Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૬૨
ઢાળ-૮ : ગાથા-૨૪-૨૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
લાવો. કારણ કે આ સાચું જ્ઞાન જ સંસારથી તારક છે. આવા ભાવોનો પરમાર્થ જાણવા વડે અને તેના દ્વારા સમ્યજ્ઞાન મેળવવા રૂપ યશસ્વીપણું પ્રાપ્તિ કરીને ઘણો જ ઘણો આનંદ હૃદયમાં લાવીને હરખાવો. ॥ ૧૩૩ ॥
તથા છેલ્લી ગાથામાં “સુગમ તદ્દી” આ પદમાં જશ શબ્દ લખીને ગ્રંથકર્તાએ પોતાનું કર્તા તરીકે નામ સૂચવ્યું છે.
આઠમી ઢાળ સમાપ્ત