________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
ભૂમિકા
આથી ઊલટું અનૂપદેશ, ભૃગુકચ્છ, પ્રભાસ, સુરાષ્ટ્ર, આનર્ત વગેરે નામો ઘણાં પ્રાચીન છે. આ નામ કિનારાને લગતાં છે એમ કહીને અંદરનો ભાગ વેરાન હતો કે અપ્રસિદ્ધ હતું એમ પણ કેટલાક કહે છે તે શી રીતે મનાય? કોઈ દૈવી વેગથી સિંધુથી મગધ સુધીને પ્રદેશ ખાસ કરીને આપણી ધાર્મિક પ્રવૃત્તિ અને સંસ્કૃતિના કેન્દ્રરૂપ થઈ પડશે,–વેદકાળ પછી પણ તેમ જ ચાલુ રહ્યો. આપણે પ્રદેશ અને કિનારો તે વખતે એટલો જ પ્રસિદ્ધ, છતાં વેપાર જેવા તે વખતે હલકા ગણાતા અસુરના કાર્યક્ષેત્ર તરીકે મનાવા લાગે. કમનસીબે હાલ જે જે અધુરી નેધ મળી આવે છે તેના લખનાર પણ ગંગાયમુનાના મધ્યપ્રદેશને ધ્યાનમાં લઈ લખતા અને ઘણા લખનાર ત્યાંના રહેવાસી પણ હતા. આપણા પ્રાંત બાજુ જનારને પણ પ્રાયશ્ચિત્ત આપી ફરી સંસ્કાર આપવાનું શાસ્ત્રકારોએ યોજ્યું હતું; એટલે સ્વાભાવિકરીતે જ આપણી બાજુના ભાગના ઉલ્લેખો ઓછા આવે. કિનારાનાં નામો તે પ્રાચીન છે એમ બધા કબૂલ કરે છે. તે કહેવાનું એટલું જ છે કે આપણા પ્રાંતના મુખ્ય વ્યવસાયનું કેન્દ્ર કિનારો જ હતો, એટલે એની જ નોંધ વધારે હોય. માણસના શરીરનું પગથી માથા સુધીનું ઝીણું વર્ણન એની પાસે જ રહેનારા સારી રીતે કરી શકે; પણ ઊડતાં વર્ણન અગર દૂર રહેનારાએ કહેલાં વર્ણન, મુખ અથવા ચહેરાનાં વર્ણન હોય. પરંતુ એકલા મુખનું વર્ણન હોય તો બીજા અવયના વર્ણનના અભાવથી એ અવયવોને અભાવ સિદ્ધ કરાય નહિ. એટલે કિનારાના પ્રાચીન ઉલ્લેખો મળે તો અંદરના પ્રદેશના ઉલ્લેખના અભાવથી એ પ્રદેશ વેરાન હતો એમ કહેવાય નહિ. મહેન–જો–ડેરેના શોધકે એ એટલું તો સિદ્ધ કર્યું છે કે ત્યાંના ખોદકામમાંથી છેક છેલ્લા પડમાંથી જે વસ્તુઓ મળી તે ઈ.સ. પૂર્વે ૩૧૫૦ પહેલાં ની હતી; અને એવી એક સમાન સંસ્કૃતિનું ક્ષેત્ર સિંધુથી ખંભાતના અખાતની પૂર્વે નર્મદાના મુખપ્રદેશ સુધી ગણાય એવાં ચિહ્નો મળેલાં છે. આ બધી ચર્ચા અને વેદ-પુરાણનું હાલનું નવું દષ્ટિબિંદુ એ બધું ધ્યાનમાં લઈ ગૂજરાતના કિનારાની પ્રાચીનતા, અસુરોનું સ્થાન, સરસ્વતીનો પ્રવાહ એ બધાની ચર્ચા ઉપર નજર કરવાની જરૂર છે. તે સાથે ખંભાતના સ્થળની પ્રાચીનતા અને આ ભૂમિવિભાગમાં રહેલી એની કેન્દ્રસ્થ મહત્તાનો વિચાર પણ કરવાની જરૂર છે. ખંભાતનું નામ અમુક સદીના ઉલ્લેખોથી પૂર્વે મળતું નથી માટે બીજે કોઈ નામે એને ઇતિહાસ હશે જ નહિ એમ ધારવું તે યોગ્ય નથી.
આ પ્રાચીન સમયને ઇતિહાસ ઉપલભ્ય પ્રાચીન સાહિત્યના ઉલ્લેખોથી ઉપજાવવાને છે. કોઈ નવું સબળ પ્રમાણ મળે તે એમાં ફેરફાર પણ કરવો પડે. વચ્ચે એવા મેટા સમયના ગાળા આવી જાય છે કે એવા સમય માટે કાંઈ કહેવાનું મળતું પણ નથી. ગુજરાતના ઇતિહાસના ક્ષેત્રના સમયમાં ખંભાતના સ્થળ માટે કાંઈ કહી શકાય તેવું મળ્યું નથી. મધ્યકાલિન રજપૂત સમયનાં સાધનો તો પ્રસિદ્ધ છે અને તે આપણા પ્રાંતમાં જેવાં અને જેટલાં મળે છે તેવાં બીજા કોઈ પ્રાંતને ઇતિહાસને માટે ભાગ્યે જ મળે; જોકે હાલની ઇતિહાસલેખનની વિદ્યા તે એ સાધનોને અપૂર્ણજ ગણે.
મુસલમાન સમયથી તવારીખમાં સાલવારીની સચોટતા ઠીક જળવાઈ છે. એ સમયની હિંદુસ્તાનને લગતી તવારીખમાં પણ આપણા પ્રાંતને લગતું ઘણું મળે છે. પરંતુ આપણા પ્રાંત માટે
For Private and Personal Use Only