Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૪૦ ઢાળ-૫ : ગાથા-૧૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - તે સ્વભાવવાળું જે દ્રવ્ય કહીએ તે, એટલે કે ગુણોને વિષે અને પર્યાયોને વિષે દ્રવ્યનો અન્વય જોડવો. તે આ નય છે. મત પd = આ કારણથી જ “દ્રવ્ય જાણ્યું” એટલે કે દ્રવ્યાર્થિકનયના આદેશથી તનુ ત = તે દ્રવ્યમાં રહેલા સર્વે ગુણ-પર્યાયો પણ જાણ્યા. આ વાત એક દાખલો આપીને સમજાવે છે કે પરવારી = તૈયાયિક આદિ અન્યદર્શનકારો જેમ “સામાજિપ્રત્યાત્તિ” એ કરીને એક ઘટ જોયે છતે “સર્વ ઘટ વ્યક્તિ જાણી” = સર્વ ઘટને જાણે છે. અર્થાત્ કોઈપણ માણસને એક ઘટ જણાવે છતે આવા આવા આકારના જે જે હોય તે બધા ઘડા કહેવાય એમ સમજાઈ જ જાય છે. કારણકે ચક્ષને ઘટત્વની સાથે સન્નિકર્ષ થાય છે. અને તે ઘટત્વ સકલઘટ સાથે સંબંધ ધરાવે છે. બીજા ઘટના બોધ કાળે ફરીથી ઘટનું જ્ઞાન કરાવવું પડતું નથી. તેથી જેમ એક ઘટના જ્ઞાનથી સર્વ ઘટવ્યક્તિનું જ્ઞાન થાય છે. તેવી જ રીતે એકદ્રવ્ય માત્રને જાણવાથી તદનુગત ગુણ-પર્યાયો પણ જણાય જ છે. કારણ કે તે તે ગુણ-પર્યાયોથી ભરેલું આ દ્રવ્ય છે. આ અન્વયદ્રવ્યાર્થિકનય નામનો સાતમો ભેદ છે. | ૭૦ | સ્વદ્રવ્યાદિક ગ્રાહકો, ભેદ આઠમો ભાખ્યો રે ! સ્વદ્રવ્યાદિક ચ્યારથી, છતો અર્થ જિમ દાખ્યો રે // પ-૧૭ //
૧. લૌકિક સનિકર્ષ સંયોગાદિભાવે જેમ ૬ પ્રકારનો છે તેમ અલૌકિકસનિકર્ષ સામાન્યલક્ષણા પ્રયાસત્તિ, જ્ઞાનલક્ષણા પ્રત્યાજ્ઞતિ અને યોગજલક્ષણા પ્રયાસત્તિ એમ ત્રણ પ્રકારનો છે. ત્યાં લક્ષણા પદથી “સ્વરૂપ” અર્થ કહેવાય છે. સામાન્ય છે સ્વરૂપ જેનું એવી જે લક્ષણા તે સામાન્ય લક્ષણા પ્રત્યાત્તિ, એવો અર્થ થાય છે. ઈન્દ્રિયની સાથે સંબંધવાળો મહાનશીય એક ધૂમ, તેના સંબંધી ધૂમવિશેષ્યક જે જ્ઞાન, તેમાં પ્રકારીભૂત ધર્મ જે ધૂમત, તેની સાથેના સનિકર્ષથી સર્વે ધૂમો જાણવા. તે સામાન્ય લક્ષણા પ્રયાસત્તિ કહેવાય છે. એક ધૂમનું ચાક્ષુષપ્રત્યક્ષ કરવાથી તેમાં રહેલા પ્રકારીભૂતધર્માત્મક ધૂમતનું પ્રત્યક્ષ જ્ઞાન થવાથી તે ધૂમત ધર્મ દ્વારા સર્વે ધૂમનું જે પ્રત્યક્ષજ્ઞાન થાય છે. તેને સામાન્ય લક્ષણાપ્રયાસત્તિ કહેવાય છે.
तत्र लक्षणापदेन यदि स्वरूपमुच्यते तदा सामान्यस्वरूपा प्रत्यसत्तिरित्यर्थो लभ्यते तच्चेन्द्रियसम्बद्ध विशेष्यकज्ञान प्रकारीभूतं बोध्यं, तथाहि-यत्रेन्द्रियसंयुक्तो धूमादिः,तद्विशेष्यक धूम इति ज्ञानं यत्र जातं,तत्र ज्ञाने धूमत्वं प्रकारः, तत्र धूमत्वेन सन्निकर्षेण "धूमा" इत्येवं रूपं सकलधूमविषयकं ज्ञानं जायते ।
આ વિષય વધારે જાણવો હોય તો કારિકાવલી શ્લોક ૬૩/૬૪ તથા તેની મુક્તાવલીટીકાથી જાણી લેવો. અમે પણ તેના આધારે આ અર્થ લખ્યો છે.