના ઊંડાણમાંથી ઐતિહાસિક સત્યો નીકળે છે એમ હવે સપ્રમાણ સિદ્ધ થયું છે. આવી પરંપરાઓ છેક વેદસમયથી પુરાણેએ જાળવી રાખી છે અને કેટલાંક લુપ્ત થએલાં મૂળ પુરાણમાંથી કઈક વધઘટ સાથે હાલનાં પુરાણમાં ઊતરી આવી છે. ખંભાત અને દેવાસુર સંગ્રામ
- ખંભાતના સ્થળની પિરાણિક કથાઓને માટે મહાકંદ પુરાણને એક આખો અવાંતરખંડ ભરેલો છે. એમાં કાર્તિકેયે કરેલા તારકાસુરના વધથી માંડીને મહીસાગર સંગમ ઉપર બ્રાહ્મણોનું સંસ્થાન કેવી રીતે થયું એની કથાઓ તીર્થોનાં માહાભ્યો સાથે આપેલી છે. એમાંની અનેક વાતામાંથી સત્ય બીના નક્કી કરવી અને કાલનિર્ણય કરવા એ સમુદ્રમંથન કરવા જેવું છે. જુદુંજુદે વખતે બનેલી અનેક બીનાઓ અને કેટલીક સંબંધ વગરની બીનાઓ પણ અંદર ભેગી થએલી છે. એ બધી હકીકતમાં તારકાસુરનો વધ એ સાથી પ્રાચીન ઐતિહાસિક બીને ગણું શકાય. અસુરો
૧ આ બાબત પાછંટરની Ancient Indian Historical Tradition, Dynasties of Kali Age, અને પ્રે. અનંતપ્રસાદ બૅનરજીની Asura In Indiaમાં ઘણી વિસ્તૃત ચર્ચા કરેલી છે. વેડેલના 'Indo Superian Seals Deciphered' એ ગ્રંથમાં સિંધમાંથી જડેલી મહોરે ઉકેલવા યત્ન કર્યો છે. પરંતુ હજી એ વાત આપણા વિદ્વાનોએ સ્વીકારી નથી. પાઈટરની શોધો હિંદી વિદ્વાનોએ સ્વીકારી છે. ૨ સ્કંદ મહાપુરાણ, કૌમારિકા ખંડ, અ. ૩૨ અને ૩૫, ૩ તારકાસુરની કથા પદ્મપુરાણુ સૃષ્ટિખંડ અ. ૩૯, મહાભારત શલ્ય પર્વ અધ્યાય ૪૬માં પણ આપેલી છે. રા.દેરાસરી કત પિરાણિક કથાકેષમાં ત્રણ તારકાસુર આપેલા છે, એમાં એક તે નકામો છે. એક ત્રિપુરના દૈોમાંનો એક એમ કહે છે અને વજાંગના પુત્ર આ તારકાસુરને મત્સ્ય પુરાણને આધારે ત્રીજે તારક કહે છે. પરંતુ આ ત્રણે તારક એક કે જુદાજુદા એ કહેવું મુશ્કેલ છે. આપણે તારક અને ત્રિપુરના તારકની કથાઓમાં ફેર હોવાથી જુદા ગણેલા છે, પણ ત્રિપુરના તારકને શલ્ય પર્વમાં કહેલ તારક ગણે છે તો શલ્ય પર્વમાં તો સરસ્વતીને તીરે થએલો તારક કાર્તિકે મારેલો એ જ કહેલો છે. એટલે એ બંને તારકે એક કે જુદા એ ખરેખરૂં સિદ્ધ કરવું બહુ મુશ્કેલ છે. છતાં એક છે એમ સિદ્ધ કરવાનું સાધન નથી મળ્યું ત્યાં સુધી જુદા માનીએ તોપણ જેને માટે કાતકેયને અવતાર થયે એ ખરેખર ઐતિહાસિક તારક મનાય. તારક-મયનાં
For Private and Personal Use Only