Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૮ : ગાથા-૧૦-૧૧
પજ્જયસ્થ દ્રવ્યારથો રે, જો તુન્ને અલગા દિઃ । ઈગ્યા ન ઈક રે ।। પ્રાણી પરખો આગમભાવ || ૮-૧૦ ॥
અપ્પિય ણપ્પિય ભેદથી રે, કિમ
૩૧૫
સંગ્રહ વ્યવહારાદિકઈ રે, જો તુહ્યે ભેલો તેહ । આદિ અંત નય થોકમાં જી, કિમ નવિ ભેલો એહ રે । પ્રાણી પરખો આગમભાવ || ૮-૧૧ ||
ગાથાર્થ– સાત નયની અંદર અંતર્ગત થયેલા એવા પણ પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિકનયને બહાર કરીને જો તમે અલગા-જુદા કહો છો. તો પછી તેમાં ભળેલા અર્પિતનય અને અનર્પિતનયને પણ જુદા કરીને ૧૧ નયો કેમ નથી કહેતા ? તમારે ૧૧ નયો પણ કરવા જોઈએ. ॥ ૮-૧૦ ||
અર્પિતનય અને અનર્પિતનયને અનુક્રમે વ્યવહારમાં અને સંગ્રહમાં જો તમે ભેળવી દો છો. (એટલે ૧૧ કહેતા નથી) તો પછી આ બે (દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક) નયો પણ આદિસમુહમાં અને અંત્યસમુહમાં કેમ ભેળવતા નથી ? (શાસ્ત્રોમાં ભેળવેલા છે.) || ૮-૧૧ ||
ટબો– ઈમ ઈં કરતાં-પર્યાયાર્થ, દ્રવ્યાર્થ નય, જો તુમ્હે અલગા દીઠા, અનઈં ૯ નય કહિયા, તો અર્પિત અનર્પિત નય અલગા કરીનઈં ૧૧ નય કિમ ન વાંછયા?
|| ૮-૧૦ ||
હિવઈ, ઈમ કહસ્યો જે- “અર્પિતાનર્વિતસિદ્ધેઃ' ઇત્યાદિ તત્ત્વાર્થ સૂત્રાદિકમાંહિ, જે અર્પિત-અનર્પિતનય કહિયા છઈ-તે અર્પિત કહતાં-વિશેષ કહિÛ, અનર્પિત કહતાંસામાન્ય કહિઈં, અનર્પિત સંગ્રહમાંહિ ભિલઈ, અર્પિત વ્યવહારાદિક વિશેષનયમાંહિ ભિલઈ. તો- આદિ-અંત કહેતાં પહિલા-પાછિલા નયના થોકડાંમાંહિ એહ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકનય કિમ નથી ભેલતાં ? જિમ-સાત જ મૂલનય કહવાઈં છઈં. તે વચન સુબદ્ધ રહઈં. ॥ ૮-૧૧ ||
વિવેચન– જૈન શાસનની પૂર્વાચાર્યોની પરંપરામાં સાત નયોની વાત સુપ્રસિદ્ધ હોવા છતાં દિગંબરાચાર્ય શ્રી દેવસેનજીને ૯ નયો કરવાની શું જરૂર ! તે ઉપર તર્કપૂર્વક નિરસન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે