Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૩૦ ઢાળ-૮ : ગાથા–૧૪-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૧) દ્રવ્યાર્થિકનયના જે ૧૦ ભેદો તમે દેખાડ્યા છે. તે સર્વે ભેદો શુદ્ધ અને અશુદ્ધ સંગ્રહનય વિગેરેમાં સમાઈ જાય છે. અહીં (નયચક્ર ગ્રંથમાં) સંગ્રહનયના ઓઘ અને વિશેષ જેમ ભેદો છે. તેમ શુદ્ધ સંગ્રહ અને અશુદ્ધસંગ્રહ એવા પણ ભેદો થાય છે. શુદ્ધદ્રવ્યની પ્રધાનતાએ એકીકરણતા-સમાનતા તે શુદ્ધસંગ્રહનય અને અશુદ્ધદ્રવ્યની પ્રધાનતાએ એકીકરણતા-સમાનતા તે અશુદ્ધસંગ્રહનય, દ્રવ્યાર્થિકના પ્રથમના ૧-૨-૩ ત્રણ ભેદો શુદ્ધસંગ્રહમાં, ૪-૫ ભેદો અશુદ્ધસંગ્રહ નયમાં, છઠ્ઠો ભેદ વ્યવહારનયમાં, સાતમો ભેદ સંગ્રહાયમાં, ૮-૯-૧૦ ભેદોનો સમાવેશ વ્યવહારનયમાં થાય છે.
(૨) પર્યાયાર્થિકનયના જે ૬ ભેદો તમે દેખાડ્યા છે તેમાં ૧ થી ૪ ભેદો યથાયોગ્ય શુદ્ધ અને અશુદ્ધ ઋજુસૂત્રમાં સમાય છે અને પાંચમો-છઠ્ઠો ભેદ અનુક્રમે અનુપચરિત અને ઉપચરિત વ્યવહારનયમાં સમાય છે. આ રીતે ૧૦ ભેદો અને ૬ ભેદો નૈગમાદિ ૭ નયોમાં યથાયોગ્ય રીતે સમાઈ જ જાય છે. તેથી અલગ કરવા ઉચિત નથી. હકીકતથી વિચારીએ તો સાત નયોમાં ન આવતું હોય એવું કોઈ સ્વરૂપ બાકી જ રહેતું નથી કે જે સ્વરૂપ માટે સાત નયોથી જુદા આ બે નય માનવા પડે.
"गोबलिवर्द" न्यायई विषयभेदई भिन्न नय कहिइं, तो "स्यादसत्येव स्यान्नास्त्येव" इत्यादि सप्तभंगी मध्ये कोटि प्रकारइं अर्पितानर्पित सत्त्वासत्त्वग्राहक नयप्रक्रिया भांजइ, ए पंडितइं विचारवं. ॥ ८-१४ ॥
નિવ" આ એક ન્યાય છે. તેનો અર્થ એવો છે કે જો શબ્દનો જ અર્થ “ગાય અને બળદ” એમ બને થાય છે. જે શબ્દ સ્ત્રીલિંગ-પુલિંગ એમ બને છે. એટલે જો શબ્દ લખવાથી “ગાય અને બળદ” આમ બને આવી જાય છે. છતાં જ્યારે જ ની પાસે વનિવર્ડ શબ્દનો જુદો પ્રયોગ જ્યારે થાય ત્યારે બળદ અર્થને કહેનારો ભિન્ન શબ્દ વાપર્યો છે એટલા શબ્દનો અર્થ ગાય જ કરવી. પણ બળદ અર્થ ન કરવો. કારણકે જુદો વૃત્તિવ શબ્દ છે. આ ઉદાહરણ ઉપરથી એક વાત નક્કી થાય છે કે જો શબ્દમાં આવી ગયેલા એવા બળદ અર્થને પણ બુદ્ધિથી ભિન્ન વિષય સ્વરૂપે કલ્પીને ભિન્નશબ્દપ્રયોગ થઈ શકે છે. તેથી આ ન્યાયને અનુસારે શુદ્ધાશુદ્ધ સંગ્રહાદિનયમાં દ્રવ્યાર્થિકનયના ૧૦ ભેદ સમાઈ જતા હોવા છતાં, તથા ઉપચરિતાનુપચરિત વ્યવહારનયમાં અને શુદ્ધાશુદ્ધ ઋજુસૂત્રનયમાં પર્યાયાર્થિકનયના ૬ ભેદ સમાઈ જતા હોવા છતાં તે ૧૦ + ૬ ભેદોને વનિવર્ધ શબ્દની જેમ તેમાંથી અલગ કરીને ભિન્નવિષય તરીકે માનીને તેનાથી દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નયને ભિન નય કહીએ તો શું દોષ આવે.? આવું દિગંબર પક્ષ જો પોતાના બચાવ માટે કહે તો શું દોષ આવે છે. તે હવે નીચે ઉત્તરમાં કહે છે.