Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 436
________________ ૩પ૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૪-૨૫ આ પ્રમાણે જુદી જુદી રીતે અનેક પ્રકારના નયભંગો થાય છે. અને તે નયો દ્વારા વસ્તુ ઉત્પાદ વ્યય ધ્રુવ સ્વરૂપ છે. આમ સમજાય છે એકે એક પદાર્થ ત્રિવિધ છે. તે ઉત્પાદ-વ્યય અને ધ્રુવની પરીક્ષા કરીને હૈયે હર્ષ પામો, અને પરમાર્થ જાણીને સારા યશસ્વી બનો. | ૮-૨૫ ટબો- એહવા નિશ્ચયનય વ્યવહાર નયના ઘણા અર્થ નિરાકરી કહેતાં ટાળી, તેહનો સંકોચ કરતાં, થોડા ભેદ દેખાડતાં, “નયચક” ગ્રંથકર્તા જે દેવસેન, તેહનો આલોચ, આપ સરખા કે લાઈક બાલ બોધવાનો જ દીસઈ છઈ, પણિ સર્વાર્થ નિર્ણયનો આલોચ નથી દીસતો, શુદ્ધનયાર્થ, તે શ્વેતાંબર સંપ્રદાય શુદ્ધનાયગ્રંથનઇં અભ્યાસઇ જ જણાઈ. એ ભાવાર્થ. I ૮-૨૪ | એ પ્રક્રિયામાંહિ પણિ જે યુક્તિસિદ્ધ અર્થ છઈ, તે અશુદ્ધ ટાલીનઈ ઉપપાદિઉં થઈ. તે માટિ-એ રીતિ બહુ પ્રકાર નયભંગાઇ એક જ અર્થ ત્રિવિધ કહતાં દ્રવ્ય ગુણ પર્યાયરૂપ પરખો. સ્વસમય પરસમયનો અંતર જાણી હૃદયનઇં વિષઇ હરખો. પરમાર્થજ્ઞાન યશ પામીનઇ. I ૮-૨૫ II વિવેચન- ઉપર ગાથા ૨૨ અને ૨૩ માં જણાવ્યું, તેમ નિશ્ચયનય અને વ્યવહારનયના વિષયો ઘણા વિશાળ છે. જુદી જુદી વ્યાખ્યાઓથી આ બને નયો બહુ વિશાળ વિષય ધરાવે છે. દેવસેન આચાર્યે તે બે નયોના ઘણા ઘણા વિષયોને ટાળી અતિશય સંક્ષેપ કરી દીધો છે. તેથી આ બે નયોનો યથાર્થ મર્મ તેમના શાસ્ત્રથી સમજીસમજાવી શકાતો નથી. તે વાત કહેતાં જણાવે છે કે एहवा निश्चयनय व्यवहारनयना घणा अर्थ निराकरी कहेतां टाली, तेहनो संकोच करतां = थोडा भेद देखाडतां, "नयचक्र" ग्रंथकर्ता जे देवसेन, तेहनो आलोच, आप सरखा केतलाइक बाल बोधवानो ज दीसइ छइं. पणि सर्वार्थनिर्णयनो आलोच नथी दीसतो. शुद्धनयार्थ ते श्वेतांबर संप्रदाय शुद्धनयग्रंथनइं अभ्यासइं ज जणाइ. ए भावार्थ. છે ૮-૨૪ / આવા પ્રકારના આ નિશ્ચયનયના અને વ્યવહારનયના ઘણા ઘણા અર્થો થાય છે. ૨૨મી ગાથામાં ત્રણ રીતે નિશ્ચય નયની વ્યાખ્યા કરી અને ૨૩મી ગાથામાં ત્રણ રીતે વ્યવહાર નયની વ્યાખ્યા કરી. તે તે અર્થોને ધ્યાનમાં રાખીને જો આ બને નયોનો વિચાર કરવામાં આવે તો તે તે અર્થની પ્રધાનતાએ આ બને નયોનો ઘણો વિશાળ વિષય છે અને તેથી તેના ન ગણી શકાય અને ન કહી શકાય તેટલા ભેદ-પ્રતિભેદો

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444