________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂમિકા સામગ્રી ભેગી કરવી પડે. પરંતુ આ દિશાએ નજર કરવાની હવે જરૂર છે એટલું કહેવાનો અહીં માત્ર ઉદ્દેશ છે. આ ગ્રંથમાં જે પરિશિષ્ટો આપેલા છે તેમાં એ દિશાએ સામાન્ય દષ્ટિ માત્ર કરેલી છે; કેઈ છેવટનું સત્ય કહેવાને દાવો કરેલ નથી. કોઈને કાંઈ નવું કહેવાનું મળે અને એ નિમિત્તે કાંઈ જાણવાનું પણ મળે એ ઈરાદાથી પૌરાણિક અને બીજી સામગ્રી વાંચનારની આગળ નજર કરેલી છે.
અહીં એટલું પણ કહેવું જોઇએ કે ઋગ્વદની પ્રાચીનતાની સાથે અથર્વવેદની પ્રાચીનતા અને એના ઐતિહાસિક તત્વ ઉપર દૃષ્ટિ કરવાની જરૂર છે. આતર વણનો-ખાસ કરીને અસુર જાતિની સંસ્કૃતિનો ઈતિહાસ ઋગ્યેદ કરતાં પણ કદાચ અથર્વવેદમાંથી વધારે મળે. અથર્વવેદની વ્યાપતા ભરતખંડ કરતાં કદાચ ઘણા વિશાળ ક્ષેત્રમાં હોય એમ હવે વિદ્વાનોને જણાયું છે. અથર્વવેદની સંસ્કૃતિને છેક ઍસિરિયા સુધી પણ સંબંધ હોય એમ લોકમાન્ય તિલક જેવા વિદ્વાનને લાગ્યું છે અને એ મત સબળ થતા આવ્યા છે. અથર્વવેદનું કુંભ મુક્ત એ વેદને સર્વથી પહેલો વેદ ગણે છે. સ્તંભનું જે પૌરાણિક રૂપ થયું છે તે જોતાં, કુંભ, અથર્વવેદ, શિવ મત એ બધાની ભૌગોલિક વ્યાપકતા વગેરે સવાલો ઘણા વિચાર કરવા જેવા છે. આર્યોના વિજય પહેલાં આ બધી સંસ્કૃતિનું કેન્દ્ર સિંધુ અને સરસ્વતીના નીચલા તટ તથા મુખપ્રદેશ હતા. સિંધુ હાલ છે ત્યાં નહિ પણ કચ્છના રણની જગ્યાએ મળતી; અને સરસ્વતી તેની પૂર્વ થઈ દક્ષિણ-પશ્ચિમ સમુદ્રને મળતી; એટલે આ કેન્દ્ર આપણા પ્રાંતનું પ્રાચીન નામ ગમે તે હોય, પણ હાલ એની જે હદ મનાય છે તે હદમાં હતું. એટલે એનાં પ્રાચીન સ્થળોની મહત્તા એ દૃષ્ટિએ વિચારવાની છે.
પુરાણો હાલ જે સ્વરૂપમાં છે તે મૂળ પુરાણો ઉપરથી થએલાં છે. એમાં ઘણા સુધારાવધારા થએલા છે, છતાં એમાં પ્રાચીન પરંપરાઓ તરી આવે છે એ આગળ જોયું. આવાં પુરાણોમાં આપણા પ્રાંતને લગતો મોટે ભાગે સ્કંદપુરાણમાં આવે છે;-જો કે બીજાં પુરાણ અને મહાભારતમાં પણ ઉલ્લેખો મળી આવે છે. પુરાણોના આ બધા ભાગની પ્રાચીનતા માટે પુરાણનિષ્ણાતોએ ચર્ચા કરેલી છે. સ્કંદાદિ પુરાણોમાં તેરમી-ચૌદમી સદીના બનાવોના ઇસારા પણ જણાઈ આવે છે તે ખરૂં છે. પરંતુ એ પુરાણોનો ઇ.સ. ૧૦૩૦માં અબરૂનીએ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે એટલે એવા કઈ પ્રક્ષિપ્ત ભાગો બાદ કરતાં હાલના રૂપમાં પણ પુરાણોની પ્રાચીનતા સ્પષ્ટ થાય છે, અને વધારે પ્રાચીન ભાગ એકબીજાની સરખામણીથી નીકળી આવે છે. વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રીના તેમજ રાજશેખર જેવા સાહિત્યના બીજા આધારે આ બધાના સમર્થનમાં કામ લાગે તેવા છે.
આ ગ્રંથમાં જે પૌરાણિક ભૂગોળ-ઈતિહાસને લગતો ભાગ અને પરિશિષ્ટ લખ્યાં છે તે વાંચતાં પહેલાં આટલી ચર્ચા ધ્યાનમાં લેવા વિનંતિ છે. વેદના ઐતિહાસિક ઉલ્લેખ અને પુરાણેના ઉલ્લેખોને સહેજ નવી દૃષ્ટિથી જોવાનું મહેન–જો–ડેરેએ બતાવ્યું છે. પરિશિષ્ટમાં જે વિષય ચર્ચા છે તે આ દષ્ટિએ મળી તેટલી હકીકત ભેગી કરીને ચલા છે. એ વિશે સંદિગ્ધ હોવાથી એમને પરિશિષ્ટમાં મૂક્યા છે. એમાં કરેલાં અનુમાન અને નિર્ણયો ખરાં હોય કે બોટાં હોય; પણ સત્ય હકીક્ત ઉપરથી છેવટે અનુમાન કરવાનું અને ભવિષ્યમાં કોઈને કોઈ નવી વિગત મળે તો
For Private and Personal Use Only