________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
@ @@@ @ @ @@@@@ @ @@@ @ @
પ્રકરણ બીજું
કુમારિકાક્ષેત્ર અને પિરાણિક ભૂગોળ કુમારિકાક્ષેત્ર 29 ભાત અને એની આસપાસના, એકમત પ્રમાણે સાત અને બીજા મત પ્રમાણે ચાદ,
' કેશના સ્થળને કુમારિકાક્ષેત્ર કહે છે. સ્કંદપુરાણના કમારિકા અથવા કુમારિકા ખંડમાં એ પ્રમાણે લખ્યું છે, અને મહાત્કંદ પુરાણના માહેશ્વર ખંડના અવાંતરખંડનું નામ કુમારિકાખંડ એ ઉપરથી પડ્યું છે. પરંતુ એ પુરાણમાં કુમારિકાખંડ અને ક્ષેત્રનો વિસ્તાર સ્પષ્ટ નથી. ખરી રીતે વર્ણનની વિગત ક્ષેત્ર હોવાનું વ્યક્ત કરે છે, જ્યારે પિરાણિક પ્રણાલિકા પ્રમાણે આપેલી ભૂગળની વિગતમાં ખંડ લખે છે. એટલે આ બાબત સ્પષ્ટ કરવાનું ઉપસ્થિત થાય છે. ભારતવર્ષના નવ દ્વીપ પુરાણે સામાન્ય રીતે પૃથ્વીના ભાગ શ્રી અને વર્ષોમાં પાડે છે. તેમાં આપણને ફક્ત ભારતવર્ષ સાથે જ સંબંધ છે. આ ભારતવર્ષના નવ ભાગ પાડવામાં આવ્યા છે. બીજા કેટલાંક પુરાણની પેઠે સ્કંદપુરાણનો આ કુમારિકાખંડ પણ નવ ભાગ પાડે છે; અને એ નવ ખંડમાં એક ખંડ અગર દ્વીપનું નામ કુમારિકા અગર કુમારી ખંડ અગર દ્વીપ લખે છે. આ પિરાણિક વર્ણનની વિગતમાં ઊતરતાં પહેલાં એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભારતવર્ષ એ હાલને ત્રિકોણાકૃતિ હિંદુસ્તાન માત્ર નથી. હાલનો હિંદુસ્તાન તે માત્ર એ ભારતવર્ષના નવ ખંડમાંનો એક ભરતખંડ છે. એટલે ભારતવર્ષની મર્યાદા હાલ ધારીએ તે કરતાં ઘણું વિશાળ છે. ભારતવર્ષના નવ ખંડ અગર કીનાં નામ આ પ્રમાણે છેઃ ઈદ્રીપ, કશેરમાન, તામ્રપણું, ગભસ્તિમાન, નાગદ્વીપ, સમ્ય, ગાંધર્વ, વાસણ એ આઠ દ્વિીપ અને નવો રહ્યો તેનું નામ ન લખતાં સાગરસંવૃત્ત એટલે સમુદ્રથી વીંટાએલો દ્વીપ એમ ઘણુંખરાં પુરાણો લખે છે. એટલે કે નવમો દ્વીપ એટલો બધો પ્રસિદ્ધ છે કે એનું નામ લખવું પુરાણકારોએ ઉચિત નથી ધાર્યું. પરંતુ એ જ સમયના વધારે ચોક્કસ ભાગોલિક વિગત લખનારા
૧ જુઓ વિષ્ણુપુરાણ: મારતાચાર્ય વર્ધચ નવમેરિમય ફુન્ના: અમાનું તાત્રાળ સ્તિમાન नागद्वीपस्तथा सौम्यो गन्धर्व स्त्वथ वारुणः । अयंतु नवमस्तेषां द्वीपः सागरसंवृतः ॥२॥ योजनानां सहस्रं तु द्वीपोऽयं दक्षिणोत्तरात् । पूर्वेकिराता यस्मिन्ते पश्चिमे यवना: स्थिताः ॥३॥ बाह्मणा क्षत्रिया वैश्या मध्ये રાત્ર મારા આ પ્રમાણે નામ વગરના સાગર સંવૃત્ત દ્વીપનું વર્ણન અને એમાંની ચાણની વ્યવસ્થા એને ભરતખંડ વ્યક્ત કરે છે. ૨ ક. ૫. કે. . અધ્યાય ૩૯. . ૬૯. એમાં નવમે દ્વીપ કુમારિકા' એમ લખ્યું છે. એની મર્યાદા આપતાં કલો. ૧૧૩માં લખે છે કે પરિવાચ વાર્તાઉં મીરવં મૃતમ્ II આમ એ ખંડની મર્યાદાબીન્ત પુરાણેથી જુદી લખે છે.
For Private and Personal Use Only