________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
ભૂમિકા
આર્યોના દેવને~ન માનનાર એવા કરવામાં આવે છે. શરૂઆતમાં અસુરે અને દાસા આય્યના પૂજ્ય દેવાને નિહ માનતા હોય એ ખરૂં છે; પરંતુ પ્રાચીન ઇરાનીમાં ‘દએવ’ (દેવ) શબ્દને જે અર્થ કર્યાં છે તે જોતાં દેવા એટલે આ! એ અર્થ લઇએ તે ‘દેવ’ને અર્થ આર્ય નહિ તે, આર્યંતર જાતિએ એમ કેમ ન લેવાય? વેદમાં આર્ય, દાસ અને અદેવ એમ ત્રણ જાતિ કહે છે તે આ વાતને ટેકો આપે છે, પ્રે. બનરજી શાસ્ત્રીએ આટલી વાત સ્પષ્ટ કરી નથી. એમણે અસુરાના જુદા દેવાનું વિવેચન કર્યું છે. એમાં દેવીએ મૂળ અસુર જાતિની એટલું ખાસ માનવા જેવું છે અને દેવાને વિષય વાદગ્રસ્ત છે. આ ઉપરાંત આર્યંતર વર્ણોના દેવા વિષે જે જે ચર્ચા થઇ છે તેમાં શિવપુત્ર કુંદની પૂજા એ એક મેટા કાયડા છે. એ ઉકેલવાના ખાસ પ્રયત્ન થએલા જણાયા નથી. એ પ્રયત્ન અહીં સહેજ કરવામાં આવ્યા છે. દક્ષિણ હિંદના દ્રાવિડાના મેાટા સમૂહમાં આ સ્કંદપૂજાનું કેટલું મહત્ત્વ છે તે ઉત્તરના લેાકને ભાગ્યે જ ખ્યાલમાં આવે. અસુર સંસ્કૃતિનું જુદું વર્ણન કર્યાં વગર હવે ભારતની પ્રાચીન સંસ્કૃતિના કાષ્ઠ ઇતિહાસ સંપૂર્ણ ગણાય નહિ.
અગ્રગણ્ય અસુરાને મારવા માટે પુરાણાએ વિષ્ણુના અવતારોની કલ્પના કરેલી છે. એની ઐતિહાસિકતામાં ઊતરવાનું આ સ્થળ નથી; પરંતુ એ અસુરા પોતે કલ્પનાથી ઊભી કરેલી વ્યક્તિએ નહાતી એમ તે હવે મનાતું આવ્યું છે. એ બધી પરંપરામાં ખંભાત આગળ તારકાસુર મરાયે એ વાત જરા જુદી પડે છે. મેટા પ્રસિદ્ધ અસુરેશને મારવાને જેમ વિષ્ણુના અવતાર થયા તેમ આને મારવા માટે શિવપુત્ર કાર્તિકેયનો અવતાર થયા. આપણી ધાર્મિક સંસ્કૃતિના ઇતિહાસમાં આ બીના ઘણી અગત્યની છે. મેાટી વ્યક્તિઓને મારવા માટે આપણામાં ઈશ્વરી અવતાર થવાની જે વાતા ચેાજાએલી છે તે પરસ્પર વિરેાધી સંસ્કૃતિની જાતિઓનાં, ધર્મ કે બીજા વિરેાધનાં કારણેાને લઇને થએલાં ચિરસ્મરણીય યુદ્ધોનું પૌરાણિક સ્વરૂપ માત્ર છે. સ્કંદ-કાર્તિકેયનું ઐતિહાસિક વ્યક્તિત્વ ગમે તે હાય, પરંતુ એ આખી યે બીનાને શૈવ સંપ્રદાયના કેાઈ પ્રાચીન સ્વરૂપ સાથે ધણા સંબંધ હોય એમ જણાય છે. શૈવ મતની ઉત્પત્તિને હિંદના પશ્ચિમ કિનારા સાથે ખાસ સંબંધ છે. મેાહેન–જો–ડેરાની શેાધાએ શૈવ મતના પ્રાચીન સ્વરૂપની વ્યાપકતા અને પ્રાચીનતા બતાવી છે. ગુજરાતના કિનારા આર્યંતર થવા અને દેવીભક્તાનાં સૌથી જૂનાં થાણાં હોય, અને ઉત્તરમાં બ્રહ્માવર્તમાં રહેનારા વૈદિક આર્યો સાથે તેમને હમેશની અથડામણ થયા કરતી હોય, એમ પૌરાણિક પરંપરા વ્યક્ત કરે છે. આર્ય અને આર્યંતર——અસુર-દાસ-સંસ્કૃતિઓનું છેવટનું મિશ્રણ થયું, એમાંથી હાલની હિંદુ સંસ્કૃતિનું મૂળ સ્વરૂપ જન્મ્યું, એનિમિતે અનેક અથડામણેા અને જાતિએનાં ભ્રમણા થયાં, એ બધામાં સિંધુ અને સરસ્વતીના કિનારા અને મુખપ્રદેશોએ-એટલે કે ગૂજરાત અને કચ્છના કિનારાએ, અગત્યનો ભાગ ભજવ્યેા છે. આ બધું સાથે વિચારતાં, મેહેન–જો– ડેરાની શેાધ અને વેદપુરાણેાની વાતેાના ફરી નવી દષ્ટિએ વિચાર કરતાં શૈવ સંપ્રદાય અને દેવી સંપ્રદાયના ઇતિહાસ તથા એમની પ્રાચીનતાનેા પણ ફરી વિચાર કરવાનેા સમય પ્રાપ્ત થાય તેા નવાઈ નથી. આ દિશામાં હજી જે પ્રયત્નો થયા છે તે શરૂઆત માત્ર છે. ખરૂં શું હશે એ તેા ઘણા લાંબા સમયની શોધખેાળ પછી નક્કી થઈ શકે. હવેના રોાધકને એમાં ઇજિપ્તથી હિંદ સુધીની સંસ્કૃતિની
For Private and Personal Use Only