________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
અભિયાન
આમ સ્કંદપુરાણના કામારિકા ખંડના લેખકે સ્તંભતીર્થ નામ પડવાનાં એ કારણેા એકબીજા સાથે સંબંધ વગરનાં આપ્યાં છે. એ સિદ્ધ કરે છે કે પુરાણના એ ભાગના લેખકને, ખંભાયત નામ એ સમયે વપરાતું હતું તેથી તેનું કારણ યેાજવા પ્રાચીન પરંપરાઓને આધાર લેવા છતાં ખરૂં કારણુ જડયું નથી, અને તેથી એ કારણ આપવાં પડચાં છે.
કુંભતીર્થ
આ બધા વિચાર કરતાં, ખંભાત-ખંભાયત એ નામ ખંભાત શહેરનાં મહીનગર અને તાલિમ નામની સાથે પ્રાચીનકાળથી ચાલતું હતું, અને એ નામ સાક્ષાત કુંભતીર્થ ઉપરથી જ નીકળ્યું છે. આ શહેર અને તીર્થ એ બે એક જ મેટા નગરના અડાઅડ વિભાગ હેાઇ જુદાંજુદાં સ્થળ હતાંએક સમુદ્રની છેક તીરે અને બીજું તેને અડીને પાસે. કુંભ એ વૈદિક દેવ છે અને એને અર્થ શિવનું જ્યોતિર્મંયકલિંગ એવા થાય છે. ધણા જ પ્રાચીનકાળથી ગુજરાતના આ કિનારા શૈવ મતાનું ખાસ સ્થાન હતું અને લિંગપૂજાને આ કિનારા ઉપર આરંભ થયા એમ માનવાને કારણ છે,૩૪ કુંભને સ્તંભાકાર શિવલિંગમાં અધ્યારાપ થયા છે અને એને પુરાણે! અને શૈવાગમે લિંગાદ્ભવ મૂર્તિને નામે પાછળથી જાણવા લાગ્યા.૩૫ અને આવા પ્રકારના લિંગના માહાત્મ્યને લીધે સ્તંભતીર્થ ઉપરથી ખંભાયત નામ પડયું છે, જેને આપણે ખંભાત એવા ટૂંકા નામથી આજે એલીએ છીએ. આ પ્રકરણને લગતા પરિશિષ્ટમાં સ્થંભના શિવલિંગમાં થએલા અધ્યારે પ બાબત અને ખીછ અભિધાનને લગતી કેટલીક ચર્ચા કરીશું.
૩૩ કુંભ શબ્દ ઋગ્વેદમાં સ્તંભના પર્યાય તરીકે આવે છે. અથર્વવેત કાંડ ૧૦-૭માં સર્વેથી મેટા દેવ તરીકે આવે છે. એ વિશે વધુ ચર્ચા પછી થશે.
૩૮ પાશુપત મતની ઉત્પત્તિ નર્મદાકિનારે કાયાવરોહણ-કારાવણ-માં થઈ એમ સિદ્ધ થયું છે. લિંગપૂન અને એ મત ગૂજરાતના આાખાકિનારા ઉપર અને અંદર ધણી યે સદીઓથી જોરમાં હતા, લિંગપૂજાની પ્રથમ ઉત્પત્તિ ગમે ત્યાં થઈ હોય પણ એની હાલના સ્વરૂપમાં જે પૂજા થાય છે તેની શરૂઆત હિંદુસ્તાનમાં ગૂજરાતના કિનારે થઈ. તેની ચર્ચા પરિશિષ્ટમાં થશે. ૩૫ જીએ ૬. કે. શાસ્ત્રીને રોવ ધર્મના ઇતિહાસ અને ગોપીનાથ રાવની Elements of Hindu Iconography. આ બાબતની વિગતવાર ચર્ચા પણ આગળ કરીશું,
For Private and Personal Use Only