Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૩૨ ઢાળ-૮ : ગાથા–૧૪-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જો કે “સામાન્યગ્રાહી નૈગમ અને વિશેષગ્રાહી નૈગમ” આટલી જ માત્ર ચર્ચા (વિચારણા) કરવામાં આવે તો જરૂર તે નૈગમનય, સંગ્રહમાં અને વ્યવહારમાં ભળી જાય છે. તો પણ ક્યાંઈક અર્થાત્ જ્યારે દૂર-દૂરના કારણાદિમાં ઉપચારગ્રાહી (આરોપગ્રાહી) નૈગમનય હોય છે ત્યારે પ્રદેશાદિના ઉદાહરણોના સ્થાનમાં આ નિગમનય સંગ્રહ-વ્યવહારથી નક્કી જુદો પણ પડે જ છે. તેથી ભિન્નવિષય પણ છે જ. સર્વથા સંગ્રહ અને વ્યવહારમાં સમાઈ જ જાય છે. આમ નથી.
નૈગમનય જેમ સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી છે. તેમ ઉપચાર-આરોપગ્રાહી પણ છે. કારણકે સંગ્રહનય તો સદંશગ્રાહી હોવાથી ઉપચારગ્રાહી નથી. તથા વ્યવહારનય તેનો જ ભેદ જણાવનાર હોવાથી તથા નિકટના કારણાદિમાં જ કાર્યાદિનો ઉપચારગ્રાહી હોવાથી જ્યારે દૂર-દૂરના કારણાદિમાં કાર્યાદિનો ઉપચાર હોય છે. ત્યારે આ વ્યવહારનય લાગતો નથી. તેથી ત્યાં નૈગમનય જ લાગે છે. આ પ્રમાણે જ્યાં સદંશ નથી પણ દૂરદૂરનો ઉપચારમાત્ર છે. ત્યાં આ બે નયનો વિષય નથી અને કેવળ એકલા નૈગમનયનો જ વિષય છે. ત્યાં નૈગમ અલગો થઈ શકે છે. તે ઉદાહરણો આ પ્રમાણે છે.
(૧) પ્રસ્થાનું ઉદાહરણ– પ્રક (એક જાતનું માપીયું) બનાવવાના આશયથી લાકડું લેવા જતા પુરુષને કોઈ પૂછે કે હે ભાઈ ! તમે ક્યાં જાઓ છો ? ત્યારે “હું પ્રસ્થક લેવા જાઉં છું” આમ જે બોલે છે ત્યાં લાકડામાં પ્રસ્થકનો ઉપચાર કરીને બોલાય છે.
(૨) સુરતમાં, અડાજણ પાટીયામાં, રામસા ટાવરમાં રહેતા અને વિદેશમાં (હું અમેરિકા ગયો હોઉં ત્યારે ત્યાં) કોઈ પુછે કે ધીરૂભાઈ ! તમે ક્યાં રહો છો ? તો એકદેશવાળી આ ભૂમિમાં આખા ભારતનો ઉપચાર કરીને “હું ઈન્ડીયામાં (ભારતમાં) રહું છું આમ જ કહેવું પડે, તો જ પુછનારને બોધ થાય, સંતોષ થાય. આ વસતિનું ઉદાહરણ છે.
(૩) જેનો બીજો વિભાગ ન થાય એવો દ્રવ્યનો જે છેલ્લો દેશ, પ્રદેશ કહેવાય છે. તેને દૃષ્ટાન્ત રૂપે માનીને જુદા જુદા નયથી આ પ્રમાણે વિચારવાનું છે. નૈગમનયના મતે ધર્માસ્તિકાયપ્રદેશ, અધર્માસ્તિકાયપ્રદેશ આકાશસ્તિકાયપ્રદેશ, જીવાસ્તિકાયપ્રદેશ, સ્કન્ધપ્રદેશ, અને આ પાંચે દ્રવ્યોના બે પ્રદેશાદિથી બનેલા દેશના પ્રદેશ. આમ છ પ્રદેશ છે. આ માન્યતા નિગમનયની છે. પણ સંગ્રહનયને આ વાત મંજુર નથી. તર્ક આપતાં તે નય કહે છે કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યસંબંધી છઠ્ઠો દેશનો