Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૨ ૨
ઢાળ-૮ : ગાથા૧૨-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પણ જરૂર દેખાય છે. પરંતુ તેના તરફની દૃષ્ટિ ગૌણ થઈ જાય છે. આ રીતે જગતના સર્વે પદાર્થો દ્રવ્ય અને પર્યાય મય છે. માત્ર દૃષ્ટિની પ્રધાનતાએ જ એક મુખ્ય દેખાય છે અને બીજો ભાગ ગણ દેખાય છે.
નૈગમ-સંગ્રહનવ્યવહાર આ પ્રથમના ત્રણ નયો સર્વે પદાર્થોમાં દ્રવ્યને જ વધારે જુએ છે. પર્યાયો તરફ તે નયો દૃષ્ટિપાત કરતા નથી. તેથી તે નયોને દ્રવ્ય જ સાચુ દેખાય છે. પર્યાયો કલ્પિત લાગે છે. બુદ્ધિથી આરોપિત માત્ર છે. આમ આ ત્રણ નો માને છે. કુંડલાકાર કે કડાનો આકાર એ તો માત્ર સુવર્ણકાર વડે કરાયેલો કલ્પિત આકાર માત્ર જ છે. આજે હોય કાલે ન પણ હોય. વાસ્તવિક તો તે સુવર્ણદ્રવ્ય જ છે. આમ આ નયો વિચારે છે. તેથી આ ત્રણ નવો દ્રવ્યાર્થિક કહેવાય છે. એવી જ રીતે શબ્દાદિ પાછળલા ત્રણ નો પર્યાયોને જ વિશેષથી જુએ છે. અલંકારો યથાસ્થાને પહેરાય છે. અલંકારોથી શરીર શોભાવાય છે. સુવર્ણની લગડીઓ પહેરાતી નથી. તે શરીર શોભાવી શકતી નથી. માટે પર્યાયો એ જ તત્ત્વ છે. આમ શબ્દાદિ ત્રણ નયો પર્યાયને વધારે મહત્ત્વ આપે છે. તેથી તે પાછળલા ત્રણ નો પર્યાયાર્થિક કહેવાય છે. આ માન્યતામાં આચાર્યોને કોઈ વિવાદ નથી. હવે વાત બાકી રહી વચ્ચેના ૧ ઋજુસૂત્રનયની.
સૂત્રનય વર્તમાનકાળને માને છે. વર્તમાનકાળ બે પ્રકારનો છે. ૧ ક્ષણિક વર્તમાન કાળ, અને ૨ કંઈક દીર્ઘ વર્તમાન કાળ. આ બંને પ્રકારના વર્તમાન કાળમાં તે તે સમયમાં થનારો પર્યાય પણ છે અને તે તે પર્યાયના આધારભૂત દ્રવ્ય પણ છે. સિદ્ધાન્તવાદી આચાર્યો આ ઋજુસૂત્રનયને દ્રવ્યાર્થિકનયમાં એટલે લઈ જાય છે. કે “આ નય તે તે સમયમાં થતા પર્યાયના આધારભૂત દ્રવ્યાંશને વધારે માને છે” આવું સિદ્ધાન્તવાદી આચાર્યોનું કહેવું છે. જ્યારે તર્કવાદી આચાર્યો આ ઋજુસૂત્રનયને પર્યાયાર્થિકમાં એટલે લઈ જાય છે કે “આ નય તે તે સમયમાં પ્રગટ થતા પર્યાયાંશને વધારે માને છે” આથી તર્કવાદી આચાર્યો આ ઋજુસૂત્રનયને પર્યાયાર્થિકમાં લઈ જાય છે. જેથી બને આચાર્યોના અભિપ્રાયો જુદા પડે છે.
દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ દ્રવ્ય જ સાચું છે. પર્યાયો કલ્પિત છે અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ પર્યાયો જ સાચા છે. પર્યાયોથી ભિન્ન એવું દ્રવ્ય છે જ નહીં અને પર્યાયોથી જ અર્થક્રિયા થાય છે. નિત્ય એવું દ્રવ્ય ક્યાંય પણ ઉપયોગમાં આવતું નથી. આ પ્રમાણે દ્રવ્યર્થપથાર્થત્નક્ષત્ = દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયનું લક્ષણ ઉપર મુજબ હોવાથી તાર્કિક આચાર્યોનું કહેવું છે કે અતીતાના તપથપ્રતિક્ષેપ ત્રગુપૂત્ર: