________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
ભૂમિક પરંતુ એમાં ઇતિહાસ સમૂળગો નથી એમ ન જ કહેવાય. જેટલા ઐતિહાસિક ઉલ્લેખે વેદમાં છે એટલા તો ઊલટા સાદા સીધા અને સરળ છે. પરંતુ વેદમંત્રનો કેટલોક ભાગ એટલો બધો પ્રાચીન છે કે એ વખતની પરંપરા લુપ્ત થવાથી પાછળના વિવેચકેએ એના અર્થો કરવામાં ઘણી છૂટ લીધી છે. વેદાર્થમાં કોના અર્થને માન અને કોના અર્થને ન માનો એ મોટી ગૂંચવણ છે. વેદાર્થમાં યાસ્કથી સાયણ સુધીના આપણું વૈદિક આપણું પરંપરાને વધારે સમજે એ સત્ય છે. યુરોપીય વિદ્વાને કેટકેટલીક વાર એથી વિરૂદ્ધ પડીને તરેહવાર અર્થ કરે તેને કેટલું વજન આપવું તે સવાલ છે. પરંતુ
જ્યાં સાદા લખાણમાં અનેક અર્થને અવકાશ રહે ત્યાં જરા વિચાર તે કરવો જ પડે. યુરોપીય વિદ્વાન કોઈ મંત્રનો કલ્પનામય અર્થ આપે ત્યાં તેને વજન ન ઘટે; પરંતુ જ્યાં આપણું વૈદિકેનો અર્થ એમને પૂર્વાપર સંબંધનો વિરોધી લાગતું હોય ત્યાં એમના મતને આપણે ભલે વજન ન આપીએ તો ધ્યાનમાં તે લેવો પડે. રથ ને મેક્સમૂલર વગેરે કરતાં સાયણને યાસ્ક વેદસમયની વધારે પાસે હતા એમાં શંકા નથી; પરંતુ વેદના ઐતિહાસિક ઉલ્લેખવાળા પ્રાચીનતમ સાદા મંત્રો અને પાછળના કર્મકાંડ તથા તત્વજ્ઞાનની વિપુલતા થયા પછીના મંત્રો વચ્ચે એટલે બધે સમય ગએલો છે કે અર્થ કરવામાં ઘણું અંતરાય નડે. આપણું વૈદિક ઉપર પાછળના આ પ્રવાહોની અસર થાય એ સંભવિત છે. યાસ્ક આદિ પ્રાચીનમાં પ્રાચીન દાર્થવિવેચકે ને પણ વેદના અર્થ કરવામાં મુશ્કેલી જણાઈ હતી. યાસ્ક પોતે પોતાની પહેલાં ૩૧ વેદાર્થ કરનારા થઈ ગયા એમ જણાવે છે. ખુદ
વેદના મંત્રોમાં પણ કેટલાક મંત્રો ઘણું પ્રાચીન સમયની વાત કરે છે. ભગુ આદિ કેટલાક ઋષિએ વેદના કેટલાક મંત્રોથી યે જાણે ઘણા પ્રાચીન હોય એમ જણાઈ આવે છે. પરોક્ષ, પ્રત્યક્ષ અને આધ્યાત્મિક એમ મંત્રોના પાડેલા ભાગ જ એટલું તો સિદ્ધ કરે છે કે વેદના કેટલાક મંત્રો પિતાના સમયથી ઘણા પ્રાચીન સમયની વાત વ્યક્ત કરે છે. આવાં કારણેથી કેટલાક મિત્રોના અર્થ બંધબેસતા નથી, લુપ્ત થયા જેવા લાગે છે અને ભાષ્યકારના અર્થ ખેંચી કાઢેલા જેવા જણાય છે. આવા મિત્રોના અર્થમાં યુરોપીય વિદ્વાન obscure કહે છે તે ખરું જ છે.
આટલા માટે જ આપણા શાસ્ત્રકારોએ દાર્થનું ઇતિહાસપુરાણથી સમુપ બૃહણ કરવાનું કહેલું છે. એમ કર્યા વગર વેદાર્થનું ખૂન થાય છે. પુરાણે સંબંધી ઘણા મત ઘણો વખત ચાલ્યા; પરંતુ પાછટરે યથાર્થ વિવેચનથી એમનું મહત્ત્વ સિદ્ધ કર્યું. હાલનાં સ્વરૂપનાં પુરાણે પહેલાં, સૂતસાહિત્ય-પુરાણ-મૂળ સ્વરૂપમાં હતાં અને એમાં પાછળથી બ્રાહ્મણએ ચમત્કારિક વાતો ઉમેરી હાલનાં પુરા કર્યા. પાછટર તે પુરાણોને વેદ જેટલાં જ જૂનાં માને છે. પુરાણ પિતે પિતાને વેદથી પહેલાં થએલાં કહે છે. અગ્નિપુરાણ કહે છે કે બ્રહ્માએ પહેલાં પુરાણો કયાં અને પછી વેદ કર્યા. આ બધાને અર્થ એટલો જ છે કે હિંદુસ્તાનની અતિ પ્રાચીન પરંપરાઓ વેદમંત્રો જેટલી કે તેથી પણ જૂની છે, અને તે પરંપરાઓ વેદમંત્રો “વેદનું પદ પામ્યા નહિ હોય કેવળ પ્રાર્થનાઓ હશે–તેથી પણ પહેલાંની ચાલી આવતી હશે; અને એ પરંપરાપ્રાપ્ત વાતો સૂતેએ સંગ્રહી છે. આમ પુરાણની કેટલીક પરંપરાઓ વેદ જેટલી કે વેદથી પણ જૂની ઠરે છે. જે સ્વરૂપમાં સૂતેએ એમને સંગ્રહી તેમાં ફેરફાર થયા હશે કે નહિ તે જાણવાનું સાધન નથી, પરંતુ સૂતોનું સાહિત્ય લુપ્ત થઈ તે
For Private and Personal Use Only