Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૭ : ગાથા-૧૨-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૨૯૫ ગાથાર્થ– પ્રથમ ભેદ સ્વજાતિ અસભૂતવ્યવહાર ઉપનય, જેમ કે જે પરમાણુ છે. તેને “બહુપદેશી” કહેવો તે. || ૭-૧૩ //
તથા વિજાતિ અસભત વ્યવહાર ઉપનય તે જાણો કે જે “મતિજ્ઞાન એ મૂર્તિ છે” કારણ કે મૂર્તિદ્રવ્યના વિષયવાળું ઉત્પન્ન થાય છે માટે. ૭-૧૪ ||
તથા સ્વજાતિ-વિજાતિ એમ ઉભય અસભૂતવ્યવહાર તે કહો કે જેમ જ્ઞાન જીવ-અજીવના વિષયવાળું છે. આમ બોલવું તે. . ૭-૧૫ |
ટબો- એક સ્વજાતિ અસદ્ભુત વ્યવહાર કહિઈ, જિમ પરમાણુ બહુપ્રદેશી કહિઈ, બહુપ્રદેશી થાવાની જાતિ છઇં, તે માર્ટિ. I ૭-૧૩ II
તેહ અસભૂત વિજાતિ જાણો, જિમ “પૂર્તિ પ્રતિજ્ઞાનમ'' કહિઈ, મૂર્ત-જે વિષયાલોકમનસ્કારાદિક, તેહથી ઉપનું, તે માર્ટિ, ઈહાં મતિજ્ઞાન આત્મગુણ, તેહનઈ વિષઈ મૂર્તત્વ પુદ્ગલગુણ ઉપચરિઓ. તે વિજાત્યસદ્ભૂતવ્યવહાર કહિઈ. I ૭-૧૪ II
દોઉં ભાંતિ-સ્વજાતિ વિજાતિ અસભૂતવ્યવહાર કહિઈ, જિમ જીવાજીવ વિષયક જ્ઞાન કહિછે. ઈહાં-જીવ જ્ઞાનની સ્વજાતિ છઈ. આજીવ વિજાતિ છઈ, એ ૨ નો વિષયવિષયભાવનામઈં ઉપચરિત સંબંધ છઈ. તે સ્વજાતિ-વિજાત્યસભૂત કહિઈ. | ૭-૧૫ ||
વિવેચન- આ અસદભૂત વ્યવહાર ઉપનયના બીજી વિચક્ષાએ ત્રણ ભેદો છે. ૧ સ્વજાતીય, ૨ વિજાતીય ૩ ઉભયજાતીય આ ત્રણે ભેદો અનુક્રમે એક એક ગાથામાં ગ્રંથકારશ્રી સમજાવે છે.
एक स्वजात्यसद्भूतव्यवहार कहिइं, जिम-परमाणु बहुप्रदेशी कहिइं, बहुप्रदेशी થાવાની નાતિ છે, તે માટે છે. તે ૭-૨રૂ
અસભૂત વ્યવહાર ઉપનયનો પ્રથમભેદ “સ્વજાતીય અસભૂત વ્યo ઉo” છે. જેમ કે કોઈ પણ એક પરમાણુને બહુપ્રદેશી ઢંધ કહેવો તે. કારણ કે ઘણા પ્રદેશો સાથે મળ્યો છતો તે પરમાણુ બહુપ્રદેશી સ્કંધ થાવાને યોગ્ય જાતિવાળો છે. તે માટે બહુuદેશી કહેવો તે આ નયનો વિષય છે. અહીં પરમાણુપણું અને બહુપ્રદેશી ઢંધપણું, આમ આ બન્ને અવસ્થાઓ પુદ્ગલાસ્તિકાય નામના એક જ દ્રવ્યની હોવાથી આ પરમાણુમાં બહુપ્રદેશીપણાનો આરોપ કરવો તે સ્વજાતીય દ્રવ્યનો પર્યાય હોવાથી “સ્વજાતીય” કહ્યો છે. તથા વર્તમાનકાળે જે એક પરમાણુ છે. તે હાલ બહુપ્રદેશી સ્કંધ