Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
४० ઢાળ-૨ : ગાથા-૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ निज जातिं कहतां-पोतानी जातिं, जिम-ज्ञानादिगुणपर्याय, भाजन जीवद्रव्य, રૂપતિ ગુપયનું માન પુર નિદ્રવ્ય. આ સર્વે દ્રવ્યો નિજજાતિ કહેતાં પોતાની જાતિની અપેક્ષાએ સમજવાં. અર્થાત્ પોતાની મૂળભૂત જાતિની અપેક્ષાએ જીવ પુદ્ગલ આદિ છ દ્રવ્યો જાણવાં, પોત પોતાના ગુણ પર્યાયો, તે જ પોતાની જાતિ જાણવી. જીવના જ્ઞાનાદિગુણો અને તેની હાનિવૃદ્ધિરૂપ પર્યાયો, તે જ જીવત્વ જાતિ જાણવી. જીવત્વ જાતિવાળું જે દ્રવ્ય તે જીવદ્રવ્ય, પુલત્વ જાતિવાળું જે દ્રવ્ય તે પુગલદ્રવ્ય. એમ મૂલભૂત ૬ દ્રવ્યો છે પરંતુ તેના ઉત્તરભેદની વિવક્ષાએ અનેક દ્રવ્યો છે. જેમ કે મનુષ્યપણું એ પણ વિવક્ષાથી દ્રવ્ય કહેવાય છે. તેવી રીતે બાલપણું એ પણ પર્યાય હોવા છતાં સ્તiધયત્વાદિ પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય કહેવાય છે. આ જ રીતે મૂલભૂત જાતિની અપેક્ષાએ પુદ્ગલ દ્રવ્ય એક જ છે. પરંતુ ઉત્તરભેદની અપેક્ષાએ લોખંડ, સુવર્ણ, રૂપુ, તાંબુ પત્થર ઇત્યાદિ અનેકરૂપે પુદ્ગલ દ્રવ્ય છે. આ આપેક્ષિક દ્રવ્યો કહેવાય છે. મૂલભૂત દ્રવ્ય તો જીવ-પુગલ વિગેરે ૬ જ છે. અને તે પોતપોતાની જાતિની અપેક્ષાએ જાણવું. ઉપર સમજાવ્યા પ્રમાણે આપેક્ષિક દ્રવ્યો અનેક છે. આ દ્રવ્યનું લક્ષણ સમજાવ્યું હવે જીવદ્રવ્ય અને પગલદ્રવ્ય કોને કહેવાય? તે સમજાવે છે.
જ્ઞાનાદિગુણ-પર્યાયનું જે ભાજન તે જીવદ્રવ્ય કહેવાય છે જે દ્રવ્યમાં ચૈતન્ય નામનો ગુણ છે. અને તેની હાનિ-વૃદ્ધિ થવા રૂપ પર્યાયો જેમાં વર્તે છે તે જીવ દ્રવ્ય જાણવું. તથા રૂપાદિક ગુણપર્યાયનું જે ભાજન છે તે પુદ્ગલદ્રવ્ય કહેવાય છે. રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આ ચાર ગુણોના આધારભૂત તથા રક્ત, નીલ, પીત, શ્વેત, કૃષ્ણ આદિ ઉત્તરભેદ રૂપ પર્યાયના આધારભૂત જે દ્રવ્ય છે. તે પુગલદ્રવ્ય જાણવું. જ્ઞાનાદિની હાનિ-વૃદ્ધિ એ જીવદ્રવ્યના લાયોપથમિકભાવના પર્યાય કહેવાય છે. અને દેવ-નારકાદિ જે ભવો છે. તે જીવદ્રવ્યના ઔદયિકભાવના પર્યાય કહેવાય છે. આ પ્રમાણે મૂળભૂત ૬ દ્રવ્યો જાણવાં.
रक्तत्वादि-घटादि-गुणपर्याय, भाजन मृद्रव्य. तंतु, पटनी अपेक्षाई द्रव्य. तंतु, (स्व) अवयवनी अपेक्षाइं पर्याय, जे माटे पटनई विचालई पटावस्थामध्यइं तंतुनो भेद નથી. તંતુ અવયવ અવસ્થામધ્ય ગચસ્વરૂપ મેદ્ર છઠ્ઠ જીવ દ્રવ્યમાં મૂલજાતિની અપેક્ષાએ જેમ જીવદ્રવ્ય અને મનુષ્યપણુ-બાલપણું વિગેરે પર્યાય હોવા છતાં તેને આપેક્ષિકદ્રવ્ય કહેવાય છે. તેવી રીતે પુદ્ગલાસ્તિકાયમાં મૂલજાતિની અપેક્ષાએ “પુદ્ગલ દ્રવ્ય છે. પરંતુ પૃદ્ અને તંતુ એ આપેક્ષિક દ્રવ્ય છે. તે આ પ્રમાણે- રક્તતા (કૃષ્ણતા) આદિ વર્ણાદિ ગુણો અને ઘટ (કપાલ) આદિ પર્યાયોના ભાજનભૂત જે દ્રવ્ય છે. તે મૃદ્ધવ્ય જાણવું. આ રીતે મૃત્ (માટી) પણ રક્તવાદિ તથા ઘટાકારતા આદિ ગુણ-પર્યાયનું ભાજન હોવાથી દ્રવ્ય કહેવાય છે. તથા તંતુ પણ પટની અપેક્ષાએ પટપર્યાયના આધારભૂત હોવાથી દ્રવ્ય કહેવાય