Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૪૪ ઢાળ-૮ : ગાથા-૧૮-૧૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૩) તથા વળી ત્રીજો દોષ પણ આવે છે તે જણાવે છે
तथा प्रस्थकादि दृष्टान्तई नैगमादिकना अशुद्ध अशुद्धतर अशुद्धतम शुद्ध शुद्धतर शुद्धतम आदि भेद किहां संग्रहिया जाइ ? उपचार माटिं ते उपनय कहिइं, तो अपसिद्धान्त थाइ, अनुयोगद्वारइं ते नयभेद देखाडया छइ. ॥ ८-१८ ॥
તથા વળી પ્રસ્થક આદિના દૃષ્ટાન્નોથી નૈગમ આદિ નયના અશુદ્ધ અશુદ્ધતર અશુદ્ધતમ શુદ્ધ શુદ્ધતા અને શુદ્ધતમ વિગેરે ઘણા ભેદો જે થાય છે. કે જે અનુયોગ લારસૂત્ર વિગેરેમાં કહેલા છે. તે સર્વે ભેદો તમે કહેલા ૧૦ ભેદમાં કહો ક્યાં સંગૃહીત કરશો ? “પ્રસ્થક” એટલે એક જાતનું ધાન્ય માપવાનું અથવા ધાન્ય ભરવાનું માપીયું. કોઈ એક સુથારે પોતાના મનમાં પ્રસ્થક બનાવવાનો સંકલ્પ કર્યો, તે બનાવવા સારૂ લાકડુ લેવા ખભે કુહાડો નાખી જંગલમાં જાય છે. તે સમયે બીજો કોઈ પુછે છે કે ભાઈ ક્યાં જાઓ છો ? સુથારે કહ્યું કે “હું પ્રસ્થક લેવા જાઉં છું” જંગલમાં ગયો, ઝાડ કાપવા લાગ્યો, ત્યારે કોઈ પુછે છે તો પણ આ જ ઉત્તર આપે છે. લાકડું કાપી ઘેર લાવ્યા પછી તેને છોલવા લાગ્યો ત્યારે કોઈ પુછે છે. તો પણ આ જ ઉત્તર આપે છે કે હું પ્રસ્થક બનાવું છું. આમ પ્રસ્થક સંબંધી થતી સઘળી પ્રક્રિયામાં પ્રસ્થકની જ બુદ્ધિ હોવાથી દૂર દૂર કારણમાં, દૂર કારણમાં, નિકટકારણમાં, નિકટતરકારણમાં અને નિકટતમકારણમાં પણ “હું પ્રસ્થક બનાવું છું” આ બધો ઉપચાર હોવાથી આ સઘળા ભેદો નૈગમનયમાં જ અશુદ્ધાદિ ભેદે સમાય છે. તે તમારા ૧૦ ભેદોમાં ક્યાંય આવતું નથી. આ જ રીતે વસતિ અને પ્રદેશના ઉદાહરણમાં પણ સમજી લેવું. માટે તમારા પાડેલા ભેદો અપૂર્ણ છે.
હવે કદાચ તમે પોતાના પાડેલા ૧૦ ભેદો આદિને સાચા ઠેરવવા માટે આ “પ્રસ્થકાદિનાં ઉદાહરણો” નૈગમાદિ નયામાં નથી આવતાં પરંતુ ઉપચાર વિશેષ હોવાથી ઉપનામાં આવે છે. તેથી આ ઉદાહરણો, દ્રવ્યાર્થિકના ૧૦ ભેદમાં કદાચ ન સમાય તો પણ અમારા પાડેલા ભેદો અપૂર્ણ નથી. પરંતુ પૂર્ણ છે. કારણ કે આ પ્રસ્થકાદિનાં ઉદાહરણો તો ઉપનયનાં છે પરંતુ નયનાં નથી આમ જો કહેશો તો તે તમારી વાત “અપસિદ્ધાન્ત થશે” ઉસૂત્ર થશે. સૂત્રવિરુદ્ધ બનશે કારણ કે અનુયોગ દ્વાર સૂત્રમાં આ પ્રસ્થકાદિનાં ઉદાહરણોને નયના ભેદ તરીકે દેખાડયાં છે. પરંતુ ઉપનયના ભેદ તરીકે દેખાડયાં નથી. માટે તમે ઉસૂત્રભાષી થશો. | ૧૨૬ |
एह ज दृढइ छइ, उपनय पणि कह्या, ते नय व्यवहार नैगमादिकथी अलगा નથી. ૩ ચ તત્ત્વાર્થસૂત્ર