Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૨-૨૩
૩૫૩ ___ "अंश ज्ञान न निष्ठ, जिम सविकल्पकज्ञाननिष्ठ प्रकारतादिक अन्यवादी भिन्न માન રૂમ દંતય માં વિચારવું' આ પંક્તિ ટબામાં જ છે. તે જ પંક્તિ દ્રવ્યાનુયોગ તર્કણામાં આઠમા અધ્યાયની ૨૩મી ગાથામાં કંઈક જુદી રીતે છે. ત્યાં આ પ્રમાણે છે. "असता न निष्ठेति, यथा सविकल्पज्ञानं नष्टप्रकारतादिकम् अन्यवादिनो भिन्नमेवामनन्ति इति हृदये विमर्शनीयम्"
દ્રવ્યાનુયોગ તર્કણાની પંક્તિ જોતાં અહીં બીજો કોઈ અર્થ હોય એમ લાગે છે. નિશ્ચયનય અને વ્યવહારનયનો વિષય ભિન્ન ભિન્ન છે. આ વાત અનુભવસિદ્ધ છે. નિશ્ચયનયનો વિષય સત્ છે યથાર્થ છે. અને વ્યવહારનયનો વિષય અસત્ છે. કાલ્પનિક છે. ઔપચારકિ છે. આમ માનીને વ્યવહારનો વિષય મતિ-અસત્ = કાલ્પનિક હોવાના કારણે જ નિષ્ઠ તે પૂર્ણ નથી. અન્યાર્થ નથી. જેમ અન્યવાદીઓ સવિકલ્પકજ્ઞાનને અને નષ્ટપ્રકારતા આદિવાળા (એટલે કે નિર્વિકલ્પક) જ્ઞાનને ભિન્ન માને છે. તેમ અહીં જાણવું. આમ દ્રવ્યાનુયોગતર્કણામાં આ પંક્તિ જુદા અર્થવાળી દેખાય છે. પરંતુ અમને ગુરુગમથી પ્રથમ કહેલો અર્થ જાણવા મળેલ છે. તેથી લખેલ છે. એટલે આ બાબતમાં તત્ત્વ કેવલી પરમાત્મા જાણે. || ૧૨૯ || અભ્યતરતા બાહ્યનો રે, જે બહુવિગતિ અભેદ ! નિર્મળ પરિણતિ દ્રવ્યની રે, એ સવિ નિશ્ચય ભેદ રે |
પ્રાણી પરખો આગમભાવ ૮-૨૨ / જેહ ભેદ છઈ વિગતિનો રે, જે ઉત્કટ પર્યાય | કાર્યનિમિત્ત અભિન્નતા રે, એ વ્યવહાર ઉપાય રે !
પ્રાણી પરખો આગમભાવ ૮-૨૩ છે. ગાથાર્થ– જે નય આન્તરિકવસ્તુઓને ઉપચારથી બાહ્ય અર્થ સાથે જોડે, સર્વ વ્યક્તિઓનો અભેદ કરે, અને દ્રવ્યની નિર્મળ પરિણતિને પ્રધાન કરે તે સર્વે નિશ્ચયનયનું સ્વરૂપ જાણવું. | ૮-૨૨ ||
જે નય સર્વ વ્યક્તિઓનો ભેદ કરે, વસ્તુમાં જે ઉત્કટ પર્યાય હોય તેને જ પ્રધાન કરે, કાર્યની અને (નિમિત્તનીક) કારણની જે અભિન્નતા વિચારે તે સઘળો વ્યવહારનય જાણવો. ૮-૨૩ ||