________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય વર્ણન કરીને માતર તાલુકાનું વરસાદનું પાણી આવે છે, અને ખેડા જીલ્લાના વરસાદનાં પાણીના નિકાલનાં સાધનોમાં અલંગની નહેરને ખાસ ગણવામાં આવે છે. ખેડા અને અમદાવાદ જીલ્લાના ઢાળ દક્ષિણ તરફ નથી પણ પશ્ચિમ તરફ છે, એટલે ખેડા જીલ્લામાંથી આવતું પાણીનું પૂર ખંભાત રાજ્યનાં દક્ષિણ-પશ્ચિમનાં ગામને હરકત ન કરે તે માટે પણ અલંગની નહેરનું મહત્ત્વ મેટું છે. અલંગની નહેર સાબરમતીનું પાણી નાસર તળાવમાં અને ખેતીના કામમાં લેવા માટે બનાવેલી છે. અલંગ નામ શાથી પડયું તેનો ખુલાસો થઈ શકતો નથી. ભૂમિવિભાગ ખંભાતની ભૂમિના ત્રણ વિભાગ પડે છે. પૂર્વ તરફને મહીના તટપ્રદેશનો ભાગ ચોતરમાં ગણાય છે. તે ફલપ અને ઝાડપાનથી સમૃદ્ધ છે. ગામ સારાં અને વસ્તીવાળાં છે અને મુલક બગીચા જેવો લાગે છે. બીજો વિભાગ અલંગ કહેવાય છે. તે અલંગની નહેરની આસપાસનો મુલક છે. ત્રીજા વિભાગને “બહારા' કહે છે. તે રાજ્યની પશ્ચિમ તરફ સાબરમતીના કિનારા તરફ આવેલો છે. તેના ઉત્તર ભાગમાં ઘઉં થાય એવી સારી જમીન છે. દક્ષિણ તરફ વસ્તી આછી છે. આ વિભાગ ચોમાસામાં છવધતે પાણીથી ભરેલો રહે છે અને આવજા કરવા માટે ઘણી મુશ્કેલી પડે છે. ખંભાતનું રણ
ખંભાત સંસ્થાન અને કાઠીઆવાડની વચ્ચે સાબરમતીના મુખથી શરૂ થઈ ૩૫ માઈલ ઉત્તરમાં વધતી ભભૂમિને ખંભાતનું રણ કહે છે.૧૦ ચોમાસામાં મેટા જુવાળ વખતે અને દક્ષિણને પવન સખત વાતો હોય ત્યારે રણના મોટા ભાગ ઉપર પાણી ફરી વળે છે. રણને નીચલો ભાગ દરિયાને
૭ વધુ વિગત માટે જુઓ ખેડા ગેઝે. પૃ. ૬થી ૧૧ અને ખેડા જીલ્લાના વરસાદના પાણીના નિકાલને નકશો (Drainage Map) પૃ. ૧૪. ૮ અલંગ અથવા અલિંગની નહેરને માટે એક દંતકથા ચાલે છે. એમ કહે છે કે બે વહેવાઈ વચ્ચે વાદ થતાં સાબરમતીમાંથી સોપારીનાં વહાણ ભરી ખંભાત લાવવાની વાત મમત ઉપર ચઢી અને અલંગની નહેર ખોદીને વહાણ ખંભાત આવ્યાં. વહાણ લાવવા માટે નહેર દાચ એ બનવાજોગ નથી. વહાણ સાબરમતીમાંથી અખાતમાં થઇ આવી શકે. નહેર હોય અને તેમાં નાનાં હેડકાં મારફત રસ્તો ટૂંકે પડે તેથી માલ આવ્યો હોય તો તે બનવાજોગ છે. ખરી વાત તે સાબરમતીનું પાણી ઉપયોગમાં લેવા માટે એ નહેર છે. ૯ અલગ અગર અલિંગ નામ વિદેશી હશે એમ મનાય છે. ખંભાતમાં એક મહિલાનું નામ અલિંગ છે. ખંભાતના અખાતને કિનારે ભાવનગરની હદમાં અલંગ નામનું ગામ છે. કદાચ અલંગની નહેરને કિનારે પૂર્વે એવું કઈ ગામ હોય કે એવા ગામ આગળથી નહેર નીકળતી હોય ને એ નામ પડવું હોય તે બનવાજોગ છે. ૧૦ વધુ વિગત માટે જુઓ કાઠીઆવાડ ગેઝેટીઅર પૃ. ૭૭-૭૮; કાઠીઆવાડ સર્વસંગ્રહ પૃ. ૩૪; ઈ.સ. ૧૮૫૫માં એક Dr. Buist આ રણના ઉપલા ભાગમાંથી પસાર થએલો તેણે તેનું સારું વર્ણન કરેલું છે. ગાડાની ઘરડ સિવાય તેમાંથી જવાના બીજા રસ્તા નથી. પાણી સુકાયા પછી એ ઘરડે એવી થઈ જતી કે સે વાર છેટે ચાલતાં ગાડાં એકબીજાને દેખી શકતાં નહિ. કેરી રૂતુમાં પણ ઘાસનાં સુકાયલાં મૂળીઆને લીધે ધરડને રસ્તો સખત રહેતો. વર્ષમાં છ મહીના રણ દુર્ગમ અને કાદવથી ભરેલું (impassable swamp) થઈ રહેતું. ત્યાં પવન બીલકુલ નહિ અને તાપ અસહ્ય હતો.' વીરમગામ વઢવાણની રેલવેની સડક આ રણના મથાળે થઈ જાય છે. જ્યારે ૧૮૫૫માં રણની આ સ્થિતિ હતી તો આગળ કેમ હશે તેની કલ્પના થઈ શકે.
For Private and Personal Use Only