________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂમિકા
ના સ્તાવના કરતાં કાંઈ વિશેષ કહેવાનું હોય ત્યારે ભૂમિકા વગેરેની જરૂર પડે. ખંભાતનો - આ ઐતિહાસિક પ્રબંધ લખવામાં જે કેટલીક ખાસ ચર્ચાઓ કરી છે તેને માટે અને એમાં લીધેલી આધારસામગ્રી માટે થોડું લખવાની જરૂર છે.
ખંભાતનું સ્થાન ગૂજરાતમાં, ભારતવર્ષમાં અને દક્ષિણ એશિયાના આખા સમુદ્રકિનારા ઉપર, કયાં—કેવી મધ્યસ્થ જગ્યાએ આવેલું છે તે અન્યત્ર આપેલા નકશા ઉપરથી જણાશે. આવું સ્થળ ગમે તે નામે, ગમે તે સમયમાં પણ સમૃદ્ધ હોય એમાં નવાઈ નથી. “ખંભાત' નામમાં જે પ્રાચીનતાના ભણકારા વાગે છે એવા બીજા કોઈ પણ પ્રાચીન શહેરના નામમાં ભાગ્યે જ વાગતા જણાશે. આપણા સમર્થ ગુજરાતી વિદ્વાન શ્રી નરસિંહરાવભાઇ, સ્વ. શ્રી તનસુખરામભાઈ અને સ્વ. શ્રી સી. ડી. દલાલે આ શહેરના નામ માટે એવી વિસ્તૃત ચર્ચા આજથી વીસ વરસ પહેલાં કરેલી છે કે એવી ચર્ચા ગૂજરાતના કોઈ પણ ગામના નામ માટે થઈ જાણેલી નથી. મને લાગે છે કે આખા હિંદુસ્તાનમાંના કોઈ શહેરના સ્થળ કે અન્ય ઈતિહાસ માટે કદાચ થઈ હોય; પરંતુ કેવળ નામઅભિધાન–માટે આટલી ચર્ચા થઈ જાણ્યામાં નથી. ખંભાત’ નામ માટેની આ ચર્ચાથી, એની આસપાસ ગૂંથાએલી પૌરાણિક પરંપરાઓ વગેરેથી ખંભાતનું સ્થળ, સામાન્ય રીતે પ્રમાણભૂત ગ્રંથોમાં ઉલ્લેખો મળે છે તેનાથી ઘણું પ્રાચીન હોય એમ સહજ સમજાય છે.
ખંભાતના નામ અને સ્થળની પ્રાચીનતાની ચર્ચામાં આપણે પ્રાંતના ઘણા પ્રાચીન ઇતિહાસ -સામાજિક, ધાર્મિક, ભૌગોલિક ઇતિહાસની ચર્ચાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. જે પ્રાચીન સંસ્કૃતિઓમાંથી હાલની વિશિષ્ઠમિશ્રણ વાળી (composite)હિંદુ સંસ્કૃતિ જન્મી એ સંસ્કૃતિઓના ઇતિહાસનાં ઉડાં ભોંયરામાં આજે મળી આવતા છૂટાછવાયા ઉલ્લેખો અને અવશેષોનાં સામાન્ય દીવડાં લઈ પિસવું પડે છે. વળી આ દીવડાંને કોઈ પણ બાજુથી પવન લાગતાં હોલવાઈ જવાનો સંભવ પણ ખરો. કોઈ દિશાએ પવનને સંભવ જણાતાં હાથની આડ કરી સંભાળીને ચાલતાં પણ વખતે હાલવાવાનો ડર તો રહે જ. પવનથી ન હલવાય એવા વીજળીના દીવા આપણા પ્રાચીન ઇતિહાસનાં ભોંયરામાં જવા માટે હજી મળતા નથી. પ્રકાશની આવી અપૂર્ણતામાં મોહન–જો–ડેરોની શોધને આપણે વીજળીના એક દીવા સાથે સરખાવી શકીએ. પરંતુ એ દીવાની વીજળીનો પ્રવાહ અખલિત છે કે નાની બેટરીની પેઠે ખૂટી પડે એવો છે એ હજી કુશળ ઇજનેરો નકકી કરી શક્યા નથી; તેમજ ઘણા મોટા અંધકારમાં એક એવો દી આપણાં દેશી દીવડાઓ કરતાં સહેજ જ વધુ પ્રકાશ આપી શકે. ગમે તેમ પણ એ દીવાઓ એમ બતાવી આપ્યું છે કે આપણા પ્રાચીન ઇતિહાસનાં ભેંયરામાં પહેલાનાં દીવડાએ ઝાંખી જેએલી કેટલીક વસ્તુઓ ખરી ને કેટલીક ખોટી છે, અને જૂની માન્યતાઓ એક વાર દૂર કરી નવેસરથી આખું ભોંયરું તપાસવાની જરૂર છે.
સાહિત્યના આધાર–દીવા–માં વેદસંહિતાના મંત્રોમાં જે ઐતિહાસિક ઉલ્લેખ છે તે ગણી શકાય. વેદ ધાર્મિક ગ્રંથ છે, એટલે એમાં ઇતિહાસની ખાતર એ ઉલ્લેખો આપેલા નથી.
For Private and Personal Use Only