Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૩૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૮ : ગાથા-૧૪-૧૫ ઉત્તર- જો આ રીતે ગાતાર્થને પણ અલગ કરવામાં આવે, તો “વિચૈત્ર અને નાચેવ” ઈત્યાદિ સપ્તભંગીની અંદર પણ કરોડો પ્રકારે અર્પણા અને અનર્પણા કરવાથી અસ્તિત્વ અને નાસ્તિત્વને જણાવનારા નયોની પ્રક્રિયા તુટી જાય, જેમ કે “ચતિવું” આ પ્રથમ એક ભાંગામાં સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવને આશ્રયી સત્ત્વગ્રાહક્તાની અર્પણા છે (એટલે કે “હોવાપણાની” અર્પણા છે.) અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવને આશ્રયી અસત્વગ્રાહકતાની અનર્પણા છે. આમ ચાર પ્રકારે સત્ત્વગ્રાહક અર્પણા અને ચાર પ્રકારે અસત્ત્વગ્રાહક અનર્પણા એક ભાંગામાં ગતાર્થ હોવા છતાં (આવી ગઈ હોવા છતાં, તે દરેકને અલગ અલગ કરીને જુદા જુદા નય કરીએ તો આમ કરોડો પ્રકારે ભાંગાઓ થતાં કરોડો નય થવાથી “સાત જ નય છે” આવી જૈન શાસનમાં પ્રસિદ્ધ વાતનો, તથા “સપ્તભંગી જ થાય છે અધિકભંગી થતી નથી” આવી પણ પ્રસિદ્ધ વાતનો ભંગ થઈ જાય. તે માટે વિષયભેદ વિના ગતાર્થને અલગા કરીને અલગા નય કરવા તે યોગ્ય માર્ગ નથી. આ બાબત અતિશય સૂક્ષ્મ બુદ્ધિથી પંડિત પુરુષોએ વિચારવું. | ૧૨૨ /
"जो विषयभेदई नयभेद कहस्यो, तो सामान्यनैगम संग्रहमां, विशेषनैगम व्यवहारनयमां, भेलतां ६ नय थइ जास्यइ," एहवी शिष्यनी शंका टालवानइं अर्थि कहइ छइं
અહીં કોઈ શિષ્ય એવો પ્રશ્ન કરે છે કે ઉપરોક્ત ચર્ચામાં સાર એ આવે છે કે “જ્યાં વિષયભેદ હોય ત્યાં જ ભિનય કહેવાય” એટલે કે જે વિષય કોઈ એકનયમાં ગતાર્થ (આવી ગયો) હોય તો તે ગતાર્થ વિષયને જણાવવા ભિન્નય ન કરાય. આ રીતે “વિષયભેદ હોતે છતે જ નયભેદ થાય” આમ જો કહેશો તો નૈગમનય પણ સંગ્રહનય અને વ્યવહારનયમાં ગાતાર્થ હોવાથી અલગ કરી શકાશે નહીં. તેથી સાતનયને બદલે ૬ જ નયો થશે. જૈનશાસનમાં પ્રસિદ્ધ એવી ૭ નિયોની પ્રક્રિયા ભાંગી જશે, કારણ કે જે સામાન્ય ગ્રાહક એવો નૈગમનય છે તે સંગ્રહમાં સમાઈ જાય છે. અને જે વિશેષગ્રાહક એવો નૈગમનાય છે તે વ્યવહારમાં સમાઈ જાય છે. એટલે નગમનય સંગ્રહ-વ્યવહારમાં અંતર્ગત થઈ જતો હોવાથી તેમાંથી ઉદ્ધરીને ભિનનય નહી જ કરી શકાય. અને તેમ થવાથી ૬ જ નયી થવાના કારણે ૭ નયોની જૈનશાસનમાં જે પ્રસિદ્ધિ છે. તે તુટી જાય છે આવા પ્રકારની કોઈ શિષ્યોની શંકા દૂર કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે.
यद्यपि संग्रहनय-व्यवहारनयमांहिं ज सामान्यविशेषचर्चाई नैगमनय भलइ छइ, तो पणि-किहांइक प्रदेशादि दृष्टान्तस्थानइं भिन्न थाइं छइं. उक्तं च