________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ પહેલું સામાન્ય વર્ણન
૫ મીના પિતા સમુદ્રની છોળેથી ધોવાત ગુજરાતને કિનારે જુઓ. ગુજરાતના એક
ઇનકશા ઉપર દષ્ટિ નાખો. અરબી સમુદ્રની શાખા જેવા ખંભાતના ઉપસમુદ્રને મહી અને સાબરમતી–તેની બે પત્નીએ-એક સાથે જાણે હાથમાં સુવર્ણ કળશ લઇને મળવા જતી હોય એવું ખંભાતનું સંસ્થાન દેખાય છે.
આ સંસ્થાનની પ્રાચીન સ્વરૂપની ઐતિહાસિક હદ નકકી કરવી બહુ મુશ્કેલ છે. હાલ તે તેની ઉત્તરે ખેડા જીલ્લાને માતર તાલુકે, પૂર્વે બોરસદ અને પેટલાદ તાલુકા, દક્ષિણે મહીસાગર અને ખંભાતના અખાત, પશ્ચિમે સાબરમતી નદી, એ પ્રમાણે આવેલું છે. એની રાજકીય સરહદ એકસરખી નથી. ખંભાત રાજ્યનાં ગામડાં બાજુના તાલુકામાં અને તે તાલુકાનાં ગામડાં ખંભાતની હદમાં છુટાં વેરાએલાં છે. સરહદ પશ્ચિમે પંદર માઈલ, વાયવ્યમાં અઢાર માઈલ, ઉત્તરે દસ માઈલ અને પૂર્વે બાર માઈલ સુધી જાય છે.
ખંભાતનું સ્થળ ગુજરાતની ભૂમિમાં એવી જગ્યાએ છે કે એને સૈરાષ્ટ્રમાં ગણવું, કે આનર્તગુજરાતમાં ગણવું, કે લાટમાં ગણવું એ નક્કી કરવું પણ મુશ્કેલ જ છે. આ ત્રણે દેશની સામાન્યરીતે મનાતી હદને અડીને એ સ્થળ એવી રીતે આવી રહેલું છે કે એને ત્રણેમાં ગણી શકાય. એને વિચાર આગળ કરીશું.
હિંદુસ્તાનમાં એના પશ્ચિમ ભાગની અને પશ્ચિમ ભાગમાં ખંભાતના અખાતથી સીધા ઉત્તરમાં જતા મારવાડના રણ સુધીના પટાની ભેગોલિક પરિસ્થિતિમાં કુદરતે એટલા અને એવા મોટા ફેરફારે કરેલા છે કે એ વિભાગની ખરેખરી પ્રાચીન સ્થિતિ જાણવી એ સમુદ્રમંથન કરવા જેવું છે. એ જાણવા માટેનાં સાધનને એવો તે લોપ થઈ ગયા છે કે ચેકસ આધાર અને સાવચેતીથી કરેલા નિર્ણય પણ અનુમાન માત્ર જ રહેવાના. પરંતુ ખંભાતનું સ્થળ આ બધા વિભાગનું એક વખત કેન્દ્રસ્થાન હતું એમ જણાય છે તેથી એને વિચાર પણ આગળ કરીશું. એ માટે ખંભાતની દક્ષિણે આવેલો તે જ નામને અખાત અને ઉત્તર-પશ્ચિમે આવેલી કચ્છના રણ બાજુ વધતી ખંભાતના રણને નામે જાણીતી મભૂમિ, તથા સાબરમતી ને મહી એ બે નદીઓ, એટલાનું સ્થળ વર્ણન કરવું જરૂરનું છે. મહી નદી માળવામાંથી નીકળી મહી નદી ૩૫૦ માઇલ વહીને ખંભાતના અખાતને મળે છે. ખંભાત શહેર મહી નદીના મુખની પાસે જ આવેલું છે. જેમાસામાં આ નદીનું જોર ઘણું રહે છે, પણ વહાણ
૧વિસ્તૃત વર્ણન માટે જુઓ, ખેડા ગેઝેટીઅર, પ્ર. ૧લું.
For Private and Personal Use Only