________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
UUSUVUUSAUNA
પ્રકરણ ત્રીજું અભિધાન
ખંભાતનાં નામ
છે ઈ સ્થળના નામ ઉપરથી જ જોતાં તે નામ પડવાના કારણ માટે ચર્ચાને સ્થાન રહેતું O નથી. કોઈ સ્થળને માટે ટૂંકી ચર્ચાથી ખુલાસે થઈ જાય છે. ખંભાતને માટે એવું નથી એ એના ઇતિહાસની એક વિચિત્રતા છે એટલે ખંભાત નામ પડવાનું કારણ અને ખંભાત શહેરનાં બીજ નામ વગેરે મળી ખાસ નામ-અભિધાન માટે જ એક આખું પ્રકરણ અને એક પરિશિષ્ટ લખવાનું પ્રાપ્ત થાય છે. ખંભાત નામ વિશે ગુજરાતના અગ્રગણ્ય વિદ્વાનોમાં એક વખત એટલી લાંબી ચર્ચા થએલી છે કે એવી ચર્ચા બીજા કેઈ ભેગોલિક સ્થળના નામ માત્ર ઉપર ભાગ્યે જ થએલી જોવામાં આવે. આપણી ઐતિહાસિક પરંપરાની એવી રીત છે કે કોઈપણ સ્થળની પ્રાચીનતા સિદ્ધ કરવા માટે એનાં ચાર યુગનાં ચાર જુદાં નામ આપી એને પૌરાણિક એપ ચઢાવે. પરંતુ ખંભાતે એ યુગાંતરની પ્રાચીનતાનો બાહ્ય આડંબર કર્યા વગર ચાર કરતાં વધારે નામ ધારણ કરેલાં છે. એનાં ખંભાત-ખંભાયત, સ્તંભતીર્થ, ત્રંબાવતી–તામ્રલિપ્ત, મહીનગર, ભોગવતી, પાપવતી, કર્ણાવતી એ પ્રમાણે સાત નામ છે. એટલે મુખ્ય નામ ખંભાત અને બીજાં નામોનો સવિસ્તર વિચાર કરવાની આવશ્યકતા છે.
ખંભાતનાં આ નામમાં સ્તંભતીર્થ એ સપ્રમાણ ગ્રંથો અને લેખોમાં વપરાતું નામ છે; તામ્રલિત અને મહાનગર એ પિરાણિક જણાય છે; અને બાકીના લોકની પરંપરાથી પ્રાપ્ત થએલાં છે. એનો વિચાર કરતાં પહેલાં હાલના ઇતિહાસલેખકોએ કેટલાંક નામ ભ્રમથી દાખલ કરેલાં છે તેને માટે ટૂંકામાં વિવેચન કરવું પડે તેમ છે. ગજની ખંભાતની જગ્યાએ નહોતું રાસમાળાને આધારે ખંભાત ગેઝેટીઅરના લેખક કહે છે કે વલભીના સમયમાં મહી નદીના મુખ ઉપર ગજની નામનું નગર હતું અને વલભી રાજ્યનું એ સારું બંદર ગણાતું. કર્નલ ટૉડ લખે છે કે ગજની કે ગાયની ખંભાતથી ત્રણ માઈલ છેટે હતું અને ખંભાતનાં જૂનાં નામોમાં એ નામ પણ કહેવાતું. વલભીપુર સાથે એ પણ લૂંટાયું ત્યારે ત્યાંનું રાજકુટુંબ ગજનીમાં આવી રહેલું હતું. બાપા રાવળે મુસલમાન પાસેથી એ જીતી લીધું. ઈ. સ. ૮૧૦ સુધી ખંભાતનું નામ ગજની હતું. બાપા
૧ વસંત સં. ૧૯૬૯-૭૦ અને બુદ્ધિપ્રકાશ ઈ.સ. ૧૯૧૫ના અંકમાં સાક્ષર શ્રી નરાસહરાવભાઈ, સ્વ. શ્રી તનસુખરામભાઈ અને શ્રી સી.ડી. દલાલ વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. ૨ મુંબઈ ગેઝેટીઅર છે. ૬, પૃ. ૨૧૩, . ૨.
For Private and Personal Use Only