________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
અભિધાન સ્તંભતીર્થ હવે સ્તંભતીર્થ નામને વિચાર કરીએ. સ્તંભતીર્થ એ ખંભાતનું પ્રમાણ સંસ્કૃત ગ્રંથે અને લેખોમાં આવતું નામ છે. હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણમાં ત ને થ અને વિકલ્પ થાય છે એમ આદેશ કરેલો છે. એટલે સ્તંભતીર્થનું ખંભઈત્ય થયું; તેનું ખંભાયત થયું. ખંભાયત કે ખભાઈત નામ મુસલમાન ઇતિહાસકારોએ વાપરેલું છે. એનું ટૂંકે ગૂજરાતી રૂ૫ ખંભાત થયું. ૨૮ બીજો મત એવો છે કે સ્કંભતીર્થ ઉપરથી ખંભસ્થ થઈ ખંભાત થયું છે. કુંભ અને સ્તંભ એ પર્યાય શબદ છે૨૯ કુમાર કાર્તિકેયે ખંભાતના સ્થળમાં તારકાસુર દૈત્યને મારી ત્યાં વિજયસ્તંભ રોપ્યો અને સ્તંભેશ્વર શિવલિંગનું સ્થાપન કર્યું એટલે એ સ્થળનું નામ સ્તંભતીર્થ થયું એમ પુરાણકાર કહે છે.૩૦ સ્તંભને અર્થ સ્તંભ છે ખરે. કુંભ એ નામને અથર્વવેદને એક દેવ પણ છે. કુંભના ઉપરથી પ્રાકૃતમાં વ થાય એ વધારે સ્વાભાવિક હોવા છતાં એ વૈદિક શબ્દ અપ્રયુક્ત થવાથી, અને શિવના પર્યાય તરીકે એ શબ્દ ન વપરાવાથી, અને વધારામાં હેમચંદ્ર વિકલ્પ પેજી વ્યાકરણની છાપ મારી સ્ત ના રહે ને પ્રયોગ બતાવી એક ઘાએ બે કકડા કરી તંમનો સાક્ષાત જ વંમ થયો એમ વિદ્વાને માટે સુલભ કરી આપવાથી, સ્તંભતીર્થ નામ જ સપ્રમાણ મનાય છે. પરંતુ સ્તંભતીર્થ એ સંસ્કૃત નામ સપ્રમાણ ગ્રંથમાં જડે છે તેથી પૂર્વે ખંભાયત એ પ્રાકૃત નામ લગભગ બે સદીઓ જૂનું વપરાશમાં હતું. તે ખંભાતના સ્થળની અને નામની પ્રાચીનતાનો વિચાર કરતાં કુંભ ઉપરથી જ સાક્ષાત ખંભ શબદ નીકળ્યો હોય અને હેમચંદ્રના સમયમાં એ પ્રયોગ લુપ્ત થઈ તેના પર્યાય સ્તંભ ઉપરથી વિકલ્પ છ ખુલાસો કરવો પડે હોય; પરંતુ સ્તંભ શબદ ઉપરથી જ સ્તંભતીર્થ નામ પડયું હોય એમ માનવાને બીજે વધે આવે છે એ સંક્ષિપ્તમાં જોઈ એની વિસ્તૃત ચર્ચા પરિશિષ્ટમાં કરીશું. તંભતીર્થ અને પુરાણું ખંભાયત નામ સ્તંભતીર્થ શબદ પહેલાં ઘણા કાળથી વપરાતું હતું. પુરાણકાર સ્તંભતીર્થનું એક છે કારણ આપે છે તે ઉપર જોયું. પરંતુ એ જ પુરાણકાર કુમારના વિજયસ્તંભનું કારણ આપી તે પછીના એક અધ્યાયમાં લખે છે કે બ્રહ્માના દરબારમાં બધાં તીર્થ ભેગાં થયાં હતાં ત્યાં મહીસાગર સંગમતીર્થે ગર્વ કર્યો. તેથી એને શાપ મળ્યું કે એ તીર્થ ગુપ્ત થશે. પરંતુ કાર્તિકેયની વકીલાતથી શાપનું નિવારણ થયું અને એણે તંમ એટલે ગર્વ કર્યો તેથી એ સ્તંભતીર્થ નામથી વિખ્યાત થશે.૩૨
૨૮ જુઓ સં. ૧૯૬૯-૭૦માં થએલી શ્રી નરસિંહરાવભાઈ અને શ્રી તનસુખરામભાઈ વચ્ચેની ચર્ચા, અને મુંબાઈ ગેઝટીઅર વિ. ૧. ભા. ૧માં પરિશિષ્ટમાં આરબ મુસાફરોનું વૃત્તાંત. ૨૯ જુઓ ખંભાત ગેઝેટીઅર ડૉ. બ્યુલરને મત મેનિયર વિલિયમ્સ પોતાના કોષમાં કુંભ અને સ્તંભમાં માત્ર નવરભેદ Phonetic difference ગણે છે. ૩૦ સ્કંદપુરાણ, કમારિકા ખંડ, અધ્યાય ૩૫. ૩૧ સ્તંભતીર્થ નામ ઈસ, ૧૧૦૭થી જડે છે. ત્યારે ખંભાયત નામ ઈ.સ. ૯૧૫માં વપરાતું જડે છે. ૩૨ સ્કંદપુરાણ, કમારિકાખંડ, અ. ૫૮મો અધ્યાય ૩પમામાં વિજયસ્તંભની વાત છે, જયારે ૫૮મામાં ગર્વની વાત છે. બંને તંભ શબ્દ ઉપરથી છે.
For Private and Personal Use Only