Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 417
________________ ઢાળ-૮ : ગાથા-૧૬-૧૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તથા “મોક્ષતત્ત્વ” એ મુખ્ય પુરુષાર્થ છે. મુખ્ય સાધ્ય છે. અર્થાત્ આ સઘળી મહેનત મોક્ષ મેળવવા માટે જ છે. મોક્ષતત્ત્વ એ મુખ્યપણે ઉપાદેયતત્ત્વ છે. તે માટે તેનાં જે ૨ કારણરૂપ તત્ત્વો છે. ૧ સંવર અને ૨ નિર્જરા. તે પણ ઉપાદેય જ ઠરે છે. મોક્ષ જો ઉપાદેય છે. તો તેની પ્રાપ્તિનાં અસાધારણ કારણ સંવર-નિર્જરા પણ ઉપાદેય જ બને છે. આ રીતે જ્ઞેય-હેય-અને ઉપાદેયનો વિવેક કરાવવાના પ્રયોજનથી આ ૭ તત્ત્વો ભિન્ન ભિન્ન કહ્યાં છે. આ રીતે ભિન્ન” કેમ કહ્યાં છે ? તે સમજાવવામાં આવ્યું. ૧ જીવ ૨ અજીવ આ બે જ્ઞેય, ૩ બંધ ૪ આશ્રવ આ બે હેય, ૫ મોક્ષ, ૬ સંવર ૭ નિર્જરા આ ઉપાદેય, આમ આ ૭ તત્ત્વોને ભિન્ન ભિન્ન કહેવાના પ્રયોજનવાળી પ્રક્રિયા જણાવી. ૩૪૦ પ્રશ્ન- પુણ્ય-પાપ તત્ત્વને જુદાં કેમ કહ્યાં છે ? ઉત્તર- અનાદિ-અનંત એવા આ સંસારમાં સારી સ્થિતિ અને નબળી સ્થિતિ કોના કારણે આવે છે ? તે સમજાવવા માટે પુણ્ય અને પાપ સ્વરૂપ શુભબંધ અને અશુભબંધ, આમ બંધતત્ત્વના જ બે ભેદો (વિન્તિ=) અત્યન્ત વ્યક્તપણે (સ્પષ્ટપણે) અલગા અલગા કરીને સમજાવ્યા છે. અર્થાત્ બંધતત્ત્વના જ શુભાશુભભાવ સ્વરૂપ બે ભેદો પુણ્ય-પાપ રૂપે સમજાવ્યા છે. ૨ તત્ત્વનાં ૯ તત્ત્વો કહેવાની આ જ પ્રક્રિયા જાણવી. ભિન્ન ભિન્ન પ્રયોજનના વશથી ઉપરોક્ત પ્રક્રિયાને અનુસારે ૯ તત્ત્વો જણાવ્યાં છે. તેવા પ્રકારનું ફાં = અહીં દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નયોના ભિન્નોપદેશનું કોઈપણ ભિન્ન ભિન્ન પ્રયોજન દેખાતું નથી. ॥ ૧૨૪ ॥ – ते माटिं "सत्त मूलणया पन्नत्ता" एहवुं सूत्रई कहिउं छई, ते उल्लंघी ९ नय कहिइं, तो आपणां घरनुं सूत्र किम रहइं ? ते माटइं "नव नया: ' '' હતો તેવસેન बोटिक उत्सूत्रभाषी जाणवो ॥ ८- १७ ॥ તે માટે “મૂલનયો આગમોમાં સાત જ કહેલા છે” આવા પ્રકારનું સૂત્રમાં જે વિધાન કરેલું છે. “સત્ત મૂલળયા પનત્તા” તે શાસ્ત્રકારોના સૂત્રને ઓળંગીને જે ૯ નયોની પ્રરૂપણા નયચક્ર ગ્રંથમાં કહેલી છે. તે આપણા પોતાના ઘરનું બનાવેલું સૂત્ર અહીં (શાસનમાં) કેમ રાખે છે ? (અર્થાત્ પોતાનું બનાવેલું સૂત્ર પોતાને ઘેર રાખે.) શાસનમાં સ્વચ્છંદમતિ પ્રમાણેનું સૂત્ર ચાલે નહીં તે માટે “નવ નયો છે” આવા પ્રકારનું કહેતા (વોટિવ્ઝ) દિગંબરાચાર્ય શ્રી દેવસેનજી ઉત્સૂત્રભાષી જાણવા. ॥ ૧૨૫ ॥

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444