Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬૮ ઢાળ-૪ : ગાથા-૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વર્તે છે. આ વાત તદન મિથ્યા છે. પરંતુ ભેદભેદ જ સર્વત્ર વ્યાપ્યવૃત્તિ (વ્યાપીને રહેનાર) છે. એટલેકે ભેદભેદ જ વ્યાપીને રહેનાર છે. અર્થાત્ “વ્યાપ્યવૃત્તિ” છે. આ જ વાત વધારે વધારે મજબૂત કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે
વેદનો ભેદ, તેનો રૂપાન્તર સહિતનો અમે દોડ નિમ- “સ્થા-સોશ-શૂનघट" आदिकनो भेद छइ, अनइ तेह ज मृद्रव्यत्वविशिष्ट अनर्पितस्वपर्यायनो अभेद' छइ. तेहनो ज रूपान्तरथी भेद होइ, जिम-स्थास-कोश-कुशूलादिक विशिष्ट-मृद्रव्यपणइं तेहनो ज भेद होइ.
શ્યામ-રકત, ઘટત્વ-પટવ, ચેતનત્વ-જડત્વ, આદિ ધર્મોની અપેક્ષાએ જે પદાર્થોની વચ્ચે જગતના પ્રાણીઓને સદંતર ભેદ જણાય છે. તે જ બધા પદાર્થોની વચ્ચે
રૂપાન્તરસહિતનો” એટલે કે અભેદને સૂચવનારા બીજા સ્વરૂપની પ્રધાનતા (અર્પણા) કરીએ ત્યારે અભેદ પણ અવશ્ય છે જ. જેમ કે “સ્થાસ-કોશ-કુશૂલ-અને ઘટ” આદિમાં તે તે આકૃતિની અપેક્ષાએ જ્યાં જ્યાં ભેદ જણાય છે. સ્થાસથી કોશ ભિન્ન છે. કોશાકૃતિથી કુશૂલાકૃતિ ભિન છે. ઈત્યાદિ, જ્યાં તે તે આકૃતિની અપેક્ષાએ ભેદ જણાય છે. ત્યાં ત્યાં તે સર્વે સ્થાસાદિ આકૃતિઓને “રૂપાન્તરથી” વિચારીએ તો, એટલે કે આ પણ માટી દ્રવ્ય છે. આ પણ માટી દ્રવ્ય છે. આ પણ માટી દ્રવ્ય છે. આમ, મૃદદ્રવ્યત્વથી
જ્યારે તે વિશિષ્ટ કરવામાં (વિચારવામાં) આવે છે. અને સ્થાસ-કોશ-કુશૂલાદિ જે જે પોત પોતાની પ્રતિનિયત આકૃતિ સ્વરૂપ સ્વ-પર્યાયો છે. તેની અનર્પિતતા (અવિવક્ષાઅપ્રધાનતા-ગણતા) કરવામાં આવે છે. ત્યારે “અભેદ” પણ જરૂર જણાય જ છે.
મૃદ્રવ્યપણે” જે સ્થાસ-કોશ-કુશૂલાદિકનો અભેદ છે. તે જ સ્થાસ-કોશકુશૂલાદિકને રૂપાન્તરથી વિચારીએ ત્યારે (એટલે મૃદ્ધવ્યપણે ન જોઈએ અને આકૃતિવિશેષ જોઈએ તો) ભેદ પણ અવશ્ય હોય જ છે. સામાન્ય મૃદ્રવ્યપણે જે સ્થાસાદિનો અભેદ છે, તે જ સ્થાસાદિને તે તે સ્વાસ-કોશ કશુલ આદિ આકૃતિઓથી વિશિષ્ટ એવા મૃદ્રવ્યપણે જો વિચારવામાં આવે તો તે જ સર્વે પર્યાયોનો ભેદ પણ અવશ્ય છે જ, અને પયાર્થભેદ હોવાથી તે તે પર્યાયથી વિશિષ્ટ એવા મૃદ્રવ્યનો પણ ભેદ અવશ્ય છે. આ રીતે ઘટ-પટમાં પણ ઘટત-પત ધર્મથી ભેદ હોવા છતાં પણ જો રૂપાન્તરથી એટલે દ્રવ્યસ્વરૂપે જો જોઈએ તો ઘટ પણ એક દ્રવ્ય છે. અને પટપણ એક દ્રવ્ય છે. તેથી દ્રવ્યપણે અભેદ પણ છે જ. એવી જ રીતે પદાર્થપણે પણ અભેદ છે. જડ-ચેતન જેવા પદાર્થો ઉપરછલ્લી રીતે એકાન્તભિન્ન દેખાતા હોય, તો પણ તે પદાર્થોમાં પણ