________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦.
કુમારિકાક્ષેત્ર અને પૌરાણિક ભૂગોળ ભૂગોળમાં એનું મહત્ત્વ અને કેન્દ્રસ્થપણું હતું. કુમારિકા ક્ષેત્રની છેક પાસેના દ્વિીપ-કુમારિકા ક્ષેત્ર ભારતવર્ષનું કેન્દ્ર
આ કુમારીદીપ અગર ભરતખંડની આસપાસ ઉપર ગણાવેલા આઠ ખંડ આવેલા છે. પૂર્વથી એને અનુક્રમ ઐન્દ્રીપથી શરૂ થાય છે. આમાં તામપર્ણદ્વીપ એ સિંહલદ્વીપ છે એ સ્પષ્ટ છે. ઐન્દ્રદ્વીપ એ બ્રહ્મદેશ અને ગાંધર્વ એ ગાંધાર અને કાબુલ નદીને પ્રદેશ છે એમ સુરેન્દ્રનાથ મજમુદાર શાસ્ત્રીએ સપ્રમાણ સિદ્ધ કર્યું છે. એટલે ક્રમથી કશેરૂમાન એ મલાયાના દ્વીપ આવે છે. ગાંધર્વને પિરાણિક ભૂગલ લેખકે ઉત્તરમાં મૂકે છે. એટલે દક્ષિણના તામ્રપર્ણ સિંહલદ્વીપ અને ગાંધર્વની વચ્ચે અનુક્રમે નૈર્પત્યમાં ગભસ્તિમાન, પશ્ચિમમાં નાગદીપ અને વાયવ્યમાં સમીપ આવે છે. આપણે ગૂજરાત પ્રાંત એક મત પ્રમાણે હિંદની પશ્ચિમમાં અને બીજા મત પ્રમાણે નૈઋત્યમાં હેવાથી એની ભૂગોળ સાથે ગભસ્તિમાન અને નાગદીપને નિકટનો સંબંધ છે; અને ખંભાતનું સ્થળ ગૂજરાતમાં એવી જગ્યાએ આવેલું છે કે એક વખત આ બધા ભાગનું કેન્દ્ર થઈ શકે. ગભસ્તિમાન અને નાગદ્વીપને શ્રીયુત સુરેન્દ્રનાથ મઝમુદાર હિંદી મહાસાગરમાં આવેલા લક્ષદીપ–માલદીપ અને કચ્છ કાઠીઆવાડ ધારે છે. પરંતુ પોરાણિક માન્યતા પ્રમાણે આ બે દ્વીપને ગુજરાતને કિનારો અને સપ્ત પાતાલની કલ્પનાને પણ સંબંધ છે, અને એ વિષય જરા લાંબે હોવાથી પરિશિષ્ટમાં ચર્ચીશું. અહીં તે એટલું જ જોવાનું છે કે ભારતવર્ષીય ભરતખંડનું જ નામ પુરાણુ સમયમાં કુમારીદ્વીપ હતું, અને દ્વીપના એક સૌથી ઉપયોગી કેન્દ્રસ્થ વિભાગને એનું જ નાનું નામ કુમારિકા ક્ષેત્ર એવું મળ્યું છે. સ્કંદપુરાણ આખા કુમારીકીપ અગર ખંડને પારિયાવ્ર પર્વતની પશ્ચિમે એટલે હાલના ગુજરાત-રજપુતાનાની સરહદમાં લાવી મૂકે છે તે જે કે ખરું નથી, છતાં આખા કુમારી દ્વીપનું આ કુમારિકા ક્ષેત્ર-સ્તંભતીર્થનું સ્થળ ઉપયોગી કેન્દ્ર હતું એ વાતને ટેકો આપે છે. ભરતખંડને બહારની દુનિયા સાથે, અને આખા ભારતવર્ષને અને બીજા દ્વીપનો ભરતખંડ સાથે, દરિયાઈ વ્યવહાર એના આ કેન્દ્રસ્થ બંદર મારફતે જ હતો.૧૨ આ સ્થળનું આવું મધ્યસ્થપણું જેઓના નકશા ઉપરથી સ્પષ્ટ થશે, અને કોઈ પણ સ્થળની ભેગેલિક ગ્યાયેગ્યતા એનાં વ્યાવહારિક વિકાસમાં કેટલી સહાયભૂત થાય છે તે પણ સમજાશે.
૮ સ્કંદપુરાણની કુમારિકાની ઉપર જણાવેલી હકીકતને બીજા કેઈ પુરાણને ટેકે નથી. ખંભાતન સ્થળનું ઉપયોગીપણું અને વૈમારિકા ક્ષેત્રનું દ્વીપ સાથે નામનું મળતાપણું સાબિત કરવા પ્રયત્ન છે. ઋષભદેવ રાજાને સ્કંદપુરાણ જૈન ધારે છે તેને પણ આધાર નથી. જુઓ પિરાણિક કથાકેષ ૩-૩૬૧. ૯ એમણે સંશાધેલી કનિંગહામકૃત પ્રાચીન ભૂગોળનું પારશિષ્ટ ૧. ૧૦ પુરાણમાં આપેલી દિશાઓ બહુ ચોક્કસ નથી તથા પુરાણના લેખકના રહેઠાણ પર દિશાના ભેદ પડે છે.
સ. મજમુદારે સંશોધેલી કનીંગહામની પ્રાચીન ભૂગોળનું પરિશિષ્ટ ૧ આમાં ઐન્દ્ર અને ગાંધર્વને નિર્ણય સ્પષ્ટ કરેલો છે. નાગ અને ગભક્તિમાન માટે સંદિગ્ધ લખેલું છે. એ વિશે પાતાલ અને ભગવતીના પરિશિષ્ટમાં ચર્ચા કરીશું. ૧૨ આ ઉપયોગિતાના સ્પષ્ટ ઐતિહાસિક ઉલ્લેખ નવમી સદીના અંતથી મળે છે. તે પૂર્વે પરંપરા પ્રાપ્ત કથાઓ અને અનુમાન ઉપર આધાર રાખવો પડે. એનું કારણ એ રામય પૂર્વે ખંભાતનું બ્રાહ્મણ સંરથાન તરીકેનું મહત્વ અને એનું ઓછામાં ઓછું એક વખત થઈ ગયેલું અંતર છે. ઇતિહાસના પ્રકરણમાં એની ચર્ચા કરીશું,
For Private and Personal Use Only