________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિયાન
૨૧ હાલના નગરા ગામની જગ્યાએ હતું. નગરા ગામમાંથી જયાદિત્યના મંદિરમાંથી વસ્તુપાલના સમયના બે લેખ એ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાના મળ્યા છે. એમાં શ્રી નારમુનિ વિનિવાસિત શ્રી નાર મીંચીને એ પ્રમાણે ઉલ્લેખ છે. એટલે સ્કંદપુરાણના નારદમુનિએ વસાવેલા મહીનગર સાથે એ મળી રહે છે. આ નગરકનો ઉલ્લેખ વલભીના તામ્રપત્રમાં મળે છે અને વસ્તુપાલના સમયમાં તે તે ઘણું પ્રાચીન મનાતું તે ઉપરથી ઈ.સ.ની સાતમી સદીમાં સારી સ્થિતિમાં હતું એમ માનવાને કારણ છે. આ સમયમાં ગુજરાતના કાંઠા ઉપર બૈદ્ધ મતનું કાંઈક જોર દાખલ થયું હોય એમ લાગે છે. નગરા ગામમાંથી જડેલી બુદ્ધનાથની૨૩ મૂર્તિ ઉપરથી તથા એ કિનારા ઉપર છ થી આઠમી સદી સુધી બદ્ધ સંપ્રદાયના માણસોની મેટી વસ્તી હતી એવા ચીની૨૪ અને આરબ૨૫ મુસાફરેનાં વર્ણનથી એમ સિદ્ધ થાય છે કે નગરાને સ્થળે મહીનગર-તામ્રલિપ્તસ્તંભતીર્થ જે કહે તે-નામનું નગર ઇ.સ.ની છઠ્ઠી સદી પહેલાં પ્રસિદ્ધ હતું. હવે પાણિનિના વ્યાકરણમાં આપેલા ગણપાઠમાં મહીનગર નામનું એક શહેર શ્રી વૈદ્ય ગણાવે છે અને હિંદુસ્તાનની પ્રાચીન કે અર્વાચીન ભૂગોળમાં શેધ કરતાં તે નામનું બીજું કોઈ સ્થળ જડતું નથી. તે પછી સ્કંદપુરાણે સ્પષ્ટ ઉલ્લેખ કરેલું નારદમુનિનું વસાવેલું મહીનગર એ જ હોય એમાં શંકા કરવા જેવું નથી. આ ઉલેખોને સત્ય માની આગળ ચાલીએ તે ખંભાતનું સ્થળ અને નગરક મહાસ્થાન છેક પાણિનિના સમય જેટલું પ્રાચીન (ઇ.સ. પૂર્વે આઠમી સદીનું) ન માનીએ તે પણ પાતંજલ મહાભાષ્યના સમય જેટલું પ્રાચીન (ઈ.સ. પૂર્વે બીજી સદીનું) માનવામાં વાંધો નથી. પરિશિષ્ટમાં આ વિષયની વિશેષ ચર્ચા કરીશું.
૨૨ જુઓ Epi. Indica vol. XVII p. 109. ધ્રુવસેન પહેલાના સમયનું તામ્રપત્ર એમાં નગરકના રહેવાસી બ્રાહ્મણને જમીન આપ્યાની વાત છે. સંપાદક આ નગરક નાગરોનું મૂળ સ્થાન વડનગર હશે એવી કલ્પના કરે છે. પત્રમાં જે ગામની જમીન આપી તેની વિગત છે, પણ નગરક સંબંધી માત્ર નામ જ છે અને સંપાદકને વડનગર હોવાની ખાત્રી નથી; માત્ર તર્ક કર્યો છે. વલભીના બીજા પત્રમાં વડનગર માટે આનંદપુરને જુદો ઉલ્લેખ છે. એટલે નારદે વસાવેલા બ્રાહ્મણના મહાસ્થાન આ ખંભાતના નગરકમાંથી જ બ્રાહ્મણ બેલાવી જમીન આપેલી. વડનગર વલભીને આવું પડે. વધુ ચર્ચા આગળ. ૨૩ નગરા ગામમાં એક ટેકરા ઉપરથી આ મૂર્તિ જડી છે. મતિ સંકડો વરસથી સંભાળ વગર પડેલી હોવાથી ઘસારે વધારે લાગે છે, એટલે એના ઘડતરને ચેકસ રામય નક્કી કરવું મુશ્કેલ છે. છતાં એ ચર્ચા અને બીજું વર્ણન જોવાલાયક સ્થળાના પ્રકરણમાં કરીશું. ૨૪ Watters Yuan Chwang IL. p. 241, 245 થી 218. ૨૫ ઍમ્બે ગેઝેટીઅર વિ. ૧, ભા. ૧, પૃ. ૫૩૧. અલ ઈદ્રીસીનું વર્ણન. ઘોઘાના કિનારા આગળ પણ એવી મૂર્તિ જડેલી, વલભીપુરમાં બદ્ધ મતાનુયાયીઓ હતા. આ અને બીજી કેટલીક ચર્ચા માટે જુઓ આ લેખકનો પ્રસ્થાન ૧૯૮૮ આષાઢશ્રાવણના અંકમાં આવેલ “પુરાતન ખંભાતને લેખ. Ri C. V. Vaidya:-History of Sanskrit Literature: Vedic Period, Sec. IV, p. 93-94. Hi પાણિનિનાં સૂત્રો ઉપરથી નગરની યાદી આપેલી છે તેમાં પાણિનિ TV 2:97 મુજબ. ૨૭ નંદલાલ દે, કનિંગહામ તથા બીજા જે જે ગ્રંથો પ્રાચીન ભૂગોળ માટે લખાયા છે, અગર તો પ્રાચીન ભૂગોળના ટૉલેમી જેવા ગ્રંથો ઉપર ટીકાઓ થઈ છે તે જોતાં તેવું નગર બીજું મળતું નથી. તેમજ હાલનાં ગામેની તપાસ કરતાં પણ તેવું સ્થળ નથી. મહીના કાંઠા અને મહી મુખપ્રદેશને ભાગ ઘણે પ્રાચીન છે અને વાયુપુરાણમાં માહેય દેશથી જાણીતો છે. એટલે સ્કંદપુરાણના મીનગરને પ્રાચીન માનવાનું કારણ છે.
For Private and Personal Use Only