________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂમિકા
૨૩
પહેલાં માથું ઊંચું કરી સ્વતંત્રતા મેળવી હતી એટલા સહેજ ફેર છે. માનીનખાન પહેલા અને મેામીનખાન બીજાએ અમદાવાદની ગાદી હાથ કરી ગૂજરાતનું આધિપત્ય, અસ્ત થતી મેાગલાઈ વખતે મેળવવામાં આવ્યું શૂરવ બતાવ્યું નથી. પરંતુ દેશ અને કાળમાં, હિંદુસ્તાનમાં બધે કાળ એક હતા, દેશ પ્રાંતે પ્રાંતે જુદા હતા. જે સંન્હેગાએ નિઝામને દક્ષિણમાં મારું રાજ્ય હાથ કરવામાં સહાય કરી તે સંન્હેગાએ મેામીનખાનને ગૂજરાતમાં મોટું રાજ્ય સ્થાપવામાં સહાય ન કરી. ઈ. સ. ૧૭૬૧ની પાણીપતની નાશકારક છેલ્લી લડાઈ પછી હિંદભરમાં સત્તાવાળા રાજા અને સરદારાની જે સાતતાલીની રમત ચાલી તેમાં, જે જ્યાં દાવ આવતાં બેઠા હતા તે ત્યાંના માલિક થઇ પડયો, એ પછી પણ પ્રાંતપ્રાંતની રાજકીય અને સામાજિક પરિસ્થિતિએ ધણા ભાગ ભજવ્યેા. ગુજરાતમાં એક રીતે રાજકીય અને સામાજિક પરિસ્થિતિ દક્ષિણ કરતાં જુદી હતી. મરાઠા સત્તાનું એઠું વધતું શેર તે બંને જગ્યાએ હતું; પરંતુ નાના નાના સ્વતંત્ર રાજાઓ અને હકારા, કે જેમને તે વખત સુધીની દરેક સાર્વભૌમ રાજસત્તાઓએ પ્રતિવર્ષ પેશકશી લેવા જઈ તલવારની અણીથી વશ રાખેલા અને સત્તાએ નરમ પડતાં જે પુનઃ સ્વતંત્ર થઇ લડવા તૈયાર થતા, એવા રાજા-નાકારા, દક્ષિણમાં થાડા હતા. આ વાત મેટા પણ સામાન્ય જમીનદારેાને લાગુ પાડવાની નથી; સત્તાવાળા રાજાએને લાગુ પાડવાની છે. ગુજરાતમાં એવા રાજાએ કેટલા હતા એ તા આજે પણદેખાય છે. અહીં સામાજિક પરિસ્થિતિ પણ દક્ષિણથી જુદી હતી. જેમની આગળ મધ્યકાલિન રજપૂત સમયથી આજ લગી અનેક રાજસત્તાએ નમેલી એવી મહાજને થી સુઅ‚ વેપારી મધ્યમ વર્ગની આલમ (middle class) ગુજરાતમાં જેટલી વ્યવસ્થિત અને સુગઠિત હતી તેટલી દક્ષિણમાં નહેાતી. આ કારણેાથી જેટલી સહેલાઈથી મેગલાઇના અસ્ત પછી દક્ષિણમાં મેટું રાજ્ય સ્થપાયું તેટલી સહેલાઇથી ગૂજરાતમાં સ્થપાવું શકય નહેતું. આ જ કારણેાને લીધે અનેક રાજસત્તા બદલાયા છતાં ગુજરાતમાં પ્રાચીન રાજવંશે। જેટલા પ્રમાણમાં છે તેટલા ખીજા પ્રાંતામાં નથી, અને કઈ સાર્વભૌમ સત્તાએ ગૂજરાતને આખું તદ્દન ખાલસા કર્યું નથી. આ દૃષ્ટિએ જોતાં નિઝામ અને ખંભાતના રાજ્યના સ્થાપકાનાં મહત્ત્વ સરખાં છતાં કાર્યક્ષેત્ર જુદાં એટલે દેખીતા ભેદ રહ્યો. ઐતિહાસિક સંજોગેાની સરખામણીની ષ્ટિએ તે ખંભાતનું રાજ્ય નાનું છતાં એનું મહત્ત્વ નિઝામના રાજ્ય કરતાં કાંઈક વધારે દેખાય; અને ધાર્મિક, આર્થિક, સામાજિક તથા રાજકીય એ બધી દષ્ટિએ પ્રાચીન કાળથી આજ સુધી ખંભાતના ઇતિહાસ રસમય અને મહત્ત્વપૂર્ણ ગણી શકાય.
For Private and Personal Use Only