Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૩૮
ઢાળ-૮ : ગાથા-૧૬-૧૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જો કોઈ દોષ આવતો હોય તો તે દોષ તમને પણ આવશે. “વિભક્ત વિભાગ”= વહેંચાએલાનું વહેંચવું આ દોષ જો અમને લાગે તો તે દોષ તમને પણ લાગે.
तेहनई कहिइं जे-तिहां प्रयोजनभेदई भिन्न भिन्न तत्त्वव्यवहार मात्र साध्य छइ. ते तिम ज संभवइ. इहां इतरव्यावृत्ति साध्य छइ, तिहां, हेतुं कोटिं अनपेक्षित भेदप्रवेशइ वैय्यर्थ्यदोष होइं. तत्त्वप्रक्रियाइं ए प्रयोजन छइ
ઉપરોક્ત રીતે પોતાના પક્ષનો બચાવ કરતા તે દિગંબરાનુયાયીને અમે શ્વેતાંબરો કહીએ છીએ કે તમારી દલીલ બરાબર નથી. તમે ઉપરછલ્લી રીતે જ ઉદાહરણનું સામ્યપણું દેખો છો. પરંતુ ત્યાં ૨ તત્ત્વોનાં ૯ તત્ત્વો કરવામાં જેવું “ભિનપ્રયોજનપણું”
છે. તેવું ભિન્નપ્રયોજનપણું અહીં ૨ નયના ૯ નયો કરવામાં નથી. નવતત્ત્વોમાં તો ભિન્ન ભિન્ન પ્રયોજનને લીધે ભિન્ન ભિન્ન તત્ત્વવ્યવહાર સમજાવવો એ જ સાધ્ય છે. પરંતુ ઇતર વ્યાવૃત્તિ (એક તત્ત્વથી બીજુ તત્ત્વ કેમ ભિન્ન છે ? કેવી રીતે ભિન્ન છે? આવું સમજાવવાનું) સાધ્ય નથી. અને જે “તત્વવ્યવહારનો ભેદ સમજાવવો છે. તે તેમ કરીએ તો જ સંભવે છે. જે હમણાં જ નીચે સમજાવાય છે.
- જ્યારે રૂ = નવિભાગમાં તો પુરવ્યવૃત્તિ સાથે છે. એટલે કે એકનયથી બીજોનય વ્યાવૃત્તિવાળો (ભિન) છે. જુદા જુદા વિષયોમાં પ્રવર્તનારા નયો છે. કોઈ પણ બે નયોનો વિષય એક હોતો નથી. આ સાધ્ય છે. જેમ કે ઉપચારને માને તે નગમ, એકીકરણને માને તે સંગ્રહ, પૃથક્કરણને માને તે વ્યવહાર, માત્ર વર્તમાનકાળને પ્રધાન કરે તે ઋજુસૂત્ર, આ રીતે નિયવિભાગમાં એકનયથી સ્તની = બીજા નયની વ્યાવૃત્તિ ભિન્નતા સમજાવવી એ અહીં = નવિભાગમાં સાધ્ય છે. તેથી તિહાં = ત્યાં એટલે કે નવિભાગના પ્રકરણમાં (હેતુ=) વિશિષ્ટ કારણોના (ટિક) રીતભાતોની (પક્ષિત=) અપેક્ષા વિના (મેઢ઼ પ્રવેશ=) નવા નવા નયનો ભેદ પ્રવેશ કરાવીએ તો અર્થાત્ જુદા જુદા નયો માનીએ તો (વૈશ્ચર્થ્ય ) વૈધ્યÁતાનો (નિરર્થકતા-નિષ્ફળતાનો) દોષ લાગે. સારાંશ કે જે નવિભાગમાં ઇતરવ્યાવૃત્તિ (એક નયથી બીજો નય ભિન્ન ભિન્ન વિષયગ્રાહી હોવાથી એકબીજાથી જુદા છે.) આવું સાધ્ય છે. તે નિયવિભાગમાં (જુદો નય કરવાના) કારણોના પ્રકારોની કોઈ અપેક્ષા જ ન હોય અને એમને એમ નયોમાં ભેદનો પ્રવેશ કરીએ તો તે વ્યર્થ જ કહેવાય. કારણકે પછી તો તે નયોનો પાર જ ન આવે. અને વિભક્તના વિભાગો થવા લાગે. માટે નિયવિભાગમાં ૭ નયોના ૯ નયો કરવાની રીત સારી નથી.