Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 438
________________ ઢાળ-૮ : ગાથા-૨૪-૨૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૩૬૧ ए प्रक्रियामांहिं पणि जे युक्तिसिद्ध अर्थ छइ, ते अशुद्ध टालीनइं उपपादिङ छइ. ते मार्टि ए रीतिं बहुप्रकार नयभंगई एक ज अर्थ त्रिविध कहतां द्रव्य गुण पर्याय रूप परखो. स्वसमय परसमयनो अंतर जाणी हृदयनइं विषई हरखो. परमार्थ-ज्ञान यश પાણીનë. . ૮-રપ નય એટલે દષ્ટિ, વિચારધારા, વસ્તુનું સ્વરૂપ જોવામાં અને જાણવામાં મનુષ્ય મનુષ્ય જુદી જુદી દૃષ્ટિ અને જુદી જુદી વિચાર સરણી હોય છે. તેથી આ નિયોનો કોઈ પાર જ નથી. માટે આ નિયવિચારણા ઘણી જ ઉંડી છે. જેમ જેમ તેમાં પ્રવેશ કરો તેમ તેમ ગંભીરતા જ લાગે છે. તેનો ઘણો લાંબો પહોળો વિસ્તાર છે. તેથી આ નયોને અને તેના યથાર્થ સ્વરૂપને સમજવા શાન્તિ, ધીરજ, બુદ્ધિની સ્થિરતા અને વિશાલ અનુભવ હોવો જોઈએ. તો જ આ સમજાય તેમ છે. આ કારણે દિગંબરાચાર્ય શ્રી દેવસેનજીએ નયચક્ર ગ્રંથમાં જણાવેલું નયોનું સ્વરૂપ અને નયોની આ પ્રક્રિયા સર્વથા ખોટી જ છે. એમ અમે અહીં કહ્યું નથી. તથા તેવું કહેવાનો અમારો આશય પણ નથી. છતાં અહીં અમે દિગંબરાચાર્યે બતાવેલી નયોની જે સમીક્ષા કરી છે. તે એટલા માટે જ કરી છે કે તેમાં પણ જો કોઈ અર્થો યુક્તિ યુક્ત જણાય છે તે અને માન્ય રાખીને, જે જે અર્થો અશુદ્ધ જણાય છે તેને જ દૂર કરવા અમે આ સમીક્ષા કરી છે. સાચો અર્થ જે લાગે તે સ્વીકારવો અને જે કંઈ ખોટો અર્થ જણાય ત્યાંથી ચિત્તને રોકવું. તે માટે જ અમોએ આટલી લંબાણ ચર્ચા કરી છે. I ! રીતિ = આ રીતે અનેક પ્રકારે નયોની ભંગાળ દ્વારા એક એક પદાર્થને દ્રવ્યાત્મક, ગુણાત્મક અને પર્યાયાત્મકપણે આમ ત્રિવિધપણે પરખો (વિચારજો) અર્થાત્ પરીક્ષા કરજો. જાણજો. નયોના અર્થો ઘણા ગંભીર છે. તેથી કયા કયા અર્થો “સ્વસમય” છે શાસ્ત્રાનુસારી છે. વીતરાગપ્રણીત આગમની સાથે અવિરુદ્ધાર્થ છે. તથા કયા કયા અર્થો “પરસમય” છે. શાસ્ત્રાનુસારી નથી. વીતરાગ પ્રણીત આગમની સાથે વિરોધી અર્થવાલા છે. આ બન્નેની વચ્ચેનું સાચું અંતર જાણીને સાચા-ખોટાના સાચા પરીક્ષક થવા પણાનો આનંદ હૃદયમાં લાવીને હરખાવો. અર્થાત્ શાસ્ત્રોનાં આવાં ઉડાં સુંદર રહસ્યો જાણવાનો અને તેમાં પણ યથાર્થતા અને અયથાર્થતાને પારખવાની નિપુણતા મેળવવાનો હર્ષ હૃદયમાં

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444