________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારિકાક્ષેત્ર અને પૌરાણિક ભૂગોળ
૧૧ ખંભાતને અખાત એ નદીનું મુખ
આ સાથે એક બીજી મહત્વની વાત ધ્યાનમાં રાખવાની છે. વહાણ ચાલી શકે એવી મોટી નદીએના કિનારાઓ ઉપર અને એમના મુખપ્રદેશ ઉપર હમેશાં મહાન સંસ્કૃતિઓ વિકસી છે. જગતના ઈતિહાસમાં એવા ઘણા દાખલા બનેલા છે.૧૩નાઈલ, યુક્રેટીસ તીગ્રીસ, સિંધુ આદિ નદીઓનાં મુખ અને તટ પ્રદેશે મોટી સંસ્કૃતિઓને જન્મ આપ્યા છે. ભૂસ્તર અને ભૂગોળવેતાઓ એકમત છે કે આ નદીઓના પ્રવાહ તેમના હાલના સ્વરૂપમાં છે તેવા પ્રાચીનકાલમાં નહોતા. હિંદુસ્તાનમાં તે નદીઓએ પ્રવાહ ખાસ બદલેલા છે.૧૪ સિંધુ પહેલાં કચ્છના રણમાં (સમુદ્રમાં) મળતી હતી.૧૫ સરસ્વતીના ટુકડા થઈને આખો પ્રવાહ જ ઊડી ગયું છે. ભૂસ્તરવેત્તાનું એમ પણ માનવું છે કે કચ્છ અને ખંભાતના અખાતો એ માત્ર એવી કઈ વિશાલ નદીનાં માત્ર પહોળાં થઈ ગએલાં - મુખ છે. અને સિંધુનાં મુખ કચ્છના રણની જગ્યાએ આવેલા સમુદ્રમાં હતાં તો ખંભાતને અખાત એ સરસ્વતીનું એક મુખ હોય એમ માનવાને કારણ છે. આ આખો વિષય રસમય હોવાથી એક જુદા પરિશિષ્ટમાં ચર્ચીશું.
નદીના આવા પહોળા થઈ ગયેલા મુખથી બનેલા અખાતને આજે મહી નર્મદા આદિ નદીઓ મળે છે. પિરાણિક સમયમાં એને મેટ પહોળો ફાંટો ઉત્તરમાં સાબરમતી નદીની બાજુમાં થઈ કચ્છના રણ તરફ જતા હતા. બે હજાર વર્ષ પૂર્વે એ ફોટો ખંભાત અને કચ્છના અખાતને નળ સરોવર મારફત જોડી દેતો હતો અને કાઠીઆવાડ બેટ હતો. પરંતુ તેથી પણ પહેલાંના સમયમાં એ બાજુની ભૂગોળમાં એથી પણ જરા ફેર હતો. દરિયાના આ ફોટા અને એના સરસ્વતી અને સિંધુનાં મુખ સાથેના સંબંધથી ગુજરાતના આ બધા કિનારાને વહાણ દ્વારા સંબંધ હિંદુસ્તાનના મધ્ય ભાગ સાથે છેક કુરુક્ષેત્ર સુધી અને પંજાબના ઉત્તર ભાગ સુધી હતો. ૧૭ બીજું પિરાણિક ભૂગોળ પ્રમાણે પશ્ચિમ-દક્ષિણ સમુદ્રને ખરેખર મહાર્ણવ કહેતા.૧૮ એટલે તે સમયના હિંદુસ્તાનનો બહારની દુનિયા સાથે સંબંધ અરબી સમુદ્રનાં બારાં મારફતે હતો; અને ઉપર જોયું તેમ સિંધુ અને સરસ્વતીનાં મુખ કચ્છના રણના પુરોગામી સમુદ્રથી શરૂ થઈ ખંભાતના અખાત
23 Sir John Marshall: Mohenjo Daro and the Indus Civilization. P. 93-94.24124 572 4.21. પૂર્વે બે હજાર વર્ષ જેટલા પ્રાચીન સમયમાં તો લોકના ઇતિહાસમાં અને સંસ્કૃતિઓના વિકાસમાં નદીઓએ જ મુખ્ય ભાગ ભજવેલો છે. સિધુ અને એની સહચરીઓને દક્ષિણ એશિયામાં સૌથી પહોળા પ્રવાહ ગણવામાં આવે છે. નષ્ટ થએલી સરસ્વતીની ગણના આ લેખકે કરતા નથી એ આશ્ચર્યની વાત છે. ૧૪ જુઓ એ જ પ્રકરણ ૧લું અને અમરનાથ દાસકૃત India & Jambu Island. 94 Imperial Gazetteer 1; Gates of India By Sir Thomas Holdich 4.20 RM 288.3181241413 ગેઝેટીઅર ૫. ૭૮ વગેરે ગ્રંથા ટેકે આપે છે ૧૬ કાઠીઆવાડ ગેઝેટીઅર પૃ. ૭૮ અમદાવાદ ગેઝેટીઅર પૃ. ૧૬-૧૭
છેક ૧૮૨૭માં એક લેખક લખે છે કે વરસાદ વધારે પડે ત્યારે કચ્છના અખાતનું પાણી નળ સરોવરમાં થઈ ખંભાતના અખાતમાં આવતું. ૧૭ એની ચર્ચા સરસ્વતીના પ્રવાહના પરિશિષ્ટમાં થશે. નકશામાં આ બતાવવા યત્ન કર્યો છે. ૧૮ બૃહત સંહિતા વિભાગ અ. ૧૪.
For Private and Personal Use Only