Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૦-૨૧
૩૪૯ કરીને અસ્તિત્વની સાથે સંબંધવાળા બાકીના સઘળાએ ધર્મો અભેદવૃત્તિ અને અભેદ ઉપચાર કરીને લઈ લેવાના છે. જેવા પ્રકારે અસ્તિત્વાદિ ધર્મો ત્યાં દેખાય છે. તેવા જ પ્રકારે નાસ્તિત્વાદિ ઈતર સઘળા પણ ધર્મો, તે ઘટપટાદિમાં કાળાદિ આઠ વારોએ કરીને અભેદભાવે ઉપચારે (ગણતાએ) રહેલા જ છે. આમ સમજવું જોઈએ. તો જ આ નયવાક્ય, નયવાક્ય હોવા છતાં પણ સક્લાદેશરૂપ બને અર્થાત્ પ્રમાણરૂપ બને. કારણ કે જેમ એક આંગળી તે આંગળી હોવા છતાં હાથનો અંશ હોવાથી અપેક્ષાએ હાથ પણ કહેવાય છે. તેમ નય પણ પ્રમાણનો અંશ હોવાથી પ્રમાણરૂપ છે. તો જ તે સુનય કહેવાય છે. સ્વતંત્ર થયો છતો દુર્નય બને છે. જો આમ કરવામાં ન આવે એટલે કે ઉપચરિત પણે જણાતા (ગૌણતાએ જણાતા). નાસ્તિત્વાદિ સઘળા ઇતર ધર્મોને અસ્તિત્વની સાથે સંબંધિત કરવામાં ન આવે તો આ વાક્ય વિક્લ (અપૂર્ણ) બનતાં, વિક્લાદેશરૂપ થાય એટલે કે નયવાક્ય માત્ર રહે. પ્રમાણવાક્યરૂપ ન બને. કોઈ પણ નયવાક્ય સક્લાદેશરૂપ બને એટલે કે કેટલાક ધર્મો પ્રધાનતાએ અને શેષ ધર્મો ગૌણતાએ કહીને પણ સકલધર્મોનું પ્રતિપાદક વાક્ય બને, તો જ તે સક્લાદેશરૂપ (પ્રમાણાંશરૂપ) થયું છતુ સુનયતાને પામે. અન્યથા દુર્નયતાને પામે. તેથી નિશ્ચયનયની વિવક્ષામાં પણ શેષધર્મોનો ઉપચાર હોય જ છે. માટે વ્યવહારમાં ઉપચાર છે અને નિશ્ચયમાં ઉપચાર નથી આમ કહેવું તે સત્યથી વેગળુ છે આ હકીકત સ્યાદ્વાદ રત્નાકર નામના દરીયાઈ મહાગ્રંથમાં ઘણા વિસ્તારથી જણાવી છે. (વિશેષાર્થીએ ત્યાંથી જાણી લેવી).
स्वस्वार्थइ सत्यपणानो अभिमान तो सर्वनयनई माहोमांहिं छइ ज. फलथी सत्यपणु तो सम्यग्दर्शनयोगई ज छइ ॥ ८-२० ॥
કોઈ પણ નય હોય, (પછી ભલે તે નિશ્ચયનય હોય કે વ્યવહાર નય હોય, અથવા નૈગમાદિ સાતમાંનો કોઈ પણ નય હોય) તો પણ પોત પોતાના માનેલા અર્થને આશ્રયી તો “હું જ સાચો છું” “હું જ સાચો છું” આવું અભિમાન તો સર્વે નયોને માંહાંમોહે = પરસ્પર હોય જ છે. આથી નિશ્ચય નય પોતાના વિચારોને જ સાચા માનતો છતો એવું પ્રતિપાદન કરે છે કે ઈતરનયની (વ્યવહારનયની) માનેલી વાત છે જ નહીં. મારી જ વાત સાચી છે. પણ તેથી વ્યવહારનયની વાત મિથ્યા છે. આમ માની લેવું જોઈએ નહીં. બલ્ક વ્યવહારનયને મિથ્યા કહેવાથી નિશ્ચયનય એકાન્તવાદી થયો છતો ઈતરનયથી નિરપેક્ષ થવાના કારણે મિથ્યાભાવવાળો બને છે.
આ કારણે ફળથી તો સત્યપણું (યથાર્થપણે તો સત્યપણું) સમ્યગ્દર્શનના યોગે