________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારિકાક્ષેત્ર અને પરાણિક ભૂગોળ એ ખંડનું નામ આપે છે, અને તે કુમારી દ્વીપ અગર કુમારી ખંડ. આ નામ કવિ રાજશેખર અને ભાસ્કરાચાર્ય આપે છે. બાકીનાં નામમાં કોઈ ફેર નથી. એટલે બધાં પુરાણમાં ફક્ત સ્કંદપુરાણ એને કુમારિકા ખંડ જૂદો લખવાને હેવાથી કે ગમે તે કારણથી કુમારિકા ખંડ કે દ્વીપ નામ આપે છે અને ઉપરના બે લેખકે પણ એ નામ આપે છે. એટલે સાગરસંવત ખંડ તે કુમારિકા ખંડ છે એ સિદ્ધ થાય છે. કુમારી દ્વીપ હિંદુસ્તાનની પૈરાણિક ભૂગોળ લખનારાઓ આ કુમારિકા ખંડ અગર સાગરસંસ્કૃત દ્વીપ એ ભારતવર્ષીય હાલનો ભરતખંડ એમ સપ્રમાણ માને છે. દરેક પુરાણ આ નવે ખંડનાં નામ માત્ર આપી અંતર્ગત વિગત તો માત્ર નવમા કુમારી દ્વીપની જ આપે છે. રાજશેખરે આપેલી એ ખંડની વિગત એને હાલનો ભરતખંડ સિદ્ધ કરવામાં ટેકો આપે છે. આ બાબતમાં ફક્ત સ્કંદપુરાણાંતર્ગત કુમારિકા ખંડ જૂદો પડે છે; અને કૈમારિકા ખંડ આખો કુમારિકાક્ષેત્ર અથવા ખંભાતના સ્થળના વર્ણનમાં લખવાનો હોવાથી બીજા પુરાણેથી એને જૂદું પડવું પડે છે. એટલે સ્કંદપુરાણું પારિયોત્ર પર્વતની પશ્ચિમના ભાગને જ કુમારિકા દ્વીપ ગણે છે. પરંતુ ખંભાતનું સ્થળ એ કુમારીકા ક્ષેત્ર છે એ માન્ય રાખીએ તો પણ પુરાણોને કુમારિકા ખંડ એ તે ભારતવર્ષીય ભરતખંડ આ જ છે એ સિદ્ધ થએલી વાત છે. એટલે કુમારિકા ક્ષેત્રના સ્થળની પરંપરાને અવળી સમજી પુરાણોના કુમારી દ્વીપને તેની જગ્યાએ એટલે પશ્ચિમ હિંદ તરીકે મનાવવાને સ્કંદપુરાણના લેખકને પ્રયત્ન છે. એટલે એ આખીયે પરંપરાને અર્થ એટલો જ થાય છે કે કુમારી દ્વીપ એટલે ભરતખંડમાં ખંભાતનું સ્થળ કુમારિકા ક્ષેત્ર કહેવાયું અને મુખ્ય દેશના નામનું ક્ષેત્ર કહેવડાવવા પૂરતું તે સમયના હિંદુસ્તાનની
૩ રાજશેખરકૃત અવ્યમીમાંસા પૃ. ૨. તત્રેઢું મારતં વર્ષમચા નમે તે પછી ઇન્દ્રાદિ ક્રમથી આઠ દ્વીપ ગણાવી કુમારી પથાર્થ નવમ: એમ સ્પષ્ટ લખે છે. અને વધારામાં ઉમેરે છે કે સત્ર જ ગુમાવી પે-વિંધ્ય% પરિપત્ર કુનિવૃક્ષપર્વતઃ | મહેન્દ્રસ્થમથા: સëતે પર્વતા: | કુમારી દ્વીપને આ ઉલ્લેખ અને એમાંના સાત કુલ પર્વતો જે હિદુરતાનના પર્વતો છે, મારી દ્વીપ એટલે એકલો ગુજરાત રાજપુતાના નહિ પણ આખે ભરત ખંડ વ્યક્ત કરે છે. ૪ wilson's Vishnu Purana | p. 110-112 Note. એ નંધમાં પિરાણિક ભૂગોળ માટે ભાસ્કરાચાર્યને મત આપેલો છે. ૫ વધુ વિગત માટે કનિંગહામકૃત પ્રાચીન હિંદની ભૂગોળની પાછળ સુરેન્દ્રનાથ મઝમુદારે આપેલું પરિશિષ્ટ ૧. ૬ જુએ ઉપરની નેધ ૩. ૭ ક. ૫. કે. ખ, અધ્યાય ૩૯. સિંહલદ્વીપના રાજા ભદેવના પુત્ર ભરતના પુત્ર શતશૃંગને આઠ પુત્ર અને એક કુમારિકા પુત્રી એમ નવ સંતાન હતાં. કુમારિકાનું મુખ બકરીનું હતું. પૂર્વાવતારમાં એક બકરીનું શરીર મહીસાગર સંગમમાં પડેલું પણ મુખ જાળામાં ભરાઈ રહેલું તેથી બકરી પિતાનું મુખ રહેવા દઈ કુમારિકા થઈ. આ વાતનું જ્ઞાન થતાં બકરીનું મુખ જાળામાંથી કાઢી મહીનાં જલમાં નાંખતાં કુમારિકા સર્વાંગસુંદર થઈ અને મહી સંગમતીર્થમાં શિવની આરાધનામાં સમય વ્યતીત કરવા આવીને રહી. વખત જતાં રાજાએ ભારતના નવ ખંડ પાડી રમાઠ પુત્રોને નામ પ્રમાણે અને કુમારિકાને કુમારી દ્વીપ આપે. એ આઠ પુત્રોને નવનવ પુત્રો થતાં તેમની કાઈ કુમારિકાએ નવે ખંડના ૭૨ ભાગ પાડી સર્વેને વહેંચ્યા. એ જાતની કથા એ અધ્યાયમાં છે.
For Private and Personal Use Only