________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારિકાક્ષેત્ર અને પૌરાણિક ભૂગોળ
૧૩ ખંભાતના અખાતના કિનારાના લાટ દેશનું વર્ણન કરતાં નર્મદાના મુખની દક્ષિણે કેમેની (Kamane)નામનું સ્થળ ટેલેમી લખે છે,૨૮ (ઈ. સ. બીજી સદી) પેરીપ્લસમાં કમોની (Kammoni) નામનું ગામ આપેલું છે. ૨૮ કેટલાક એ બેને એક જ સ્થળ ગણે છે અને કેટલાક જુદાં ગણે છે.૩૦ બન્ને ઉલ્લેખનાં વર્ણન ઉપરથી તેમનાં સ્થળ હાલનાં ખંભાતની જગ્યાએ આવતાં નથી. પરંતુ આ ગ્રીક લેખકોને સ્થળનિર્ણય તદ્દન એક્કસ માનવા જેવા નથી. ૧ એન્સાઈકલોપીડિયા બ્રિટાનિકામાં ખંભાત વિશે લખનાર ટોલેમીને કમેની (Kamane)ને ખંભાત જ માને છે.૩૨ એ અનુમાન ખરું લાગે છે. છતાં એ લેખકે એમ માનવા માટે કાંઈ પણ પુરાવો કે આધાર આપ્યું નથી.
Rc Mc. Crindles Ptolemy-P. 38-39. ૨૯ Periplus of the Erythrean Sea (Oxford) P. 99 અને નોંધ ૨. ૩૦ જુઓ બબ્બે ગેઝેટીઅર વિ. ૧, ભા. ૧, પૃ. ૫૩૯. આમાં એકને કીમ ગણે છે અને બીજાને કામલેજ અથવા કામરેજ કહે છે. મેકકીડલ પિરિપ્લસના આધારે લખે છે કે કમેનીને નર્મદાની ઉત્તરે મુકવામાં ટોલેમીની ભૂલ છે, અને કદાચ ટોલેમી અને પિરપ્લસનાં ગામો જુદાં હેય. પેરિપ્લસના કમેનીનું સ્થળ સુસ્ત જેટલે દક્ષિણે છેટે આવે છે. ખરી રીતે આ બન્નેનાં વર્ણન ગોટાળો ઉત્પન્ન કરે તેવાં છે. મેકીન્ડલની શંકા ખરી લાગે છે. કીમ અને કામરેજ કિનારાથી છેટાં અંદર આવેલાં છે, અને નામના પહેલા અક્ષરના મળતાપણાથી એ નામ બેસાડવા માટે વધારે આધાર જોઈએ. ટેલેમી પિરિપ્લેસ કરતાં થળનિર્ણયમાં અચોક્કસ છતાં કમેનીને નર્મદાના મુખની ઉત્તરે મૂકવામાં એ સાચો હોય એમ એન્સાઈકલોપીડિયા બ્રિટાનિકાના લેખથી સમજાય છે અને એમ હોય તો ટોલેમીના કમેનીથી ખંભાત ઉદિષ્ટ થાય. ૩૧ટોલેમીએ જાતે આ કિનારો જોયેલો નથી એ મત છે. જુઓ સુરેન્દ્રનાથ મઝમુદાર શાસ્ત્રીની ટેલેમી ઉપર પ્રરતાવના. ૩૨ એ લેખક Kamaneને બદલે Kamenes લખે છે. એટલે એણે મૂળ ગ્રીક નકલ ઉપરથી જોઈ ખાત્રી કરી હોય એમ સંભવે છે. Enc. Bri. 13th. Ed, Vol. V.
For Private and Personal Use Only