________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
પિરાણિક સમય અને તેમની સાથે થએલાં દેવોનાં યુદ્ધ એ અસુર અને આર્યજાતિઓ વચ્ચે થએલાં યુદ્ધ છે. આજસુધી અને વિકરાળ અને દૂર પ્રાણીઓ ગણવામાં આવતા અને મનુષ્યો કરતાં વિચિત્ર શક્તિવાળા ગણવામાં આવતા એ માન્યતા હવે વધુ શોધને લીધે ઓછી થઈ છે. ઐતિહાસિક દષ્ટિથી જોતાં અસુરે કલ્પના માત્ર ગણાતા તેમ હવે ગણાતું નથી. અસુરે એ આપણા જેવી મનુષ્યની એક જાતિ હતી એ સિદ્ધ થયું છે. દેવોને નામે આર્યજાતિઓ એમની સાથે લઢી છે. એ બધી ચર્ચા અને અસુરોનો ગુજરાતના કિનારા સાથે સંબંધ જુદા પરિશિષ્ટમાં ચર્ચીશું. અહીં એટલું જ કહેવાનું કે અસુર જાતિની લડાઈઓ ઐતિહાસિક સત્ય છે અને તારકાસુરની લડાઈ પણ એવી અનેક લડાઈઓનો એક ભાગ છે. પુરાણોએ સાચવેલી પરંપરા એમ કહે છે કે એ લડાઈ અને તારકાસુરનો વધ ખંભાતની ભૂમિ ઉપર થયો છે."
તારકાસુરને મારવા માટે કાર્તિકેયને અવતાર થયો એમ ઘણાં પુરાણ કહે છે. એ બનાવ મહીસાગર સંગમ આગળ ખંભાતની જગ્યાએ બન્યો એમ સ્કંદપુરાણને કૌમારિકા ખંડ કહે છે. બીજાં પુરાણોથી પણ એ બનાવ સરસ્વતી નદીના તટપ્રદેશમાં બન્યો છે એટલું તો સમજાય છે; અને સરસ્વતીને પ્રવાહને ખંભાતના અખાત સાથે સંબંધ છે એ સ્વીકારીએ તો ખંભાતને સ્થળે કે આસપાસ એ યુદ્ધ થયું હશે એમ માનવામાં વાંધે નથી. તારકાસુર
કેટલાંક દૈત્યોને દેવોને હાથે સંહાર થઈ ગયા પછી કશ્યપ પ્રજાપતિને ત્યાં દિતિએ વેર લેવા માટે ખાસ માગણી કરવાથી વજાંગ નામના દૈત્યને જન્મ થયો. વજાંગને વરાંગી નામની સ્ત્રી હતી. વજાંગ બીજા દે જે લડાયક પ્રકૃતિને નહે. છતાં દેવ તરફથી છેકે એની સામે ઘણી હરકત ઊભી કરી હતી. વજાંગ અને વરાંગીનો પુત્ર તારક. એણે પાસિયાત્ર પર્વત ઉપર તપ કરી બ્રહ્મદેવને પ્રસન્ન કરી એવું વરદાન મેળવ્યું હતું કે નાના બાળક સિવાય કોઈ એને
યુદ્ધ ઐતિહાસિક ગણાય છે. એમાં પણ મય સાથેના તારક માટે મતભેદ છે. પરંતુ દૈત્યો એ આર્યોની વિરૂદ્ધના માણસો જ છે તે નક્કી થયા પછી આ તારકાસર એ જાતિનો માટે ઐતિહાસિક પુરષ થઈ ગયો એમ માનવાને હરકત નથી. શ્રીયુત અમરનાથ દાસ એમના India & Jambu Island નામના પુસ્તકમાં પૃ. ૨૮૨માં તારકને ચીને ગણ્યો છે. પારિયા પર્વતના શતપુરમાં તેને ગયો છે, છતાં એમને આર્યાવર્ત બ્રહાદેશમાં લાગવાથી (1) તારકને ચીને માન્ય છે. ૪ જુઓ પાર્જીટર, અનંતપ્રસાદ બેનરજીનાં ઉપર લખેલાં પુસ્તક. વિશ્વનાથ આયરનું Racial Synthesis in India; ગોપીનાથરાવ Ele. of Hindu Iconography. આ બધાના મતમાં જે થોડા ફેર છે તેની ચર્ચા આગળ કરીશું. ૫ સ્કંદપુરાણ કૈ. ખંડ, અ. ૩૨ અને ૩૫, ૬ જુઓ ઉપર નેધ ૩. ૭ આ બાબતની વિસ્તૃત ચર્ચા કરવા માટે જુદું પરિશિષ્ટ જેવું. ૮ મત્સ્યપુરાણ (ઉ.ક.ક.); પદ્મપુરાણ રુ. ખંડ, અ. ૩૯; કંદપુરાણક. ખંડ, અ, ૧૪.૧પ. પદ્મપુરાણ કહે છે કે વજાંગ ધર્મામાં હતો. માતાના કહેવાથી ઈદ્રને બાંધી લાવ્યો. બ્રહ્માએ છોડાવી એને તપથી ચિત્ત શુદ્ધ કરવા કહ્યું. તે વખતે એની સ્ત્રી વરાંગીને ઈન્ડે નડવાથી એણે વાંગ પાસે તારક પુત્રને મા. ૯ સ્કંદપુરાણ સાત દિવસની ઉમર કહે છે એ અશકય લાગે છે. બીજા આધારોથી નાની ઉમર એટલું જ ખરું લાગે છે.
For Private and Personal Use Only