________________
કરવો તે હિંસા કહેવાય છે. હિંસાજનિત પદાર્થો અને એ દશ પ્રાણને વિયોગ કરવાથી જ નીપજે છે અને તેટલા માટે એ વસ્તુઓને ત્યાગ અણુવ્રત રૂપે અહિંસાની પ્રતિજ્ઞા લેનારે પણ કરવો યુક્ત છે. તે સાથે
એટલું સમજવાની જરૂર છે કે એ દશ પ્રાણમાંથી એકાદ પ્રાણને પણ વિયેગ કરવા કરાવવામાં ઉદ્યક્ત થવું એ પણ હિંસાને માર્ગે જવા જેવું છે. ઘાણીના બળદની આંખે અંધારીયું ચડાવી તેને આંધળો કરવો તે શું તેની નેત્રંદ્રિયને થોડા કાળને માટે પણ લૂંટી લેવા બરાબર નથી ? ઉડતા પોપટને પકડીને પાંજરામાં પૂરવો તે શું તેની કાયાનું બળ હરી લેવા તુલ્ય નથી ? સાપને હાલમાં પૂરીને રાખી મૂકે, તે તેનું ખાનપાન કે ઉચ્છવાસ–નિઃશ્વાસ અટકાવવા બરાબર નથી? આ રીતે પ્રાથમિક હિંસા થાય તેવાં કાર્યો પણ સ્થૂળ અહિંસા વ્રતવાળા કરી શકે નહિ. આ માટે જેન ધર્મમાં પાંચ અતિચારનો ત્યાગ કરવાનું ફરમાવેલું છે.
क्रोधाद बंधछविच्छेदोऽधिकभाराधिरोपणम् । प्रहारान्नादिरोधश्चाऽहिंसायाः परिकीर्तिताः ॥
અર્થાત–(૧) ક્રોધથી આકરું બંધન બાંધવું, (૨) કર્ણાદિકનો છેદ કર, (૩) અધિક ભાર ભર, (૪) પ્રહાર કરવો અને (૫) અન્ન-જળનો નિરોધ કરે, એ પ્રમાણે એ પાંચ અતિચાર છે. જીવ પૂરેપૂરા દશ પ્રાણથી મુક્ત થાય ત્યારે જ તેની હિંસા થઈ કહેવાય અને અહિંસાવ્રતનો ભંગ થયો કહેવાય, પરંતુ ઉપર કહેલા પાંચ અતિચારરૂપ દોષો હિંસાના જ હેતુ છે; અલબત્ત, તેથી છવ મૃત્યુવશ તો થતો નથી. એક ગાડું હાંકનાર ગાડાને જોડેલા બળદને કોંધપૂર્વક જ્યારે પ્રહાર કરે છે, ત્યારે તેની અંતત્તિ તો હિંસાને દોષ કરી ચૂકે છે, પરંતુ એ પ્રહારથી બળદ મરતો નથી, તેથી બહિત્તિથી તેનું અહિંસાનું વ્રત પળાયું દેખાય છે. હાલની સરકારે મૂગાં પ્રાણીઓને દુ:ખી નહિ કરવા માટે કેટલાક કાયદાઓ કર્યા છે તેમાં આ પાંચ અતિચારરૂપ દોષ ઉપર લક્ષ રાખેલું છે. પીછાં માટે પક્ષીઓને નહિ મારવાનો હુકમ કાઢયા છે, ગાડાંઓમાં અમુક પ્રમાણથી વધારે ભાર નહિ ભરવાનો કાયદો કર્યો છે, છતાં તેમાં કેટલીક ખામીઓ છે. રાજા કુમારપાળે