________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય વર્ણન છે. તે બધો જે ત્યાં જ કરે તે એક હજાર વર્ષમાં આખો યે અખાત પુરાઈ જાય. પરંતુ હિંદી મહાસાગરનાં મોજના જેરને લીધે ફક્ત સેંકડે એક ભાગ જેટલો કચરે રહી બાકી તણાઈ જાય છે. એટલો કચરો રહેતાં પણ એક લાખ વર્ષમાં અખાત પુરાઈ જાય એવી ગણત્રી છે. આ કચરાને લીધે અખાતમાં કેટલાક ટાપુઓ એવા મોટા બંધાયા છે કે બહુ મોટી ભરતીમાં જ પાણીથી ઢંકાય.
આ જળભળના ભરાવાથી અખાતનો મથાળાનો ભાગ ધીમેધીમે પુરાય છે અને નદીઓના પટ ઊંચા આવતા ગયા છે. અખાતના બીજા કિનારાઓને શી અસર થઈ છે તે આ લેખને વિષય નથી; પરંતુ એમાં વિદ્વાનોમાં મતભેદ છે. ભરતીનું જોર અને નદીઓના સખત પ્રવાહ આ જળમળને ખેંચી જવામાં અગત્યનો ભાગ ભજવે છે. કહેવાય છે કે આ કાદવ છેક લક્ષદ્વીપ અને માલદ્વીપ સુધી જઈ કરે છે અને સિંધુ, ગંગા વગેરે નદીઓના મુખ પાસે નહેરેવાળી ભૂમિ (delta) થઈ છે તેવી ભૂમિ અહીં બંધાતી નથી. પૂર્વકિનારે જમીન બંધાય છે તે પશ્ચિમ કિનારે જોવાય છે. આ કારણથી છેલ્લાં ૧૬૦૦ વર્ષથી અખાત સંબંધી જે હેવાલ મળે છે તે જોતાં તેમાં બહુ મોટા ફેરફાર થયા નથી એમ મનાય છે. પરંતુ નાના ફેરફારો અવશ્ય થયા છે. કિનારા આગળ અને નદીઓનાં મુખ આગળ નવી જમીન બધાય છે અને જૂની ધોવાઈ જાય છે. અખાતને ઇતિહાસ ૧૬૦૦ વર્ષથી આ અખાતના હેવાલ વિદેશી મુસાફરોએ કરેલા જોવામાં આવે છે. ગ્રીક લેખક ટોલેમીના વર્ણન ઉપરથી ખરે ખ્યાલ આવતો નથી. ઉલટું એના ઉપરથી અખાત હતો જ નહિ એમ એક બંગીય વિદ્વાન પ્રતિપાદન કરે છે. તેની વિગત પરિશિષ્ટમાં તપાસીશું. તે પછી પરિપ્લસન લેખક અખાતનું સારું વર્ણન કરે છે. એમાં ખંભાતને લગતું ખાસ ન હોવાથી અહીં વિગત ઉપયોગની નથી. પરંતુ એ સમયે પણ અખાતમાં વહાણ સહેલાઈથી લાવી શકાતાં નહિ, અને અખાતના મુખ આગળ સરકારી ભોમીઆ હેડીઓ લઈ વેપારી વગેરેનાં વહાણોને દોરીને લાવતા. પેરિપ્લેસમાં અખાતને મથાળે મહી નદીનો ઉલ્લેખ છે, પરંતુ ખંભાત માટે એનું વર્ણન ગેટાળાભરેલું છે. દસમી સદીમાં અરબી મુસાફર માસુદી અખાતના કિનારા શહેર અને ગામોથી ભરચક, અને લીલાં ઝાડ તથા ખેતરોમાં મોરપિટ કલ્લોલ કરી રહેતા એવું વર્ણન કરે છે. પંદરમી સદીમાં આવેલ બારસા નામને મુસાફર પણ અખાતને કિનારાનું સારું વર્ણન કરે છે. પરંતુ એણે લખેલાં ગામનાં નામનો આજે પ લાગતું નથી. ભરતીનું વર્ણન તે બધા એકસરખું જ કરે છે. છેલ્લી નામનો મુસાફર લખે છે કે મહી નદીના મુખ આગળ પણ ભય ઘણે છે. ભરતી નરમ હોય કે એટ હોય તે ઘોડા ઉપર નદી તરી શકાય. મેટી ભરતી (bore) આવે તો બચી શકાય નહિ. હાથી પણ એમાં તણાઈ જાય છે. કપડાં પહેરીને જાય તે કપડાં નીકળી જાય છે. ઘેડે બેસીને પણ કપડાં માથે મૂકીને કેટલાક જાય છે. ઇ.સ. ૧૮૧૦ સુધી ભરતી વખતે મેટાં વહાણો છેક સુધી આવી શકતાં. એટ વખતે વચ્ચે થડી નહેર સિવાય જમીન કોરી થઈ જતી. આ વખતે ધોલેરા બંદર વધ્યું, પણ ભાદરનો પ્રવાહ બદલાયાથી જળમળ ભરાયો. ઈ.સ. ૧૮૨૦માં હોમિટન લખે છે કે અખાત પુરાતો જાય છે એમ લોક ભાનતા, પણ ભરતીને વેગ તે ને તે હતો. ગંગવા ઉપર થઈને વહાણ જાય તે ઊંધું જ પડતું.
For Private and Personal Use Only