Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૬૦
ઢાળ−૮ : ગાથા-૨૪-૨૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
થાય છે. માત્ર તેઓની મૂલભૂત વ્યાખ્યાઓ દ્વારા જ આ નયો સમજી શકાય અને સમજાવી શકાય તેટલા વિશાળ વિષયવાળા આ બે નયો છે.
एहवा આવા પ્રકારના વિશાળ વિષયો અને વિશાળ અર્થાવાળા નિશ્ચયનય અને વ્યવહારનયના ઘણા ઘણા અર્થોને નિરાકરી એટલે જતા કરીને (ઘણા ઘણા જાણવા જેવા મર્મગ્રાહી વિષયો અને અર્થો જણાવ્યા વિના જ) થોડાક વિષયોને જ બતાવતા, અને તે પણ ઉપરછલ્લા આછા-પાતળા વિષયોને જ બતાવતા, એવા “નયચક્ર” નામના ગ્રંથના કર્તા જે દિગંબરાચાર્ય શ્રી દેવસેનજી છે. તેઓના આ વિચારો પોતાના સરખા કેટલાક બાળજીવોને સમજાવવા પુરતા જ હોય તેમ દેખાય છે. પરંતુ તે તે નયોના પરિપૂર્ણ સર્વ અર્થને સમજાવનારા વિદ્વદ્ભોગ્ય આ વિચારો દેખાતા નથી. ગ્રંથમાં નયોના અર્થ જ્યારે સમજાવીએ ત્યારે તે તે વિવક્ષિત નયના તો પરિપૂર્ણ અર્થો, વ્યાખ્યાઓ અને ઉદાહરણો આપી તેના સઘળા ભેદ-પ્રતિભેદોનું જ્ઞાન પોતે મેળવવું જોઈએ અને શિષ્યોને આપવું જોઈએ. અને તેટલું વિશાળ સમજાવવાના આશયથી જ ગ્રંથરચના ગ્રંથકર્તાએ કરવી જોઈએ. જ્યારે આ આચાર્યશ્રીએ ઘણા અર્થો ટાળી દીધા છે. ઘણા ભેદો જતા કર્યા છે. જે કહ્યા છે તે પણ ઘણા જ ઉપરછલ્લા અને અપૂર્ણ છે તેથી તેઓ પોતે પણ આ વિષયના અજાણ હોય તેમ લાગે છે અને તેમના સરખા બાળજીવોની વચ્ચે વિદ્વત્તા જણાવવા આ ગ્રંથ રચના કરી હોય તેમ લાગે છે. પરંતુ આ રચના અધુરી અને ઘણી જ ઉપરછલ્લી છે.
=
આ કારણે આ બન્ને નયોના પરિપૂર્ણ અર્થો જાણવા હોય, તે નયોને જુદા જુદા અંગલથી મગજમાં બેસાડવા હોય અને ઠોસબંધ પરિપૂર્ણ વિષયોવાળો સુંદર અને સારો અભ્યાસ નયોનો જો કરવો હોય તો શુદ્ધ સાંગોપાંગ સ્વરૂપ જાણવા માટે જે શ્વેતાંબર સંપ્રદાય છે. તેને માન્ય એવા પૂર્વકાળમાં થયેલા જે મહાગીતાર્થ આચાર્યો છે. તે મહાન આચાર્યોએ રચેલા નયોના સ્વરૂપને સમજાવનારા ગ્રંથોના અભ્યાસથી જ આ નયોનો સચોટ અભ્યાસ થાય છે. આમ જણાય છે. (૧) શ્રી જિનભદ્રગણિજીએ રચેલું વિશેષાવશ્યકભાષ્ય. (૨) શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ રચેલ સમ્મતિપ્રકરણ, (૩) શ્રી ઉમાસ્વાતિજીએ રચેલ તત્ત્વાર્થાધિગમસૂત્ર, અને તેના ઉપર સિદ્ધસેનગણિજીએ રચેલ વિશાળ ટીકા, તથા (૪) શ્રી અનુયોગ દ્વાર સૂત્રમાં કરેલું નયોનું વર્ણન, (અને પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારજશ્રીએ પોતે રચેલું નયોપદેશ અને નયરહસ્ય) આવા ઘણા સુંદર ગ્રંથોનો અભ્યાસ કરવા જેવો છે. | ૧૩૨ ||