________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०
ભૂમિકા તે માટે અંગુલિનિર્દેશ કરવાનું કાંઈ ખોટું ગણાય નહિ. અને કદાચ એ અનુમાન યથાર્થ ન હોય કે નિર્ણય ખોટા હોય તે પણ તેને માટે ભેગી કરેલી વિગતે તે સત્ય જ છે.
અહીં બીજી બે વાતો કહી દેવાની જરૂર છે. એક તે એ કે કેટલાક વિદ્વાનોનું એમ માનવું છે કે દેવાસુર સંગ્રામ એ માત્ર મનુષ્યજાતિની દૈવી અને આસુરી સંપત્તિ વચ્ચેનું યુદ્ધ છે. તત્ત્વદૃષ્ટિના પ્રાધાન્યવાળા આપણા દેશમાં આ બાબતે લોકોનું મન એટલું બધું કબજે કર્યું હતું કે દેવો અને અસુરોના યુદ્ધોનાં રૂપો જાયાં. આ મંતવ્ય હાલની દષ્ટિએ વેદની ઐતિહાસિક્તાની અવગણના કરવા બરાબર છે. તત્ત્વજ્ઞાન આપણા દેશના જ્ઞાનપ્રવાહમાં એક મુખ્ય પ્રવાહ છે તેની ના નથી; પરંતુ તેથી એ મંતવ્ય સિદ્ધ થતું નથી. આપણા પૂર્વજોમાં તત્ત્વજ્ઞાનની દષ્ટિ વધવા માંડી એ કરતાં પણ ઘણી પ્રાચીન આ દેવાસુર સંગ્રામની વાત છે. એટલે ઊલટું એ ઐતિહાસિક વાતમાંથી આ તત્ત્વદષ્ટિની સંપત્તિઓનો ઉદભવ થએલો છે. અસુરના વિધ્વંસ પછી જાતિઓનું જે અપૂર્વ મિશ્રણ થઈ ગયું તેમાં વિજેતા દેવ–આર્યો હોવાથી મનુષ્યના હલકા ભાવને એમણે તત્ત્વદષ્ટિએ આસુરી સંપત્તિ નામ આપ્યું અને સારા ભાવને પિતાનું નામ આપ્યું. આજે પણ વિજેતા પ્રજાઓમાં એવું ક્યાં નથી બનતું? ઉપરનું મંતવ્ય કહેનારા વિદ્વાનો મારો ચત્રી, પંક્તિ ગારી, મયુર ચૂટ, મયુરસ્ત્રિ વગેરે શબ્દોનો ખુલાસો કરે તો આપણને વધારે જાણવાનું મળે. માનામyત્યમેવ વગેરે સાસુર શબ્દનો માનવાચક અર્થ તો એટલે પ્રસિદ્ધ છે કે એ વાત જવા દઈએ.
બીજું, પ્રાચીન કાળમાં ભૂગોળ અને ઇતિહાસની દષ્ટિએ કેટલાક ગુજરાતને શન્ય માને છે. ગુજરાત નામ પ્રાચીન નથી એ ઉપરથી એની ભૂમિ પ્રાચીન નથી અને તેથી એને લગતું બધું મધ્યકાલિન જ ગણાય એમ તો મનાય જ નહિ, અને ગુજરાતને હિંદમાં કનિષ્ટ પણ કહેવાય નહિ. ભૂમિવિભાગોનાં નામ કાળે કરીને ફરે એથી કાંઈ ભૂમિના ઈતિહાસની પ્રાચીનતા મટતી નથી. કઈ કહે છે કે બૌદ્ધો વગેરેના પ્રાચીન સાહિત્યમાં ગૂજરાતના કિનારાના થોડા ઉલ્લેખ સિવાય આપણું પ્રાંતનું નામનિશાન જડતું નથી, એટલે કિનારા સિવાય બાકીનું બધું વેરાન હશે. એટપિટર્સબર્ગનું નામ છેલ્લી લડાઈ વખતે પેટ્રોગ્રેડ પડ્યું તેથી પેટ્રોગ્રેડ નામ પછી જ એનો ઈતિહાસ શરૂ થયે અને યુરોપનાં શહેરોમાં એ કનિષ્ટ, એમ કેમ કહેવાય ? માણસનો દાખલો લ્યો. કેઈને નાનપણમાં બબલો કહેતા હોય અને મોટપણમાં બીજું નામ ફલાણાપ્રસાદ ઢીકણલાલ પડ્યું એટલે એ નામથી જ એનું ચરિત્ર શરૂ થયું એમ કહી શકાય ખરું? બંગાળના ગવર્નરનું નામ લોર્ડ રોનાલ્ડશે હતું, હાલ લોર્ડ કેટલૅન્ડ છે, નાનપણમાં વળી બીજુ ખ્રિસ્તી નામ હશે. હવે ભવિષ્યના એનું ચરિત્ર લખનાર શું છેવટનું ઝેટલૅન્ડ નામ લઈને જ વિચાર કરશે? ઍવિથ છેવટમાં ઑર્ડ ઑક્સફર્ડ કહેવાય, એટલે સકિવથ નામથી એના જીવનનો ખરો ભાગ ગયો એની ગણના નહિ કરવાની? આ દાખલા હમણાંના છે. આ દાખલાની પહેલાંના નામોના ઈતિહાસ પણ મળે છે. આપણા દેશમાં સ્પષ્ટ સાધનની ઉણપથી પૂર્વ નામની વિગત જોઈએ તેવી નથી મળતી, એટલો માત્ર ફેર છે. પરંતુ તેથી પૂર્વે દેશને ઈતિહાસ ન હતું કે પ્રાંત કનિષ્ટ હતો એમ ન કહેવાય. આવી નકારાત્મક દલીલને વધારે આધાર જોઈએ.
For Private and Personal Use Only