Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૮
આશીર્વાદ વચનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગાયા છે. એને સર્વોપરિ જણાવ્યો છે. આ એક નયદેશના છે. વાચકવર્ગ જો અનેકાન્તવાદથી નિરપેક્ષપણે પહેલી ઢાળ વાંચશે તો તે નયવાદ ન સમજવાના કારણે ગેરમાર્ગે દોરાય તેવો સંભવ છે. પછી એ વાચકવર્ગ દ્રવ્યાનુયોગ પર ચઢી જઈને ક્રિયાયોગને ફેંકી પણ દે અથવા ક્રિયાયોગના આરાધકોને તુચ્છ દૃષ્ટિથી જોવા માંડે તો એવાને આ દ્રવ્યાનુયોગના અભ્યાસથી કંઈ લાભ નહીં થાય.
જ્ઞાન-ક્રિયા બંને સમન્વિત રીતે ઉપયોગી હોવા છતાં પણ જેમ ઘોડો ચાલે એ રીતે ગાડીને ચાલવાનું છે, નહીં કે ગાડીને સ્વતંત્રપણે ચાલવાનું હોય, એ રીતે જ્ઞાનક્રિયા બંને ઉપયોગી હોવા છતાં સમ્યગ્રજ્ઞાન દોરે એ રીતે ક્રિયા કરવાની છે–એટલે જ શાસ્ત્રકારોએ ચરણકરણાનુયોગ કરતાં દ્રવ્યાનુયોગની મહત્તાના ગુણગાન કર્યા છે.
આ પરમાર્થ હૃદયમાં રાખીને સૌ કોઈ જિજ્ઞાસુ આરાધક પુણ્યાત્માઓ મુક્તિમાર્ગે પ્રગતિ કરવા માટે આ ગ્રન્થનો સુંદર અભ્યાસ કરી આત્માને કર્મના ભારથી હળવો કરે એ જ પવિત્ર ભાવના. આ ગ્રન્થના વિવેચક પંડિત શ્રી ધીરુભાઈને તથા તેમાં સહાયક બનનારાં સાધ્વીજીઓ વગેરે સૌને શત શત અભિનંદન... શિવમસ્તુ સર્વજગતઃ
લિ. શ્રી જયસુંદરસૂરિ
વડોદરા