Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૬-૭
૩/૯ નહીં. ચાવજજીવ રહઈ. તે માર્ટિ અનુપચરિત. અનઈ ભિન્ન વિષય, માટઈ અસભૂત જાણવો.
એ નય ઉપનય દિગંબર દેવસેનકૃત નયચક્રમાંહિં કહીયા છઈ, ૨ મૂલનય સહિત. I ૮-૭ II
વિવેચન- સભૂતવ્યવહાર નયના ઉપચરિત અને અનુપચરિત એમ ૨ ભેદ કહ્યા. હવે તે સમજાવીને અસદ્ભૂતવ્યવહારનયના ભેદો સમજાવે છે.
असद्भूतव्यवहारनयना इम ज २ (भेद) छइं, १ उपचरितासद्भूतव्यवहार, बीजो-अनुपचरितासद्भूत व्यवहार, पहेलो भेद असंशूषित योगई कल्पित संबंधइ होइ. जिम- "देवदत्तनुं धन" इहां धन-देवदत्तनइं संबंध स्वस्वामिभावरूप कल्पित छइं, ते मार्टि उपचार, देवदत्तनइं धन एकद्रव्य नहीं, ते माटिं-असद्भूत. एम भावना करवी.
અસદ્ભૂતવ્યવહાર નયના પણ (સભૂતવ્યવહારનયની જેમ જ) બે ભેદો જાણવા. ૧ ઉપચરિત અને ર અનુપચરિત. આ અસભૂત વ્યવહારનય હોવાથી એકદ્રવ્યાશ્રિત વ્યવહાર હોતો નથી. પરંતુ અન્ય-અન્ય દ્રવ્યાશ્રિત વ્યવહાર હોય છે. તથા વ્યવહારનય હોવાથી ભેદ દર્શાવનારો આ નય છે. ત્યાં ઉપચરિત નામનો પ્રથમ ભેદ તેને કહેવાય છે કે જ્યાં બન્ને દ્રવ્યોનો “અસંશ્લેષિતયોગ હોય” એટલે કે જ્યાં બે દ્રવ્યો લોહઅગ્નિની જેમ તાદાભ્ય બની જાય એકમેક બની જાય તે સંશ્લેષિતયોગ કહેવાય છે.
જ્યાં આવો લોહાગ્નિ જેવો તાદાભ્ય (એકમેક મળી જવારૂપ) યોગ ન હોય ત્યાં અસંશ્લેષિતયોગ કહેવાય છે. આ એકમેકસંબંધ ન હોવાથી” જુદા જુદા રૂપે કલ્પાયેલો સંબંધ છે. જેમ કે “દેવદત્તનું આ ધન છે” અહીં ધનનો અને દેવદત્તનો સંબંધ લોહાગ્નિની જેમ એકમેક થવારૂપ તાદાભ્યસંબંધ (અસંશ્લેષિતસંબંધ) નથી. પરંતુ સ્વસ્વામિ ભાવરૂપ કલ્પિતસંબંધ છે. દેવદત્ત સ્વામી છે. અને ધન તેનું સ્વ છે. આ પ્રમાણે, અસંશ્લેષિતયોગ હોવાથી ઉપચાર, દેવદત્ત અને ધન આ બન્ને એકદ્રવ્ય ન હોવાથી ભિન્ન ભિન્ન દ્રવ્યો હોવાથી અસભૂત. અને ષષ્ઠીથી નિર્દેશ છે માટે વ્યવહારનય કહેવાય છે. આમ ભાવના ભાવવી. “આ મારુ ઘર છે” આ દેવદત્તનાં પત્ની છે “આ ચૈત્રનો પુત્ર છે” ઈત્યાદિ ઉદાહરણો અહીં સ્વયં વિચારી લેવાં. | ૧૧૪
बीजो भेद संश्लेषितयोगइं-कर्मज संबंधई जाणवो. जिम "आत्मानुं शरीर" आत्मा-देहनो संबंध, धनसंबंधनी परि कल्पित नथी. विपरीत भावनाइं निवर्तई नहीं. यावजीव रहइ. ते मार्टि ए अनुपचरित. अनइं भिन्नविषय, माटइं-असद्भूत जाणवो.