________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય વર્ણન જેરવાળા હોય છે કે જ્યાં કેરી જમીન હોય ત્યાં ક્ષણમાં પાણી પાણી થઈ રહે છે અને વહાણ ચાલે તેવું પાણી હોય ત્યાં ક્ષણમાં કેરી જમીન થઈ જાય છે. આવી ભરતી અમાસ, પૂનમ અને બીજત્રીજના જુવાળ વખતે આવે છે; આઠમના જુવાળ વખતે નથી આવતી. મહી અને સાબરમતીમાં પણ આ ભરતીની અસર ભારે થાય છે. અખાતના મથાળા પાસે ચેડા માઈલમાં ભરતીનાં મે જ મોટા ઘુઘવાટ સાથે મોટી ભીંત ધસી આવતી હોય તેવાં, અસાધારણ ઝડપથી આવે છે, અને તેને લીધે રેતીના મોટા ઢગ (bore rocks) થઈ ગએલા છે. આ ભરતીથી પુરપાટ દોડતો ઘેડ પણ બચી શકતું નથી એવું એનું જોર છે. એક મુસાફરે જીવ લઈ નાસત કુતરો તણાઈ ગયાનું વર્ણન કરેલું છે. અખાતનું પુરાવું ખંભાતનો અખાત એમાં મળતી નદીઓના જળમળથી કેવી રીતે પુરાય છે એને ઇતિહાસ રસમય છે. ખંભાત બંદરની ચઢતી પડતી ઉપર એ બીનાએ ઘણી અસર કરેલી છે. હિંદુસ્તાનની ભેગોલિક રચનામાં આ અખાત એ એક વિચિત્રતા છે. ખરી રીતે એ એક મોટી નદીનું પહોળું થઈ ગએલું મુખ છે, જેની ચર્ચા પરિશિષ્ટમાં કરીશું. એના વિસ્તારના પ્રમાણમાં એમાં જેટલી અને જેવડી નદીઓ મળે છે તેટલી અને તેવડી નદીઓ એટલા વિસ્તારમાં બીજે ક્યાંય ભાગ્યે જ પડતી હશે. આ ઘટના અખાતનું સ્વરૂપ ફેરવવામાં મુખ્ય કારણભૂત બનેલી છે.૧૩
અખાતના આટલા નાના વિસ્તારમાં ગૂજરાતમાંથી સાબરમતી, મહી, ઢાઢર, નર્મદા અને તાપી પિતપોતાની સહચરી નદીઓ સાથે આવીને મળે છે. કાઠીઆવાડમાંથી સુખભાદર, કાલુભાર, ઉતાવળી અને શેત્રુંજી પિતાનાં પાણીને જ લઈ મળે છે. આ નદીઓ જે પ્રદેશમાં થઈને આવે છે તેને કુલ વિસ્તાર ૮૩,૦૦૦ ચોરસ માઈલ છે અને એમાં સરેરાશ વરસાદ ૩૬ ઈંચ પડે છે. એક ઈંચ વરસાદે એમાંથી ૭૧,૦૬,૮૮,૨૨,૩૩૧ ટન પાણી ભેગું થાય છે. એટલે ૩૬ ઈચ મેસમનો પૂરો વરસાદ પડે તો ૨,૫૫,૮૪,૭૬,૦૩,૯૨૦ ટન પાણી અખાતમાં આવે. અતિવૃષ્ટિના વરસમાં શું થાય તેની કલ્પના કરી લેવાની. એમ કહેવાય છે કે પૃથ્વી ઉપર વરસતા પાણીમાંથી 3 નદીઓ ભારફતે દરિયામાં જાય છે અને બાકીનું શોષાઈ જાય છે. જે આ બધા આંકડા અને હિસાબ ખરા હોય તે ઉપરની નદીઓના પ્રદેશમાં મોસમનો સામાન્ય વરસાદ પડે તોપણ ૮૩૦ ચોરસ માઈલ વિસ્તારનું અને ૧૦૦ ફીટ ઊંડું એટલે ખંભાતના અખાતના ત્રીજા ભાગ જેવડું સરોવર ભરાઈ રહે.
ઈજનેરએ કરેલા અખતરાથી સમજાય છે કે એક શેર પાણીમાં ૦ ૦ ૪૫ જેટલો કાદવનો કચરો (silt) આવે છે. એ રીતે ખંભાતના અખાતમાં દર માસે ૮૫,૨૮,૨૫,૩૪,૬૪૦ ટન પાણી આવે અને સાથે તે ૩૮,૩૭,૭૧,૪૦૫ ટન કાદવ લાવે. એટલે વધુ ગણત્રી કરતાં જણાય છે કે આ ક્યારાને ૧૦ ફીટ ઊંચે ૩૬ ચોરસ માઈલ જેવડે ટાપુ બની રહે. ખંભાતના અખાતનું ક્ષેત્રફળ ૨૪૫૦ ચોરસ માઈલ છે, અને ઓટ વખતે તે ૨૦ વામ ઊંડો છે. એટલે જેટલો કાદવ આવે
૧૩ ભરતીનું આ મહું માનું bore અખાતમાં સાંકડી જગ્યામાંથી એકાએક ચઢે છે. ખંભાતથી ૧૧ માઈલ bore rocks આગળથી આ ભરતી શરૂ થાય છે. પૂર્વે ગંગવા અને પશ્ચિમે ઘોલેરાની નીચે bore નથી. વરસાદની મેસમમાં દિવસે આવે છે અને બીજી મોસમમાં રાત્રે આવે છે.
For Private and Personal Use Only