Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૫૮ ઢાળ-૮ : ગાથા-૨૪-૨૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એમ લાગે છે. અન્યથા મને અને નિવUજે થવું જોઈએ.) તેવી જ રીતે મીઠું ખારૂ, શેરડી મીઠી, ગુલાબ સુગંધી, મખમલ સુંવાળું, અગ્નિ ગરમ, પાણી શીતળ, સાકર મીઠી, ઈત્યાદિ પ્રયોગ ઉત્કટપર્યાયને લઈને જાણવા. અન્યથા આ સર્વે પૌગલિક ભાવો હોવાથી વર્ણાદિચારે ગુણો તેમાં હોય જ છે અને અનંતાનંતાણુક સ્કંધો હોવાથી વર્ણાદિના ૨૦ ભેદો તેમાં હોય છે. આ રીતે ઉત્કટ પર્યાયને જણાવનાર જે નય તે વ્યવહારનય આવો અર્થ પણ સિદ્ધાન્તમાં પ્રસિદ્ધ છે.
(3) तथा कार्यनइं निमित्त कहतां कारण, एहोनइं अभिन्नपणुं कहिइं, ते पणि व्यवहारनयनो उपाय छइ. जिम-आयुर्घतम् इत्यादिक कहिइं. इम-गिरिदह्यते, कुण्डिका स्रवति, इत्यादिक व्यवहार भाषा अनेकरूप कहइ छइं ॥८-२३ ॥
(૩) જે જે કાર્ય હોય, અને તે તે કાર્યનાં જે જે નિમિત્ત કહેતાં નિમિત્તકારણ હોય, એ કાર્ય-કારણનું અભેદપણું આ નય કહે છે. કારણમાં કાર્યનો અને ક્યારેક કાર્યમાં કારણનો આરોપ કરીને બન્નેનું એકપણું આ વ્યવહારનય માને છે. જેમ કે ઘી એ જ જીવન છે. દારૂડીયાને દારૂ એ જ જીવન છે. અફીણીયાને અફીણ એ જ જીવન છે. દુધ એ જ વીર્ય (શક્તિ) છે. સંસ્કૃતમાં આ જ વાક્યોને ગાયુતમ્ પોવીર્યમ્ ઇત્યાદિ કહેવાય છે. અહીં ઘી, દારૂ, અફીણ કે દુધ એ કંઈ જીવન કે વીર્ય નથી, પરંતુ જીવનું અને વીર્યનું નિમિત્તકારણ છે. તેથી નિમિત્તકારણને જ કાર્ય માનવામાં આવ્યું. એવી જ રીતે પુસ્તક એ જ જ્ઞાન છે. ઓઘો મુહપત્તિ એ જ ચારિત્ર છે. તથા પર્વત બળે છે. કુંડિકા ઝમે છે. ઈત્યાદિ વાક્યો વ્યવહારનયનાં જાણવાં. આ રીતે આ વ્યવહારનય અનેક પ્રકારે ભાષા બોલે છે. || ૧૩૧ || ઈમ બહુ વિષય નિરાકરી રે, કરતાં તસ સંકોચ | કેવળ બાલક બોધવા રે, દેવસેન આલોચ રે !
પ્રાણી પરખો આમગભાવ છે ૮-૨૪ / ઇમ બહુવિધ નયભંગ મ્યું રે, એક ત્રિવિધ પયત્ય | પરખો હરખો હિયડલઈ રે, સુજસ લહી પરમત્ય રે ||
પ્રાણી પરખો આગમ ભાવ ( ૮-૨૫ | ગાથાર્થ– આ પ્રમાણે ઘણા વિષયોને છોડી દઈને તે બે નયોના થોડાક જ વિષયોને સમજાવતા એવા તે દેવસેન આચાર્યના આ વિચારો કેવળ બાળકોને સમજાવવા પુરતા જ દેખાય છે. ૮-૨૪ |