________________
કલશામૃત ભાગ-૫
રક્ષિત છે, રહેલી છે એને ભય શો ? આહા..હા...! સમજાણું કાંઈ ? સમ્યક્દષ્ટિ નિર્ભય છે. એનો અર્થ કર્યો કે, નિઃશંક છે. એનો અર્થ કર્યો કે ત્રિકાળી વસ્તુ જે છે એને નિઃશંકપણે અનુભવી છે, માની છે, જાણી છે. આ..હા..હા...! આવો માર્ગ છે. જેના ભવના અંત આવ્યા. હવે સિદ્ધની પદની શરૂઆતની નજીકતા થઈ ગઈ ! આહા..હા...! એવું જે સમ્યગ્દર્શન પ્રગટ થયું)... સમજાણું કાંઈ ? એને ભય શો ? સાત પ્રકારના ભય છે ને ?
જે રીતે ભય છૂટે છે તે કહે છે નિસર્ગનિર્ભયતા” સ્વભાવથી ભયરહિતપણું હોવાને લીધે.’ આ..હા...! વસ્તુ જ ભયરહિત છે. આ..હા...! (જેને) પાકા ગઢ હોય એને ચોરનો ભય હોય ? પાકા ગઢ ! આ..હા...! એમ ભગવાન અંદર પાકો ગઢ છે. શાશ્વત આનંદની મૂર્તિ ! અનંત અનંત ધ્રુવ ગુણોનો પિંડ પ્રભુ ! એના સ્વભાવથી જ એમાં ભય નથી. એના સ્વરૂપમાં જ ભય નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? નિસર્ગ નિર્ભય એમ લીધું ને ? ઈ સ્વાભાવિક નિર્ભય છે. એનો સ્વભાવ જ નિર્ભય છે. નિર્ભય થવું અને રહેવું ઈ તો પર્યાયની અપેક્ષાએ (વાત છે). વસ્તુનો સ્વભાવ નિર્ભય છે. આહા..હા...!
કાલે પેલી છોડીની વાત નહોતી કરી ? પેલું વિમાન તૂટી ગયું ને ? દક્ષિણ અમેરિકા’માં ! વિમાન અડધો કલાક ઊડ્યું પછી તૂટી ગયું). ઘોર જંગલ... ઘોર જંગલ ! પડ્યું... કટકેકટકા ! અને માણસ બધા મરી ગયા. એક જર્મન’ની સત્તર વર્ષની છોડી અસાધ્ય થઈ તો એમાંથી (બચી) ગઈ. પ્લેનના ભૂક્કા ! એના મા-બાપ હતા ઈ મરી ગયેલા અને ઘોર જંગલ ! ધોધમા૨ વરસાદ ! ઝેરીલા દેડકા ! ઝેરીલા સર્પો ! ઝેરીલા વીંછી ! આટલા ઘાસ ઊગેલા એમાં પગ મૂકે ત્યાં ઝેરના બટકા ભરે ! કચાંય (કોઈ) ન મળે ? જાવું ક્યાં ? રસ્તો ક્યાં ? એમને એમ અગિયા૨ દિ’ કાઢ્યા, ભાઈ ! આહા..હા...! કોણ જાણે શું કર્યું હશે ? છાપામાં આવ્યું છે. એમને એમ અગિયાર (દિ' કાઢ્યા)! પગમાં જીવડા પડ્યા, સડી ગયા. સત્તર વર્ષની જર્મન’ની જુવાન છોડી ! પણ માળી કોણ જાણે એમને એમ સાહસપણે રહી ! નહિતર તો મરી જાય. જોવે તો વનસ્પતિ પણ ઝેરીલી ! ખાવું કોને ? એણે શું કર્યું હશે ?
કુદરતે બારમે દિ'એ એને જંગલમાં એક ઝૂંપડી મળી. એ ઝૂંપડી કોની હતી ? કે, શિકારીઓની ઝૂંપડી. (તે લોકો) મહિને-બે મહિને શિકાર કરવા આવતા. જંગલ મોટું ! એમાં બારમે દિ'એ પેલા આવ્યા. આયુષ્ય છે ને ? અને છોડીને જોઈ (તો) આખા શરીરે સોજા (અને) કટકા (થયેલા) ! ચારે કોર જીવડા કરવા, વીંછી કરડ્યા ! આખું શરીર સોજો ! પેલા શિકારી એમ તો જોવે ને ? રસ્તો ભાળેલો, શિકાર કરવા મોટરમાં આવતા હશે. એમાં એને નાખી દવાખાને લઈ ગયા, ગામમાં લઈ ગયા. કહો ! અગિયાર દિ’ આહા..હા...! લખ્યું છે (ઈ) વાંચતાં લોકોને ત્રાસ થાય એવું એમાં લખાણ છે. એમાં એ જીવતી (રહી). આયુષ્ય હોય ત્યાં કયાં (મરણ) થાય ? આખા શરીરમાં કદડા ! બે પગમાં આવડી એળ્યું ! મોટા જીવડા પગમાં પડ્યા ! કારણ કે પાણીના બધા ઝેરીલા જનાવરો (હતા). આયુષ્ય છે
૨૨