________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
અભિધાન અને સ્તંભતીર્થ એ ઉચ્ચારસદશ્યથી બન્ને ભિન્ન નગરને એક ધારવાની પાછળના ઇતિહાસલેખકોએ ભૂલ કરી હશે.૧૧ આ ઉપરથી ખંભાત ઈ.સ. ૧૩૧૨-૧૩ એટલે અલ્લાઉદ્દીન ખીલજીના લશ્કરે ગૂજરાત સર કર્યું તે અરસામાં શ્રી સ્તંભન પાર્શ્વનાથનું ધામ બન્યું. તે પૂર્વે નહતું. તાઋલિસ ચંબાવટી
ખંભાતને બી નગરનાં નામો સાથે મેળવી દેવાના જે જે પ્રયત્ન થયા છે તેની ચર્ચા કરી. હવે ખંભાતનાં બીજ ઐતિહાસિક અને પરંપરાગત નામ છે અને તે ખરેખર ખંભાતનાં જ નામ છે તેને વિચાર કરીએ. વિદ્વાનોએ જેમ ઉપરનાં નામો ખંભાતનાં ન હોવા છતાં તેને ખંભાતનાં ગણવા પ્રયત્ન કર્યો તેમ કેટલાંક નામ ખરેખર ખંભાતનાં હોવા છતાં તેને માટે કા ઉઠાવી છે, અને તેમને દંતકથા કહી હસી કાઢયાં છે. તેનું એક નામ તે ત્રંબાવટી અગર ત્રંબાવતી.
- ખંભાત ગેઝેટીઅરમાં ત્રંબાવતી નામ તાંબાના કેટની દંતકથાને બંધ બેસાડવા માટે ક્યું હશે એમ કહી ડૉ. બ્યુલરને મત ટાંકે છે. એ નામ જૈન કે બ્રાહ્મણ ગ્રંથમાં લખેલું નથી એમ લખે છે. શ્રી મનસુખરામભાઈ એ નામ વિશ્વસનીય નથી એમ લખે છે. એક લેખક ખંભાવતી અને ત્રંબાવતી સરખું માની તેના ઉપરથી તામ્રનું તમ્બ અને તેનું અશુદ્ધ ત્રિબ કરી ત્રંબાવતી કે તામ્રવતી કર્યું હશે એમ માને છે.
ખભાતનું ત્રબાવતી નામ ખરું જ છે. એ સંસ્કૃત તાબ્રલિપ્તનું ભ્રષ્ટ રૂપ થએલું છે. સિંહાસનબત્રીસી અને પંચદંડ છત્રપ્રબંધ પ્રમાણે એ નામ વિક્રમ રાજાના વખતનું છે એમ મનાય. એ પ્રબંધોની રચના ગમે ત્યારે થઈ હોય, પણ એમાં વાતેના રૂપમાં નોંધાએલી પરંપરા અર્વાચીન નથી. ગર્દભસેનની વાતને વિક્રમાદિત્યની ઐતિહાસિક વ્યક્તિ સાથે સંબંધ હોય કે ન હોય, પણ વિક્રમના નામનું સાહચર્ય એ પરંપરાને ઈસ.ની છઠ્ઠી સદીની પૂર્વે તો મૂકે જ.૧૩ આ બે ઉલ્લેખે ઉપરાંત પ્રો. અનંતપ્રસાદ બૅનરજી શાસ્ત્રી પૂર્વના તાલુક બંદરની પેઠે પશ્ચિમમાં ખંભાતના અખાત ઉપરના તાલુક બંદરને ઉલ્લેખ કરે છે.૧૪ આપણે એની ચર્ચા પરાણિક પ્રકરણના પરિશિષ્ટમાં કરીશું. ગુજરાતી જૈન વાતો અને પ્રાચીન રાસાઓમાં “તામલિતિ’ તાસ્ત્રલિપ્તિ બંદર દક્ષિણ દિશામાં૧૫ હેવાને ઉલ્લેખ કરે છે. એ ગૂજરાતના જૈન લેખકે પૂર્વમાં રહેલા તામ્રલિતને ઉલ્લેખ નહિ પણ તે વખતના ગુજરાતની
૧૧ જિનહર્ષગણિત વત્તાત્રચરિત્રમાં વસ્તુપાલ તંભતીર્થના સંઘને લઈ સ્તંભનકમાં પાર્શ્વનાથને નમવા જાય છે એથી પણ ભિન્ન સિદ્ધ થાય છે. ૧૨ ખંભાત ગેઝેટીઅર, મુંબઈ–પૃ. ૨૧૨ અને નેધ. ૧૩ જુઓveber સંપાદિત Indishestudienvol. XVp.252.એમાં સિસિનzáરિાવા વિશે લખતાં સાબરમતી
અને મહી નદીઓની વચ્ચે તામ્રલિપ્તિનો ઉલ્લેખ કર્યો છે. ૧૪ અનંતપ્રસાદ બૅનરજી શાસ્ત્રીનું Asur in India. આ નિબંધમાં શાસ્ત્રીજીએ સંસ્કૃતિની પેઠે ભેગેલિક નામો પણ હિંદના પશ્ચિમોત્તર ભાગમાંથી પૂર્વ અને દક્ષિણમાં ગયાં છે એવા અર્થને સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો છે. પિરાણિક ઇતિહાસના પરિશિષ્ટમાં એની ટૂંકી ચર્ચા ખંભાતના સ્થળને અને ગુજરાતના કિનારાને લગતી હશે તેટલી કરીશું. ૧૫ આ ઉલ્લેખ રા. ભીમજી માણેકે છપાવેલા પ્રાચીન જૈન રાસાઓની વાતોમાં આવે છે.
For Private and Personal Use Only