Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 389
________________ ૩૧૨ ઢાળ-૮ : ગાથા-૮-૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એવંભૂત એ ૩ નાઈ “શબ્દ” એક નામઈ સંગ્રહઈ, તિવારઈ પ્રથમ ચાર સાથિ પાંચ, ગત વ ઈકેકના ૧૦૦ ભેદ હુઈ છd, તિહાં પણ ૭૦૦ તથા ૫૦૦ ભેદ ઈમ-૨ મત કહિયા છઈ. યવતમવિવે– इक्विको य सयविहो, सत्त सया णया हवंति एमेव । अण्णो वि हु आएसो, पंचेव सया णयाणं तु ॥ १ ॥ એવી શાસ્ત્રરીતિ છોડી, અંતરભાવિત-સાતમાંહિ ભૂલ્યા, જે દ્રવ્યાર્થિકપર્યાયાર્થિક, તે ઉદ્ધરી-અલગા કાઢી, નવ નય કહીયા, તે સ્યો પ્રપંચ ? ચતુર મનુષ્ય વિચારી જોઓ. I ૮-૯ || વિવેચન- દિગંબર આમ્નાયમાં શ્રી દેવસેનાચાર્યે બનાવેલા “નયચક્ર” નામના ગ્રંથમાં તર્કશાસ્ત્રને અનુસારે ૯ નયો, ૩ ઉપનયો, અને અધ્યાત્મ દૃષ્ટિએ નિશ્ચયનય અને વ્યવહારનય આમ જે ભેદો કહ્યા છે. તે સર્વેનું વર્ણન ત્યાં જેવું કહ્યું છે. તેવું અમે અહીં સમજાવ્યું છે. તથા તે ગ્રંથના કેટલાક સાક્ષીપાઠ પણ જણાવ્યા છે. હવે તેમાં ક્યાં ક્યાં કેવી ક્ષતિ છે. તે ગ્રંથકારશ્રી જણાવે છે– इहां-यद्यपि अम्हारइं श्वेतांबरनइं, स्थूल कहतां मोटो, विषय भेद कहतां अर्थनो फेर नथी, तो पणि मूल कहतां प्रथमथी, उलटी-विपरीत, परिभाषा-शैली करी, ते दाझइ छइ-खेद करइ छइ. જો કે અભ્યારે શ્વેતાંબરોને રૂ = આ નયોના વિષયમાં સ્કૂલ એટલે ઘણો મોટો, વિષયભેદ એટલે અર્થનો ફરક નથી. દિગંબરોને અને શ્વેતાંબરોને નયોના અર્થોની બાબતમાં ઝાઝો ફરક નથી. કોઈ પણ જાતનો ઘણો મોટો વિખવાદ નથી. તો પણ જૈનશાસનમાં પૂર્વાચાર્યકૃત મહાગ્રંથોમાં ચાલી આવતી નયોની જે પ્રણાલિકા છે. રીત ભાત છે. તેને વિના કારણે બદલીને, મૂલથી એટલે પ્રથમથી જ, ઉલટી એટલે જે વિપરીત, પરિભાષા એટલે શૈલી અર્થાત્ પ્રથમથી જ વિપરીત શૈલી નયો સમજાવવાની જે આ દિગંબરાચાર્ય શ્રી દેવસેનજીએ કરી છે. તે જોઈને અહારુ હૃદય દાઝે છે. હૃદયમાં ખેદ (દુઃખી થાય છે કે મહાપુરુષોની ચાલી આવતી પ્રણાલિકાને કોઈ પણ પ્રકારના વિશિષ્ટ પ્રયોજન વિના બદલીને ઉલટ-સુલટ કરવાની, કે લોકોને ગેરસમજમાં નાખવાની શું જરૂર ? પૂર્વાચાર્યોએ આગમોમાં અને બીજા શાસ્ત્રોમાં નયો સમજાવવાની જે રીત અપનાવી છે. તેને છોડીને કપોલકલ્પિત કલ્પનાઓ કરીને ભેદ-પ્રભેદો પાડીને લોકોને દ્વિધામાં (મુંઝવણમાં) નાખવાની શી જરૂર ? આ રીતે આવું જોઈને અમ્હારૂ (શ્વેતાંબરોનું) મન દુઃખાય છે. શિષ્ટ પુરુષોની ઉક્તિમાં કહ્યું છે કે

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444