Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩પ૬ ઢાળ-૮ : ગાથા-૨૨-૨૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કર્મજન્ય હોવાથી ઔદયિકભાવના (પરદ્રવ્યકૃત) છે આમ સમજીને તેને ગૌણ કરીને સર્વે આત્માઓ સ્વસ્વરૂપે સમાનરૂપવાળા હોવાથી એક છે. અભિન્ન છે. સમાન છે. આમ મૂળભૂત દ્રવ્યની સમાનતાને લીધે અભેદને પ્રધાન કરનાર આ નય છે. જેમ કે “જો માયા” ઇત્યાદિ સૂત્રોથી સર્વે આત્મા “એક બ્રહ્મ” માત્ર છે. અન્ય કંઈ છે જ નહીં, એવો જે બ્રહ્માદ્વૈતવાદ જણાવ્યો છે. તે વાતને આ નય પોતાની અભેદપ્રધાનદૃષ્ટિના કારણે સમ્મતિ સ્વીકારે છે. તેથી વેદાન્ત દર્શનમાં સર્વે આત્માઓ શુદ્ધ સંગ્રહાયની દૃષ્ટિએ (શુદ્ધસંગ્રહનયના આદેશાનુસાર) એક રૂપ છે. પણ ભિન્ન ભિન્ન આત્મા નથી. જેમ કે સત્યે ત્રા, ન મિથ્થા ઔદયિકભાવના પર્યાયોની અવિરક્ષા કરવાથી સર્વે આત્માઓ એકસરખા સ્વરૂપવાળા જણાતા હોવાથી એક જ છે બ્રહ્મરૂપ છે. આવી વેદાન્તદર્શનની માન્યતાને પણ શુદ્ધ સંગ્રહનયની દૃષ્ટિથી જણાવાતું આ ઐક્ય એ નિશ્ચયનયનો અર્થ છે. આમ માનીને “સમ્મતિતર્ક” નામના મહાગ્રંથમાં સર્વે આત્માઓના ઐક્યની સ્વીકૃતિ કહેલી છે.
तथा द्रव्यनी जे निर्मल परिणति, बाह्यनिरपेक्ष जे परिणाम, ते पणि निश्चयनयनो अर्थ जाणवो. जिम "आया सामाइए, आया सामाइअस्स अट्टे" इम जे जे रीतिं लोकातिक्रान्त अर्थ पामिई, ते निश्चयनयनो भेद थाइ, तेहथी लोकोत्तरार्थ भावना માવઠ્ઠ. | ૮-૨૨
(૩) તથા વળી નિશ્ચયનયનું ત્રીજુ સ્વરૂપ સમજાવતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે “દ્રવ્યની નિર્મળ જે પરિણતિ, એટલે કે બાહ્યપદાર્થોથી નિરપેક્ષ એવો જે આત્મપરિણામ તે પણ નિશ્ચયનયનો જ અર્થ છે (વિષય છે) આમ જાણવું. જેમ કે સામાયિક લેવાની વિધિથી સામાયિક લેવું અને પાળવું. અને ન પાળીએ ત્યાં સુધી સામાયિકમાં વર્તવું તે સઘલું વ્યવહાર સામાયિક છે. પરંતુ તે કાળે (અથવા અન્યકાળે પણ) આત્માને સમભાવમાં રાખવો, સમતામય આત્મપરિણામ એ જ સામાયિક છે. આ નિશ્ચયનયનો અર્થ છે તેથી નિશ્ચયનયની દૃષ્ટિએ સમભાવમય જે આત્મા છે. એ જ સામાયિક છે. આવી પરિણતિરૂપે પરિણામ પામેલો જે આત્મા તે જ સામાયિકનો અર્થ છે. આ રીતે તીર્થંકર પરમાત્મા આદિ મહાપુરુષોનું ઘરવાસમાં વસવું તે. કર્તૃત્વ-ભોક્નત્વ આદિ પરિણામોથી રહિત, કેવળ એકલા ઔદયિકભાવની આધીનતાથી રહેવા છતાં સ્વગુણોમાં પરિણામ પામવા સ્વરૂપ પારિણામિકભાવે જે નિર્મળ પરિણતિ છે કે જેનાથી કર્મોની તેઓ નિર્જરા સાધે છે તેવા પ્રકારની નિર્મળ જે આત્મ પરિણતિ છે. તે જ સામાયિક છે. આવો આ નિશ્ચયનયનો અર્થ છે. ઘરવાસમાં વસવા છતાં તેના ભાવથી અપરિણતપણું