Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 441
________________ (૧૮) રત્નાકરાવતારિકા :-ભાગ-૨, પરિચ્છેદ : ૩-૪-૫, પૂ. આ. શ્રી રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. (૧૯) શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય : પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા. કૃત સ્વોપજ્ઞ ટીકા સાથે મૂલગાથાઓનું તથા સંસ્કૃત ટીકાનું સરળ ગુજરાતી વિવેચન. (૨૦) આઠ દૃષ્ટિની સજઝાય - પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા.કૃત શ્રી યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથના આધારે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ દૃષ્ટિની સઝાયનું સરળ ગુજરાતી વિવેચન. (૨૧) તત્ત્વાર્થાધિગમ સૂત્ર : પૂજ્ય ઉપાધ્યાય શ્રી ઉમાસ્વાતિજી મ. કૃત સંબંધકારિકા સાથે શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રનું પાઠ્યપુસ્તકરૂપે સંક્ષિપ્ત ગુજરાતી વિવેચન. (૨૨) વાસ્તુપૂજા સાર્થ : પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત વાસ્તુપૂજા સરળ સંક્ષિપ્ત ગુજરાતી સુંદર વિવેચન. (૨૩) શ્રાવકનાં બાર વ્રત : શ્રાવક જીવનને ઉપયોગી બાર વ્રતો તથા પાંચ આચારો અને પંદર કર્માદાનોનું વિવેચન. તથા ૨૨ અભક્ષ્ય અને ૩૨ અનંતકાયોનાં નામો. (૨૪) સવાસો ગાથાનું સ્તવન : પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ. સા. કૃત, શ્રી સીમંધરસ્વામી પરમાત્માને વિનંતિ કરવારૂપે નિશ્ચયનય અને વ્યવહારનય ગર્ભિત સવાસો ગાથાનું સ્તવન ગુજરાતી અર્થ-વિવેચન સાથે. (૨૫) રત્નાકરાવતારિકા ભાગ-૩ : પરિચ્છેદ ૬-૭-૮. પૂજ્ય રત્નપ્રભાચાર્ય મ. સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. (૨૬) દ્રવ્ય-ગુણ પર્યાયનો રાસ : પૂ. . શ્રી યશોવિજયજી મ. શ્રી કૃત ગુજરાતી ટબા સાથે તથા ટબાની તમામ પંક્તિઓના વિવેચન યુક્ત અર્થ સાથે. ભાવિમાં લખવાની ભાવના | (૨૭) સતતિકા (છો કર્મગ્રંથ) : અર્થ વિવેચન સાથે. (૨૮) સમ્મતિ પ્રકરણ : પૂજ્ય આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી કૃત સમ્મતિ પ્રકરણનું પાઠ્ય પુસ્તકરૂપે સરળ ગુજરાતી વિવેચન. (૨૯) જ્ઞાનસાર અષ્ટક : દ્રવ્યાનુયોગના પ્રખરાભાસી શ્રી દેવચંદ્રજી મ. કૃત ટીકા તથા ટીકાના વિવેચન સાથે સરળ ગુજરાતી જ્ઞાનસારાષ્ટકનું વિવેચન. (૩૦) જૈનદર્શનનો સંક્ષિપ્ત પરિચય : જૈનદર્શન જગતના પદાર્થોનું વર્ણન કેમ કહે છે ? તે તથા મુખ્ય ફિરકાઓ, જૈન સાહિત્ય, આચારસંહિતા વગેરે વિષયો. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444