Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
- ૩૨૮ ઢાળ-૮ : ગાથા-૧૪-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ રીતે અંતર્ભાવિત થઈ ગયેલા એટલે કે સાત નયોની અંદર ભળી ગયેલા (અંદર સમાઈ ગયેલા) એવા જે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય છે. તે બે નયનો સાતનયોથી અલગી (ભિન્ન તરીકે) ઉપદેશ કેમ કર્યો ? સાતમાં સમાયેલા ૨ નયો બહાર કાઢીને ૯ નયો કરવાની શું જરૂર ? ચાલી આવતી પ્રણાલિકાને ભાંગીને અપ્રસિદ્ધ એવી ૯ નયોની કલ્પના કરવી એ કલ્યાણનો માર્ગ નથી.
___जो "इम कहस्यो-मतांतरइ-५ नय कहिई छई, तेहमां-२ नय भल्या, तेहनो 7 नय करतां जिम अलगो उपदेश छई, तिम अह्यारई द्रव्यार्थिक-पर्यायार्थिकनो अलगो उपदेश हुस्यइ" तो,
હવે દિગંબરાચાર્ય ૯ નયો કરવાના પોતાના પક્ષનો બચાવ કરતાં અહીં કદાચ એમ કહે કે- જેમ, શ્વેતાંબર સંપ્રદાયમાં શબ્દાદિ પાછળલા ત્રણ નયોને “શબ્દ” નય તરીકે એક કરીને મતાંતરે ૫ નો પણ કહ્યા છે તે ૫ નયોમાં (નગમ-સંગ્રહ-વ્યવહારઋજુસૂત્ર અને શબ્દ આમ પાંચ નયોમાં) બે નયો (સમભિરૂઢ અને એવભૂતનય) ભળેલા છે જ. છતાં, તે ૫ નયોના ૭ નયો કરતી વેળાએ જેમ સમભિરૂઢ અને એવંભૂતનો અળગો ઉપદેશ તમારા મતે છે. તેવી જ રીતે અમારા મતે (દિગંબરોના મતે) ૭ માં સમાયેલા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક, આ બે નયોનો અલગો ઉપદેશ હોઈ શકે છે. ઘટી શકે છે એટલે અમે ૯ નયો જે કર્યા છે. તેમાં કંઈ જ ખોટું કર્યું નથી. જેમ તમે ૫ ના ૭ કર્યા છે. તેમ અમે ૭ ના ૯ નયો કર્યા છે. જો ૭ ના ૯ કરવામાં અંતર્ભાવિતને ઉધ્ધરવાનો દોષ અમને લાગતો હોય તો ૫ ના ૭ નયો કરવામાં તે જ દોષ તમને (શ્વેતાંબરોને) પણ કેમ ન લાગે ? માટે અમે ૭ ના ૯ કર્યા તે યોગ્ય જ કર્યું છે. આમ જો દિગંબરાચાર્ય પોતાનો બચાવ કરે. તો
शब्द समभिरूढ एवम्भूतनइं जिम विषयभेद छइ, तिम द्रव्यार्थिक पर्यायार्थिक नो ७ नयथी भिन्न विषय देखाडो. ३ नयनइं एक संज्ञाइं संग्रही ५ नय कहिया छई, पणि-विषय भिन्न छई, इहां विषय भिन्न नथी
શ્વેતાંબર સંપ્રદાયમાં ૧ શબ્દનય, ૨ સમભિરૂઢનય અને ૩ એવંભૂતનય, આ ત્રણ નયોને જેવો પરસ્પર વિષયભેદ છે. તેવો દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયનો ૭ નયોથી ભિન્નવિષય દેખાડો.
અમે (શ્વેતાંબરોએ) શબ્દાદિક ૩ નયોને, એકસંજ્ઞાએ કરીને સંગ્રહીને પાંચ નયો પણ કહ્યા છે. અર્થાત્ સાંપ્રતનય, સમભિરૂઢનય, અને એવંભૂતનય, આ ત્રણે નયોને